Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 15:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે વિરોધ એ જોષ જોવાના પાપ જેવો છે, ને હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. તેં યહોવાનું વચન નકાર્યું છે, માટે યહોવાએ પણ તને રાજા તરીકે નકાર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તેમની વિરુદ્ધ બંડ કરવું તે જાદુવિદ્યાના પાપ જેવું જ ખરાબ છે અને અભિમાન મૂર્તિપૂજા જેવું જ ભૂંડું છે. તેં પ્રભુની વાણી નકારી છે માટે તેમણે તને રાજા તરીકે નકાર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કેમ કે વિદ્રોહ એ જોષ જોવાના પાપ જેવો છે, હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. કેમ કે તેં ઈશ્વરના શબ્દનો ઇનકાર કર્યો છે, માટે તેમણે પણ તને રાજપદેથી પડતો મૂક્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પરંતુ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ મૂર્તિ પૂજા અને જંતરમંતરના પાપ જેટલુજ ખરાબ છે. તમે યહોવાની આજ્ઞા પાળવાની ના પાડી તેથી હવે યહોવા તમને રાજા તરીકે રાખવાની ના પાડે છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 15:23
36 Iomraidhean Croise  

હવે લાબાન પોતાનાં ઘેટાં કાતરવા ગયો હતો; અને રાહેલે પોતાના પિતાની ઘરમૂર્તિઓ ચોરી લીધી.


હવે રાહેલ ઘરમૂર્તિઓ લઈને ઊંટોના સામાનમાં મૂકીને તેઓ પર બેઠી હતી. માટે લાબાને તમામ તંબુ તપાસ્યો, પણ તે તેને જડી નહિ.


તેં શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેમની દષ્ટિમાં ભૂંડું કર્યું છે? ઉરિયા હિત્તીને તેં તરવારથી મરાવ્યો છે, ને તેને આમ્‍મોનપુત્રોની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તેં તારી પત્ની કરી લીધી છે.


પણ જેમ મેં શાઉલને તારી આગળથી ખસેડીને તેની પાસેથી મારી કૃપા લઈ લીધી, તેવી રીતે તેની પાસેથી તે જતી રહેશે નહિ.


એમ શાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું, ને વળી યહોવાને ન પૂછતાં મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો.


મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


કેમ કે તે પોતાના પાપમાં દંગાનો ઉમેરો કરે છે, તે આપણા દેખતાં તાળીઓ પાડે છે, અને ઈશ્વરની વિરુદ્ધ લાંબી લાંબી વાતો કરે છે.”


જેઓ અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા અને આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા,


તું જાદુગરેણને જીવતી રહેવા ન દે.


મિસરની હિંમત તેમાંથી જતી રહેશે; અને તેની મસલત હું વ્યર્થ કરીશ; તેઓ મૂર્તિઓની પાસે, ઈલમીઓની પાસે, ભૂવાઓની પાસે તથા જાદુગરોની પાસે જઈને પ્રશ્ન પૂછશે.


જ્યારે તેઓ તમને કહે, ‘ભુવાઓ પાસે, ને ઝીણે અવાજે બડબડનાર ધંતરમંતર કરનારની પાસે જઈને ખબર કાઢો.’ [ત્યારે તારે કહેવું,] ‘લોકોએ પોતાના ઈશ્વરની પાસે જઈને ખબર નહિ કાઢવી? જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું?’


અને તમે તો તમારા પૂર્વજો કરતાં વધારે પાપ કર્યું છે. કેમ કે તમે દરેક પોતપોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલો છો, ને મારી આજ્ઞા માનતા નથી.


તથી યહોવા કહે છે કે, હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ; આ વર્ષે તું મરશે, કેમ કે તું યહોવાની વિરુદ્ધ બંડ [નાં વચનો] બોલ્યો છે.”


તેથી યહોવા કહે છે, જુઓ, હું શમાયા નેહેલામીને તથા તેના સંતાનને જોઈ લઈશ; તેના વંશમાંનો કોઈ પુરુષ આ પ્રજામાં વસવા પામશે નહિ, ને મારા લોકોનું હું જે હિત કરીશ તે તે જોવા પામશે નહિ. કેમ કે તે યહોવાની વિરુદ્ધ બંડ [નાં વચન] બોલ્યો છે, ” એવું યહોવા કહે છે.


ક્રોધમાં મેં તને રાજા આપ્યો હતો, ને રોષમાં મેં તેને લઈ લીધો છે.


કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજારહિત, અધિકારીરહિત, યજ્ઞરહિત, ભજનસ્તંભરહિત તથા એફોદ કે તરાફીમરહિત રહેશે;


વળી જે પુરુષ અથવા સ્‍ત્રી ભૂતવૈદ હોય કે જાદુગર હોય, તેઓ નક્કી માર્યા જાય, તેઓને પથ્થરે મારવાં; તેમનું લોહી તેમને માથે.”


અને જે જન ભૂતવૈદોની તરફ તથા જાદુગરોની તરફ ફરીને તેમની પાછળ વંઠી જાય, તે જનની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ, ને તેને તેના લોકો મધ્યેથી નષ્ટ કરીશ.


ફક્ત યહોવાની વિરુદ્ધ તમે બંડ ન કરો, તેમ જ દેશના લોકોથી તમે ડરી જશો નહિ; કેમ કે તેઓ તો આપણો કોળિયો છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, ને યહોવા આપણી સાથે છે. તેઓથી ડરશો નહિ.”


પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા માટે ઊભો કર્યો. અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી, ‘મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.”


ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? કેમ કે જેમ ઈશ્વરે ક્હ્યું છે, “હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ; હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોકો થશે.” તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ.


મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયા, કંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી,


જ્યારથી મારે તમારી સાથે ઓળખાણ થઈ ત્યારથી યહોવાની સામે તમે બંડખોર ઠરી ચૂક્યા છો.


તેં અરણ્યમાં કેવી રીતે યહોવા તારા ઈશ્વરને કોપ ચઢાવ્યો, તે તું યાદ રાખ, ભૂલી જઈશ નહિ. મિસર દેશમાંથી તું નીકળ્યો તે દિવસથી, તે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી, તમે યહોવાની વિરુદ્ધ બંડ કર્યા કર્યું છે.


તેઓએ ગિલ્યાદ પ્રાંતમાં રુબેનપુત્રોની તથા ગાદપુત્રોની તથા મનાશ્શાના અર્ધકુળની પાસે જઈને તેઓને કહ્યું,


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બહાર છે.


પણ હવે તારું રાજ્ય કાયમ રહેશે નહિ; યહોવાએ પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે, ને યહોવાએ પોતાના લોક પર અધિકારી તરીકે તેની નિમણૂક કરી છે; કેમ કે યહોવાએ તને જે આજ્ઞા આપી તે તેં પાળી નથી.”


અને યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને ઇઝરાયલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને માટે શોક કરશે? તારું શિંગ તેલથી ભરીને જા, યિશાઈ બેથલેહેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે માટે રાજા નિર્માણ કરી રાખ્યો છે.”


આથી ઇઝરાયલનો ઇશ્વર યહોવા કહે છે, તારું કુળ તથા તારા પિતાનું કુળ મારી સમક્ષ સદા ચાલશે, એમ મેં કહેલું તે ખરું; પણ હવે યહોવા કહે છે કે, એ મારાથી દૂર રહો; કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે.


હવે શમુએલ મરણ પામ્યો હતો, ને સર્વ ઇઝરાયલે તેને માટે શોક કરીને તેને રામામાં, એટલે તેના પોતાના નગરમાં દાટ્યો હતો. શાઉલે ભૂવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan