Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 15:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 સવારે શાઉલને મળવાને શમુએલ પરોઢિયે ઊઠ્યો; અને શમુએલને એવી ખબર મળી કે, શાઉલ કાર્મેલમાં આવ્યો છે, ને જુઓ, તેણે પોતાને માટે એક કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, ને ત્યાંથી પાછો વળીને તે આગળ ચાલીને ગિલ્ગાલમાં ઊતરી પડ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 બીજે દિવસે વહેલી સવારે તે શાઉલને મળવા ઉપડયો. શમુએલને કહેવામાં આવ્યું કે શાઉલે ર્કામેલ જઈને પોતાને માટે સ્મારક બંધાવ્યું છે અને પછી ગિલ્ગાલ ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 સવારે શાઉલને મળવાને શમુએલ વહેલો ઊઠ્યો. શમુએલને કહેવામાં આવ્યું, “શાઉલ કાર્મેલમાં આવ્યો છે. તેણે પોતાને માટે એક કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, ત્યાંથી પાછો વળીને આગળ ચાલીને નીચે ગિલ્ગાલમાં ગયો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 શમુએલ સવારનાં વહેલો ઉઠયો; અને શાઉલને મળવા ગયો પણ લોકોએ તેને કહ્યું, “શાઉલ પોતાની ખ્યાતિમાં એક સ્માંરક ઊભું કરવા કામેર્લ ગયો છે. ત્યાથી તે બીજી જગ્યાઓએ જશે અને છેવટે ગિલ્ગાલ જશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 15:12
12 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.


આબ્શાલોમ જીવતો હતો, ત્યારે જે સ્તંભ રાજાની ખીણમાં છે તે લઈને તેણે પોતાને માટે ઊભો કેયો હતો; કેમ કે તેને થયું હતું, “મારું નામ કાયમ રાખવા માટે માટે એકે દીકરો નથી.’ તેથી પોતાના નામ પરથી તેણે તે સ્તંભનું નામ પાડ્યું. અને આજે પણ તે ‘આબ્શાલોમનો સ્મરણસ્તંભ’ કહેવાય છે.


હેસ્સરો કાર્મેલી, પારાય આર્બી;


માટે આહાબ ખાવાપીવા માટે ઉપર ગયો. અને એલિયા કાર્મેલનાં શિખર પર ચઢી ગયો. અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું.


તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં, ને ઘણા કૂવા ખોદાવ્યા, કેમ કે તેને નીચાણના પ્રદેશમાં તથા મેદાનમાં પણ ઘણાં ઢોરઢાંક હતાં. પર્વતોમાં તથા ફળદ્રુપ ખેતરોમાં તેણે પોતાના ખેડૂતો તથા દ્રાક્ષાવાડીઓમાં માળીઓ [રાખ્યા હતા] , કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.


માઓન, કાર્મેલ તથા ઝીફ તથા યૂટા;


માટે મેં કહ્યું કે, હવે પલિસ્તીઓ મારા પર ગિલ્ગાલમાં ધસી આવશે, ને મેં યહોવાને કૃપા કરવા માટે વિનંતી કરી નથી; તેથી મેં મારું મન મારીને દહનીયાર્પણ ચઢાવ્યું છે.”


પછી શમુએલ ગિલ્ગાલ છોડીને બિન્યામીનના ગિબયામાં ગયો. શાઉલે પોતાની સાથે જે લોક હતા તેઓની ગણતરી કરી, તેઓ આસરે છસો માણસ હતા.


અને દાઉદ સવારે વહેલો ઊઠ્યો, ને એક રખેવાળને પોતાનાં ઘેટાં સ્વાધીન કરીને યિશાઈએ તેને આપેલી આજ્ઞા પ્રમાણે [બધું] લઈને ગયો; અને રણભૂમિમાં જવા માટે ચાલી નીકળેલા સૈન્યે યુદ્ધનો લલકાર કર્યો તે સમયે તે ગાડાંની વાડ આગળ આવી પહોંચ્યો.


માઓનમાં એક માણસ [રહેતો] હતો. તેની મિલકત કાર્મેલમાં હતી. તે માણસ‌ શ્રીમંત હતો. તેની પાસે ત્રણ હજાર ઘેટાં ને એક હજાર બકરાં હતાં. અને [હમણાં] તે કાર્મેલમાં પોતાનાં ઘેટાં કાતરતો હતો.


ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો, ને તેનું નામ એબેન-એઝેર પાડીને કહ્યું, “અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan