Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 14:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 શાઉલ તથા તેની સાથે જે લોક હતા, તે બધા એકત્ર થઈને લડવા ગયા. અને જુઓ, પ્રત્યેક માણસની તરવાર તેના સાથીદારની વિરુદ્ધ હતી, ને મોટો ઘાણ વળી ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20-21 પછી પૂરા ગૂંચવાડામાં પડી જઈ અંદરોઅંદર લડી રહેલા પલિસ્તીઓ સામે યુદ્ધ કરવા શાઉલ અને તેના સર્વ માણસો ગયા. પલિસ્તીઓના પક્ષમાં ભળી જઈ તેમની છાવણીમાં ગયેલા હિબ્રૂઓ શાઉલ તથા યોનાથાનના પક્ષમાં જોડાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 શાઉલ તથા તેની સાથે જે સર્વ લોકો હતા તેઓ એકત્ર થઈને લડવાને ગયા. દરેક પલિસ્તીની તલવાર પોતાના સાથીની વિરુદ્ધ હતી, ત્યારે શત્રુના સૈન્યમાં ભારે ગૂંચવાડો ઊભો થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પછી શાઉલ અને તેના માંણસો રણભૂમિમાં જતા રહ્યા. પલિસ્તી સૈનિકો ભારે અંધાધૂધીમાં હતા અને એકબીજા ઉપર તરવાર ચલાવી રહ્યાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 14:20
8 Iomraidhean Croise  

અને ઇઝરાયલના રાજાએ તેમની પાછળ પડીને તેઓના ઘોડા તથા રથોનો નાશ કર્યો, ને ભારે કતલ કરીને અરામીઓનો સંહાર કર્યો.


આમ્મોન તથા મોઆબના લોકોએ સેઈર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. સેઈરના રહેવાસીઓને પૂરા કરી રહ્યા પછી તેઓએ માંહોમાંહે લડીને એકબીજાનો નાશ કર્યો.


યહોવા કહે છે, “હું મિસરીઓને એકબીજાની સામે થવાને ઉશ્કેરીશ. દરેક પોતાના પડોશીની સાથે, નગર નગરની સાથે, ને રાજ્ય રાજ્યની સાથે લડશે.


હું તરવારને હુકમ કરીને મારા સર્વ પર્વતો પર તેની વિરુદ્ધ બોલાવીશ, એવું પ્રભું યહોવા કહે છે. દરેક માણસની તરવાર તેના ભાઈની વિરુદ્ધ થશે.


તેઓએ તે ત્રણસો રણશિંગડાં વગાડ્યાં, અને યહોવાએ પ્રત્યેક માણસની તરવાર તેના સાથીની સામે તથા આખા સૈન્યની સામે લાગુ કરી દીધી. અને સૈન્ય સરેરા તરફ હેથ-શિટ્ટા સુધી, તથા ટાબ્બાથ પાસેના આબેલ-મહોલાની સરહદ સુધી નાઠું.


બિન્યામીનના ગિબયામાંના શાઉલના પહેરેગીરોએ જોયું. અને જુઓ, પલિસ્તીઓનો સમુદાય ઓછો થતો જતો હતો, ને તેઓ અહીંતહીં દોડતા હતા.


“કાલે આસરે આ સમયે, બિન્યામીનના દેશમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ. મારા ઇઝરાયલ લોક પર અધિકારી તરીકે તું તેનો અભિષેક કરજે, તે પલિસ્તીઓના હાથમાંથી મારા લોકને છોડાવશે; કેમ કે મારા લોકનો પોકાર મારી પાસે આવ્યો છે, માટે મેં તેમના પર [રહેમ] નજર કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan