Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 15:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પછી શાઉલે કેનીઓને કહ્યું, “અમાલેકીઓની સાથે તમારો નાશ હું ન કરું, માટે તમે તેઓમાંથી નીકળીને જતા રહો; કેમ કે ઇઝરાયલી લોકો મિસરમાંથી આવ્યા ત્યારે તે સર્વની સાથે તમે માયાળુપણે વર્ત્યા હતા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેણે કેનીઓને ચેતવણી આપી, “તમે અમાલેકીઓમાંથી નીકળી જાઓ, જેથી તેમની સાથે હું તમારો નાશ ન કરું, કારણ, ઇઝરાયલીઓ ઇજિપ્તથી આવ્યા ત્યારે તમે તેમના પ્રત્યે માયાળુ હતા. તેથી કેનીઓ નીકળી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યારે શાઉલે કેનીઓને કહ્યું કે, “જાઓ, પ્રયાણ કરો, અમાલેકીઓની વચ્ચેથી બહાર નીકળી પડો, તેથી તેઓની સાથે તમારો નાશ હું ન કરું. કેમ કે તમે ઇઝરાયલના સર્વ લોકો સાથે જયારે તેઓ મિસરમાંથી આવ્યા ત્યારે માયાળુપણે વર્ત્યા હતા.” તેથી કેનીઓ અમાલેકીઓમાંથી નીકળી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેમણે કેનીઓને સંદેશો મોકલ્યો કે, “તમે તો ઇસ્રાએલીઓ જયારે મિસરમાંથી આવ્યા ત્યારે તેમની સાથે મૈત્રીભર્યો વ્યવહાર રાખ્યો હતો. તમે અમાંલેકીઓનો પ્રદેશ છોડીને ચાલ્યા જાઓ, નહિ તો માંરે તેમની સાથે તમને પણ માંરી નાખવા પડશે.” તેથી કેનીઓ અમાંલેકીઓનો પ્રદેશ છોડીને ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 15:6
21 Iomraidhean Croise  

એટલે કેનીઓનો તથા કનિઝીઓનો તથા કાદમોનીઓનો,


એવી રીતે કરવું તમારાથી દૂર થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા; એ તમારાથી દૂર થાઓ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?”


યાબ્બેસવાસી લહિયાઓનાં કુટુંબો:તિરાથીઓ, શિમાથીઓ, સુખાથીઓ, રેખાબના કુટુંબના વડીલ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.


હવે મારું કહેવું સાંભળ, હું તને સલાહ આપીશ, ને ઈશ્વર તારી સાથે હો. તારે તે લોકોને ઈશ્વરને ઠેકાણે થવું, ને તેમના મુકદમા તારે ઈશ્વરની પાસે લઈ જવા;


હે મૂર્ખો, [હઠ] છોડી દો, ને જીવો; અને બુદ્ધિને માર્ગે ચાલો.’


અને જે સર્વ ઇઝરાયલ તેઓની આસપાસ ઊભા હતા તે તેઓની ચીસ સાંભળીને નાઠા; કેમ કે તેઓએ કહ્યું, “રખેને પૃથ્વી અમને પણ ગળી જાય.”


તેણે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી, તથા બોધ કર્યો, “તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ.”


માટે “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ.” એમ પ્રભુ કહે છે, “મલિન વસ્તુને અડકો નહિ; એટલે હું તમારો અંગીકાર કરીશ,


પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો, કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું, અને મારાં બંધનને લીધે તે શરમાયો નહિ.


તારા જીવનાં વાંછિત ફળ તારી પાસેથી જતાં રહ્યાં છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી [જતા રહ્યા છે, અને] નાશ પામ્યા છે, અને હવેથી તેઓ કદી મળશે નહિ.


મૂસાના સાળા કેનીના પુત્રો યહૂદાપુત્રોને સાથે લઈને ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના વગડામાં ગયા. અને તેઓ જઈને તે લોકોની સાથે વસ્યા.


હવે હેબેર કેનીએ કેનીઓથી, એટલે મૂસાના સાળા હોબાબના વંશજોથી જુદા થઈને પોતાનો તંબુ કેદેશ પાસેના સાનાન્મીમમાંના એલોન વૃક્ષ જેટલે દૂર માર્યો હતો.


બીજી સ્‍ત્રીઓના કરતાં હેબેર કેનીની પત્ની યાએલને ધન્ય છે. તંબુંમાંની સ્‍ત્રીઓના કરતાં તેને ધન્યે છે.


અને શાઉલ અમાલેકના નગર પાસે જઈને નીચાણમાં સંતાઈ રહ્યો.


આખીશ પૂછતો, “આજે તમારી સવારી ક્યાં હલ્‍લો કરી આવી?” ત્યારે દાઉદ કહેતો, “યહૂદિયાના દક્ષિણ પર, યરાહમેલીઓના દક્ષિણ પર તથા કેનીઓના દક્ષિણ પર.”


રાખાલવાસીઓને ત્યાં, યરાહમેલીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં, કેનીઓનાં નગરોના રહેવસીઓને ત્યાં;


Lean sinn:

Sanasan


Sanasan