Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 14:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 શાઉલે કહ્યું, “આપણે રાતના સમયે પલિસ્તીઓની પાછળ પડીએ, ને સવારે અજવાળું થતાં સુધી તેઓને લૂટીએ, ને તેઓમાંથી એક પણ માણસને રહેવા ન દઈએ.” તેઓએ કહ્યું, “જેમ તમને સારું લાગે તેમ કરો.” ત્યારે યાજકે કહ્યું, “આપણે અહીં ઈશ્વરની હજૂરમાં એકત્ર થઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

36 શાઉલે પોતાના માણસોને કહ્યું, “ચાલો, આપણે ઊતરી પડીએ અને પલિસ્તીઓ પર આક્રમણ કરી સવાર સુધી તેના પર મારો ચલાવી તેમને બધાને ખતમ કરી નાખીએ.” કહ્યું, “તમને જે યોગ્ય લાગે તે કરો.” પણ યજ્ઞકારે કહ્યું, “આપણે પ્રથમ ઈશ્વરને પૂછી જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 પછી શાઉલે કહ્યું, “ચાલો આપણે રાતના સમયે પલિસ્તીઓની પાછળ પડીએ અને સવાર સુધી તેઓને લૂંટીએ; તેઓમાંના એક પણ માણસને જીવતો રહેવા ન દઈએ.” તેઓએ કહ્યું, “જે કંઈ તને સારું લાગે તે કર.” પણ યાજકે કહ્યું કે, “ચાલો આપણે અહીં ઈશ્વરની સમક્ષ એકત્ર થઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 શાઉલે કહ્યું, “ચાલો, આપણે આજે રાત્રે પલિસ્તીઓ ઉપર છાપો માંરીએ, સવાર સુધી તેમને લૂંટીને અને એકેએકને પૂરા કરીએ.” સૈનિકોએ કહ્યું, “તમને ઠીક લાગે તેમ કરો.” પરંતુ યાજકે કહ્યું, “આપણે દેવની સલાહ લઈએ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 14:36
14 Iomraidhean Croise  

પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે; મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે, જેથી હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરું.


તોપણ તેઓ જાણે ન્યાયીપણું કરનારી પ્રજા હોય, ને પોતાના ઈશ્વરના ન્યાય ચૂકાદાને તજનારા ન હોય તે પ્રમાણે, તેઓ રોજ રોજ મને શોધે છે, ને મારા માર્ગોને જાણવા ચાહે છે. તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માગે છે, તેઓ ઈશ્વરની પાસે આવવાને ચાહે છે.


ઊઠો, ને રાત્રે ચઢાઈ કરીને તેના રાજમહેલોનો નાશ કરીએ.”


કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો દૂત છે.


અને એલાઝાર યાજકની પાસે તે ઊભો રહે; અને ઉરીમના ચુકાદા વડે તે યહોવાની સમક્ષ તેને માટે ખબર પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા તેની સાથે ઇઝરાયલની સર્વ પ્રજા, બહાર જાય, ને તેના કહેવાથી તેઓ અંદર આવે.”


તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમે તમારા હાથ શદ્ધ કરો. અને ઓ બે મનવાળાઓ, તને તમારાં મન પવિત્ર કરો.


પણ તમે થોભશો નહિ; તમારા શત્રુઓની પાછળ પડીને તેઓમાંના સૌથી પાછળનાઓને મારો. તેઓનાં નગરોમાં તેઓને પસેવા દેશો નહિ; કેમ કે તમારા ઈશ્વર યહોવાએ તેઓને તમારા હાથમાં સોંપ્યા છે.”


અને તે નગરોમાંની સર્વ માલમિલકત ને ઢોરઢાંક ઇઝરાયલીઓએ પોતાને માટે લૂટી લીધાં; પણ તેઓએ સર્વ માણસોનો નાશ થતાં સુધી તેઓએ સર્વ માણસોનો નાશ થતાં સુધી તેઓને તરવારથી માર્યા, અને તેઓએ કોઈ શ્વાસોચ્છશ્વાસ કરનારને જીવતું રહેવા દીધું નહિ.


અને તેનો પતિ એલ્કાનાએ તેને કહ્યું, “તને જે સારું લાગે તે કર; તું તેને ધાવણ છોડાવે ત્યાં સુધી અહીં રહે; એટલું જ કે યહોવા પોતાનું વચન પૂર્ણ કરો.” માટે તે સ્‍ત્રી ત્યાં રહી, ને તેણે પોતાના દીકરાનું ધાવણ છોડાવ્યું ત્યાં સુધી તેને ધવાડ્યો.


સવારે એમ થયું કે શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ કરી; અને સવારના પહોરમાં તેઓએ છવણીમાં પેસી જઈને મધ્યાહન થતાં સુધી આમ્મોનીઓને માર્યા. અને એમ થયું કે જેઓ બચી ગયા તેઓ એવા વિખેરાઈ ગયા કે કોઈ ઠેકાણે બ જણ ભેગા મળે નહિ.


અને શીલોમાં યહોવાના યાજક એલીના દીકરા ફીનહાસના દીકરા ઈખાબોદના ભાઈ અહીટુબના દીકરા અહિયાએ એફોદ પહેરેલો હતો. અને યોનાથાન ગયેલો છે એ લોકો જાણતા નહોતા.


Lean sinn:

Sanasan


Sanasan