Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 13:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પછી શાઉલે પોતાને માટે ઇઝરાયલમાંથી ત્રણ હજાર માણસોને ચૂંટી કાઢ્યા; તેમાંના બે હજાર શાઉલની સાથે મિખ્માશમાં તથા બેથેલ પર્વત પર હતા, ને એક હજાર યોનાથાન સાથે બિન્યામીનના ગિબયામાં હતા. અને બાકીના લોકોને તેણે પોતપોતાના તંબુએ મોકલી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 શાઉલે ત્રણ હજાર ઇઝરાયલીઓને પસંદ કર્યા અને બાકીના બીજા સૌને છાવણીમાં વિદાય કર્યા. તેણે પોતાની સાથે મિખ્માશમાં અને બેથેલના પહાડીપ્રદેશમાં બે હજાર રાખ્યા અને તેના પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના કુળપ્રદેશમાં ગિબ્યામાં એક હજાર રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે પોતાને માટે ઇઝરાયલમાંથી ત્રણ હજાર માણસોને પસંદ કર્યા. બે હજાર તેની સાથે મિખ્માશમાં તથા બેથેલ પર્વત પર હતા, જયારે એક હજાર યોનાથાન સાથે બિન્યામીનના ગિબયામાં હતા; બાકીના સૈનિકોને તેણે પોતે પોતાના તંબુએ મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેણે ઇસ્રાએલમાંથી 3,000 સૈનિકોની ભરતી કરી. તેમાંના 2,000 પોતાની સાથે બેથેલ પહાડી દેશમાં મિખ્માંશમાં રાખ્યા. જયારે બાકીના હજારનું સૈન્ય શાઉલનો પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના પ્રદેશના ગિબયાહમાં રાખ્યું. બાકીના સૈનિકોને શાઉલે પોતપોતાને ઘેર મોકલી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 13:2
24 Iomraidhean Croise  

બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગજોગે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને કહ્યું, “દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમ જ યિશાઈના દિકરામાં આપણો કંઈ વારસો નથી; ઓ ઇઝરાયલ, તમ દરેક પોતપોતાના તંબુએ [જાઓ].”


તેના દિકરાઓમાંથી સાત માણસોને અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે યહોવાથી પસંદ કરાયેલા શાઉલના ગિબયામાં અમે તેઓને યહોવા આગળ ફાંસી આપીશું.” રાજાએ કહ્યું, “હું તેઓને તમારે સ્વાધીન કરીશ.”


બાના નટોફાથીનો દિકરો હેલેબ; બિન્યામીનપુત્રોના ગિબયાના રીબાયનો દિકરો ઇત્તાય;


મિખ્માસના મનુષ્યો, એકસો બાવીસ.


બિન્યામીનના પુત્રો પણ ગેબાથી માંડીને મિખ્માશ, આયા, બેથેલ તથા તેના કસબાઓમાં;


તથા સેલા, એલેફ તથા યબૂસી (એટલે યરુશાલેમ), ગિબ્યાથ, કિર્યાથ; ચૌદ નગરો તેઓનાં ગામો સહિત. બિન્યામીનપુત્રોનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે.


એમ યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા; અને તેઓ પોતાના તંબુઓમાં પાછા ગયા.


તેના શેઠે તેને કહ્યું, “એ પરદેશીનું નગર છે જેમાં કોઈ પણ ઇઝરાયલી લોકો નથી, તેમાં આપણે નહિ જઈએ.”


શાઉલ પણ પોતાને ઘેર ગિબયામાં ગયો; અને જે શૂરવીરોનાં મન પર ઈશ્વરે અસર કરી હતી તેઓ પણ તેની સાથે ગયા.


ત્યાર પછી ઈશ્વરનો પર્વત જ્યાં પલિસ્તીઓનું થાણું છે, ત્યાં તું આવશે; અને એમ થશે કે તું ત્યાં નગર પાસે પહોંચશે ત્યારે આગળ સિતાર, ડફ, વાંસણી ને વીણા વગાડનારા સહિત, પ્રબોધકોની એક મંડળી, ઉચ્ચસ્થાનેથી ઊતરતી તેની સામી મળશે, અને તેઓ પ્રબોધ કરતા માલૂમ પડશે.


શાઉલે રાજ કરવા માંડ્યું ત્યારે તે [ત્રીસ] વર્ષની વયનો હતો. અને તેણે બે વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ કર્યું.


શમુએલે પૂછ્યું, “તેં શું કર્યું છે?” શાઉલે કહ્યું, “મેં જોયું કે લોકો મારી પાસેથી વિખેરાઈ રહ્યા છે, વળી ઠરાવેલી મુદતની અંદર તમે આવ્યા નહિ, વળી પલિસ્તીઓ તો મિખ્માશ પાસે એક્‍ત્ર થયા છે.


પછી શમુએલ ગિલ્ગાલ છોડીને બિન્યામીનના ગિબયામાં ગયો. શાઉલે પોતાની સાથે જે લોક હતા તેઓની ગણતરી કરી, તેઓ આસરે છસો માણસ હતા.


શાઉલ તથા તેનો દીકરો યોનાથાન તથા તેઓની સાથે જે લોકો હતા, તેઓ બિન્યામીનના ગેબામાં રહ્યા; પણ પલિસ્તીઓએ મિખ્માશમાં છાવણી નાખી.


પછી પલિસ્તીઓનું લશ્કર બહાર નીકળીને મિખ્માશના ઘાટ આગળ આવી પહોંચ્યું.


અને ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, ને સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતીની જેમ લોકોને લઈને પલિસ્તીઓ ઇઝરાયલ સાથે લડવાને એકત્ર થયા. તેઓએ આવીને બેથ-આવેનની પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી નાખી.


તે દિવસે મિખ્માશથી આયાલોન સુધી તેઓ પલિસ્તીઓને મારતા ગયા. પણ લોકો બહુ નિર્ગત થઈ ગયા હતા.


એક ભેખડ ઉત્તર તરફ મિખ્માશ સામે, ને બીજી ભેખડ દક્ષિણ તરફ ગેબા સામે આવેલી હતી.


શાઉલના સર્વ દિવસોમાં પલિસ્તીઓની સાથે દારુણ યુદ્ધ ચાલતું હતું. અને શાઉલ કોઈ પરાક્રમી માણસને કે કોઈ શૂરા માણસને જોતો, તો તે તેને પોતાની પાસે રાખતો.


ત્યાર પછી શમુએલ રામામાં ગયો; અને શાઉલ પોતાને ઘેર ગિબયામાં ગયો.


અને તે માર્ગે મેંઢવાડાઓ પાસે આવ્યો, ત્યાં એક ગુફા હતી; અને શાઉલ તેમાં હાજતે ગયો. હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી અંદરના ભાગમાં બેઠેલા હતા.


એ સાંભળીને શાઉલ ઊઠ્યો, ને ઇઝરાયલના ત્રણ હજાર ચૂંટી કાઢેલા માણસો પોતાની સાથે લઈને દાઉદની શોધ કરવાને ઝીફના રાનમાં ઊતરી પડ્યો.


વળી તેણે કહ્યું, “જે રાજા તમારા ઉપર રાજ કરશે તે આવો થશે:તે તમારા પુત્રોને પકડીને તેઓને પોતાના રથોને માટે ને પોતાના સવારો તરીકે રાખશે; અને તેઓ તેના રથની આગળ દોડશે.


Lean sinn:

Sanasan


Sanasan