Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 14:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 યાજકની સાથે શાઉલ વાત કરતો હતો તે દરમિયાન એમ થયું કે પલિસ્તીઓની છાવણીમાં જે ગડબડાટ થતો હતો તે વધવા લાગ્યો. શાઉલે યાજકને કહ્યું, “તારો હાથ પાછો ખેંચી લે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 શાઉલ યજ્ઞકાર સાથે વાત કરતો હતો તે દરમિયાનમાં પલિસ્તીઓની છાવણીમાં ઘોંઘાટ વધી ગયો. તેથી શાઉલે તેને કહ્યું, “રહેવા દો, અત્યારે હવે પ્રભુની સલાહ પૂછવાનો સમય નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જયારે શાઉલ યાજકની સાથે વાત કરતો હતો, તે દરમ્યાન એમ થયું કે પલિસ્તીઓની છાવણીમાં જે ગડબડાટ થતો હતો તે વધતો ને વધતો ગયો. શાઉલે યાજકને કહ્યું, “તારો હાથ પાછો ખેંચી લે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પરંતુ જ્યારે શાઉલ યાજક અહિયા સાથે બોલતો હતો તે દરમ્યાન પલિસ્તીઓની છાવણીમાં કોલાહલ વધતો જ ગયો. શાઉલે યાજકને કહ્યું, “બસ! તારો હાથ નીચે કર અને!”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 14:19
8 Iomraidhean Croise  

પણ તેઓ જલદી તેમનાં કૃત્યો વીસરી ગયા; તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.


તે માટે ઈશ્વર યહોવા કહે છે, “જુઓ, સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકું છું, તે કસી જોયેલો પથ્થર, દઢ પાયાની મૂલ્યવાન કોણશિલા છે. જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહિ.


અને એલાઝાર યાજકની પાસે તે ઊભો રહે; અને ઉરીમના ચુકાદા વડે તે યહોવાની સમક્ષ તેને માટે ખબર પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા તેની સાથે ઇઝરાયલની સર્વ પ્રજા, બહાર જાય, ને તેના કહેવાથી તેઓ અંદર આવે.”


અને [ઇઝરાયલી] માણસોએ તેઓના ભાથામાંથી કંઈક લીધું, ને યહોવાની સલાહ લીધી નહિ.


શમુએલે પૂછ્યું, “તેં શું કર્યું છે?” શાઉલે કહ્યું, “મેં જોયું કે લોકો મારી પાસેથી વિખેરાઈ રહ્યા છે, વળી ઠરાવેલી મુદતની અંદર તમે આવ્યા નહિ, વળી પલિસ્તીઓ તો મિખ્માશ પાસે એક્‍ત્ર થયા છે.


શાઉલ તથા તેની સાથે જે લોક હતા, તે બધા એકત્ર થઈને લડવા ગયા. અને જુઓ, પ્રત્યેક માણસની તરવાર તેના સાથીદારની વિરુદ્ધ હતી, ને મોટો ઘાણ વળી ગયો હતો.


તે દિવસે ઇઝરાયલના માણસો હેરાન થઈ ગયા હતા. પણ શાઉલે લોકોને સોગન દઈને કહ્યું, “સાંજ પડે ત્યાં સુધી તથા મારા શત્રુઓ પર મારું વેર વળે ત્યાં સુધી જે કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તે શાપિત થાઓ.” માટે કોઈ પણ માણસે કંઈ પણ ખાવાનું ચાખ્યું નહિ.


પછી દાઉદે અહીમેલેખના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું, “કૃપા કરીને એફોદ અહીં મારી પાસે લાવ.” એટલે અબ્યાથાર દાઉદ પાસે એફોદ લઈ આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan