Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 13:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યારે શાઉલે કહ્યું, “દહનીયાર્પણ તથા શાંત્યાર્પણો અહીં મારી પાસે લાવો.” પછી તેણે દહનીયાર્પણ ચઢાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેથી શાઉલે તેમને કહ્યું, “દહનબલિ અને સંગતબલિ મારી પાસે લાવો.” તેણે દહનબલિ ચઢાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 શાઉલે કહ્યું, “દહનીયાર્પણ તથા શાંત્યર્પણ મારી પાસે લાવો.” પછી તેણે દહનીયાર્પણ ચઢાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેથી શાઉલે તેમને કહ્યું: “માંરી પાસે દહનાર્પણ તથા શાંત્યર્પણો લાવો.” પછી તેણે દહનાર્પણ અર્પ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 13:9
13 Iomraidhean Croise  

પછી ત્યાં દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કર્યાં. એમ દેશના હકમાં કરેલી પ્રાર્થાના યહોવાએ માન્ય કરી, ને ઇઝરાયલમાંથી મરકી બંધ થઈ.


રાજા ગિબ્યોનમાં યજ્ઞ કરવા લાગ્યો; કેમ કે તે મુખ્ય ઉચ્ચસ્થાન હતું. તે વેદી પર સુલેમાને એક હજાર દહનીયાર્પણ ચઢાવ્યાં.


યહોવાની આગળ શાંત થા, અને તેમની રાહ જો; જે પોતાના માર્ગે આબાદ થાય છે, અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.


દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.


હું ભૂંડાઈનો બદલો લઈશ એવું તારે ન કહેવું જોઈએ; યહોવાની રાહ જો, તે તને ઉગારશે.


દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે; પણ તે બદઇરાદાથી [યજ્ઞ] કરે તો તે કેટલો બધો [કંટાળારૂપ] થાય!


ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં તે યજ્ઞ કરતાં પણ યહોવાને વધારે પસંદ છે.


બળદને કાપનાર તે માણસને મારી નાખનારના જેવો; હલવાનનો યજ્ઞ કરનાર તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું લોહી ચઢાવનાર જેવો; ધૂપથી સ્મારક અર્પણ કરનાર તે મૂર્તિને આશિષ આપનાર જેવો ગણાય છે; તેઓએ પોતાના માર્ગોને પસંદ કર્યા છે, ને તેઓના જીવ તેઓના ધિક્કારપાત્ર પદાર્થોમાં આનંદ માને છે.


પણ તમારા સર્વ કુળોમાંથી જે સ્થળ યહોવા તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે પસંદ કરશે તે સ્થળ આગળ એટલે તેના રહેઠાણ આગળ તમારે ભેગા થવું, ને ત્યાં તારે આવવું.


અને ત્યાં તમારે તમારાં દહનીયાર્પણો તથા તમારા યજ્ઞ તથા તમારા દશાંશો, તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, તથા તમારી માનતાઓ, તથા તમારાં ઐચ્છિકાર્પણો, તથા તમારાં ઢોરઢાંકના તથા તમારાં ઘેટાંબકરાંનાં પહેલાં બચ્ચા લાવવાં.


તેઓ ગણતરી કરી રહ્યા, ત્યારે જુઓ, યોનાથાન તથા તેનો શસ્‍ત્રવાહક ત્યાં નહોતા. શાઉલે અહિયાને કહ્યું, “ઈશ્વરનો કોશ અહીં લાવ.” કેમ કે તે વખતે ઈશ્વરનો કોશ ઇઝરાયલી લોકો સાથે હતો.


Lean sinn:

Sanasan


Sanasan