Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 15:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ શાઉલે તથા લોકોએ અગાગને, તથા ઘેટાં, બળદો, તથા પુષ્ટ જનાવરોમાંથી ઉત્તમ ઉત્તમને, તથા હલવાનોને, તેમ જ સારી સારી બધી વસ્તુઓને બચાવી. ને તેઓનો પૂરો વિનાશ કર્યો નહિ; પણ નકામી તથા નાખી દેવાની દરેક ચીજનો તેઓએ પૂરો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 શાઉલ અને તેના માણસોએ અગાગને જીવતો રહેવા દીધો અને સર્વોત્તમ ઘેટાં, બળદો, વાછરડા, હલવાન અને સારી વસ્તુઓનો નાશ કર્યો નહિ. બિનઉપયોગી અને નકામી બધી વસ્તુઓનો નાશ કર્યો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ શાઉલે તથા લોકોએ અગાગનો તથા તેના ઘેટાં, બળદો તથા પુષ્ટ જાનવરો, હલવાનોમાંથી ઉત્તમ તથા સર્વ સારી વસ્તુઓનો તેઓએ નાશ કર્યો નહિ. પ્રત્યેક નકામી અને ધિક્કારપાત્ર વસ્તુઓનો સંપૂર્ણ નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી શાઉલ અને તેના સૈન્યે અગાગને જીવતો છોડયો પછી શ્રેષ્ઠ જાડી ગાયો, ઘેટાઁ અને હલવાનોને માંર્યા નહિ. પણ તેઓએ નબળાં પ્રાણીઓ જેઓ મૂલ્યહીન હતા અને બીજી નકામી ચીજોનો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 15:9
10 Iomraidhean Croise  

અને એમ થયું કે ઈશ્વરનો કોશ ઊંચકનારા છ ડગલાં ચાલ્યા, એટલે તેણે એક બળદ તથા એક પુષ્ટ પશુનું બલિદાન આપ્યું.


અને [બેન-હદાદે] તેને કહ્યું, “જે નગરો મારા મારા પિતાએ તમારા પિતા પાસેથી લઈ લીધાં હતાં, તે હું પાછાં આપીશ. અને જેમ મારા પિતાએ સમરુનમાં ચોકચૌટા બનાવ્યાં હતાં તેમ તમે પોતાને માટે દમસ્કસમાં બનાવજો.” અને [આહાબે કહ્યું] “હું આ શરતે તમને જવા દઈશ.” એમ આહાબે તેની સાથે કરાર કરીને તેને જવા દીધો.


કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત, ને દરિદ્રીઓને અપાત.”


અને શાપિત વસ્‍તુથી તમે પોતાને સર્વ પ્રકારે અલગ રાખો, રખેને તેને શાપિત કર્યા પછી તમે પોતે શાપિત વસ્તુને લો; અને એમ કરીને ઇઝરાયલની છાવણીને શાપિત કરો, ને તેને હેરાન કરો.


લૂટમાં એક સારો શિનઆરી જામો ને બસો શેકેલ રૂપું, ને પચાસ શેકેલ વજનનું સોનાનું એક પાનું જોઈને તેનો મને લોભ લાગ્યો, ને મેં તે લીધાં. અને જુઓ, તે મારા તંબુ મધ્યે ભૂમિમાં સંતાડેલાં છે, ને રૂપું તેની નીચે છે.”


ત્યારે શમુએલ પાસે યહોવાનું એવું વચન આપ્યું,


અને શાઉલે કહ્યું, “અમાલેકીઓ પાસેથી લોકોને તેઓને લાવ્યા છે, કેમ કે તમારા ઈશ્વર યહોવાની આગળ યજ્ઞ કરવા માટે તેઓએ ઘેટાં તથા બળદોમાંથી ઉત્તમ ઉત્તમ બચાવ્યાં છે, અને બાકીનાંનો તો અમે પૂરો નાશ કર્યો છે.”


તો યહોવાનું કહેવું તેં કેમ માન્યું નહિ, પણ લૂટ કરવા તૂડી પડ્યો, ને યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું?”


તો હવે તું જઈને અમાલેકને માર, ને તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર, તેમના પર દયા લાવીશ નહિ; પણ પુરુષ તથા સ્‍ત્રી, ને બાળકો તેમ જ ઘાવણાં, બળદ તથા ઘેટાં, ઊંટ તથા ગધેડાં, એ સર્વને મારી નાખ.”


કેમ કે તેં યહોવાની વાણી માની નહિ, ને અમાલેક પર તેમના સખત ક્રોધનો અમલ કર્યો નહિ, તેથી યહોવાએ આજે તને આ પ્રમાણે કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan