Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 14:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એમ યહોવાએ તે દિવસે ઇઝરાયલનો બચાવ કર્યો. અને લડાઈ બેથ-આવેન પાસે થઈને આગળ ચાલી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તે દિવસે ઈશ્વરે ઇઝરાયલનો બચાવ કર્યો અને બેથઆવેનની પેલે પાર સુધી જંગ જામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 એમ ઈશ્વરે તે દિવસે ઇઝરાયલનો બચાવ કર્યો અને લડાઈ બેથ-આવેનથી આગળ વધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 આ રીતે યહોવાએ ઇસ્રાએલને વિજય અપાવ્યો, અને લડાઈ બેથ-આવેન સુધી પ્રસરી ગઈ. બધી સેના શાઉલ સાથે હતી. તેની પાસે લગભગ 10,000 પુરુષો હતા, એફાઇમના પર્વતીય પ્રદેશના દરેક શહેરમાં યુદ્ધનું વાતાવરણ હતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 14:23
12 Iomraidhean Croise  

પણ ઇઝરાયલનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખવાની ઈશ્વરની ઈચ્છા નહોતી, એટલે યહોવાએ તેઓને યોઆશના દીકરા યરોબામ મારફતે બચાવ્યા.


ત્યારે તેઓએ તે ખેતરમાં ઊભા રહીને તેનો બચાવ કર્યો, ને પલિસ્તીઓને મારી નાખ્યા. યહોવાએ મોટો જય કરીને તેઓને બચાવ્યા.


આ પ્રમાણે યહોવાએ હિઝકિયાને તથા યરુશાલેમનાં રહેવાસીઓને આશૂરના રાજા સાન્હેરીબના હાથમાંથી તથા બીજા સર્વના હાથમાંથી ઉગારી લીધા, ને ચારે તરફ તેઓનું રક્ષણ કર્યુ.


એવી રીતે તે દિવસે યહોવાએ ઇઝરાયલને મિસરીઓના હાથમાંથી બચાવ્યા; અને ઇઝરાયલે સમુદ્રકાંઠે મિસરીઓને મરી ગયેલા દીઠા.


પણ હું યહૂદિયાના લોકો પર કૃપા કરીશ, ને તેમનો ઈશ્વર યહોવા થઈને તેમનો ઉદ્ધાર કરીશ, અને ધનુષ્યથી, તરવારથી, યુદ્ધથી, ઘોડાઓથી કે સવારોથી તેમનો ઉદ્ધાર કરીશ નહિ.”


કેમ કે તમને બચાવવાને તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો યહોવા તમારા ઈશ્વર છે.


બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલીને ક્હ્યું, “તમે જઈને તે દેશની બાતમી કાઢી આવો.” અને તે માણસો જઈને આયની બાતમી કાઢી લાવ્યા.


જ્યારે યહોવા તેઓને માટે ન્યાયાધીશો ઊભા કરતા હતા, ત્યારે યહોવા તે ન્યાયાધીશની સાથે રહેતા હતા, ત્યારે યહોવા તે ન્યાયાધીશના જીવતાં સુધી તેઓના શત્રુઓના હાથમાંથી તેઓને તે બચાવતા હતા, કેમ કે જેઓ તેમના ઉપર જુલમ કરતા હતા ને તેમને દુ:ખ આપતા હતા તેઓના [જુલમને] લીધે તેઓ નિસાસા નાખતા તેને લીધે યહોવાને દયા આવતી.


પણ તમારા ઈશ્વર જે પોતે તમારી સર્વ વિપત્તિઓમાંથી તથા તમારાં સંકટોમાંથી તમને છોડાવે છે તેમને આજે તમે નકાર્યા છે, ને તમે તેમને કહ્યું છે કે અમારા ઉપર રાજા ઠરાવી આપો, તો હવે તમારાં કુળો પ્રમાણે ને તમારા હજારો પ્રમાણે યહોવાની સમક્ષ હાજર થાઓ.”


અને ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, ને સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતીની જેમ લોકોને લઈને પલિસ્તીઓ ઇઝરાયલ સાથે લડવાને એકત્ર થયા. તેઓએ આવીને બેથ-આવેનની પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી નાખી.


“કાલે આસરે આ સમયે, બિન્યામીનના દેશમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ. મારા ઇઝરાયલ લોક પર અધિકારી તરીકે તું તેનો અભિષેક કરજે, તે પલિસ્તીઓના હાથમાંથી મારા લોકને છોડાવશે; કેમ કે મારા લોકનો પોકાર મારી પાસે આવ્યો છે, માટે મેં તેમના પર [રહેમ] નજર કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan