Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 12:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 વળી મારા વિષે [પૂછો તો] , તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ; પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 વળી મારા માટે, એવું ન થાય કે તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ હું ઈશ્વરની વિરુદ્ધ કરું. પણ હું તમને સાચા તથા ખરા રસ્તે ચાલતા શીખવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 હું તો તમાંરે માંટે પ્રૅંર્થના કરવાનું બૈંધ કરીને યહોવા વિરુદ્ધ પાપ નહિ કરું, હું તમને સાચો અને સધો માંર્ગ બતાવતો જ રહીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 12:23
23 Iomraidhean Croise  

તો તે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા લોક ઇઝરાયલના પાપની ક્ષમા કરજો, કેમ કે જે સુમાર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો; અને તમારો જે દેશ તમે તમારા લોકને વારસા તરીકે આપ્યો છે, તેમાં વરસાદ મોકલજો.


તો આકાશમાંથી તે સાંભળીને તમારા સેવકોનાં તથા તમારા ઇઝરાયલી લોકનાં પાપની ક્ષમા કરજો, કેમ કે જે સારે માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો; અને તમારો જે દેશ તમે તમારા લોકને વતન તરીકે આપ્યો છે તે પર વરસાદ મોકલજો.


યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; તારા પર પ્રેમ રાખનારાં ક્ષેમકુશળ રહો.


આવો, દીકરાઓ, મારું સાંભળો; હું તમને યહોવાનું ભય રાખતાં શીખવીશ.


કયો માણસ [લાંબી] જિંદગી ઇચ્છે છે? તથા શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?


અને બીજે દિવસે એમ થયું કે મૂસાએ લોકોને કહ્યું, “તમે મોટું પાપ કર્યું છે, મે પોતાને માટે સોનાનો દેવ બનાવ્યો છે.


મેં તને જ્ઞાનના માર્ગમાં કેળવ્યો છે; મેં તને પ્રામાણિકપણાને રસ્તે દોર્યો છે.


સભાશિક્ષક દિલપસંદ વચનો તથા પ્રામાણિક લખાણો, એટલે સત્યનાં વચનો, શોધી કાઢવાને યત્ન કરતો હતો.


જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પાછળથી એવી વાત આવતી સાંભળશે, “માર્ગ આ છે, તે પર તમે ચાલો.”


પછી યહોવાએ મને કહ્યું, “જો મૂસા તથા શમુએલ મારી આગળ ઊભા રહેત, તોપણ મારું મન આ લોકોની તરફ થાત નહિ. મારી આગળથી તેઓને કાઢી મૂક, તેઓ દૂર જતા રહે.


પણ જો તેઓ [સાચા] પ્રબોધકો હોય, ને જો યહોવાનું વચન તેઓની પાસે [આવ્યું] હોય, તો યહોવાના મંદિરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરુશાલેમમાં જે પાત્રો બાકી રહેલાં છે, તેઓ બાબિલમાં ન લઈ જવાય માટે, તેઓએ સૈન્યોના [ઈશ્વર] યહોવાને વિનંતી કરવી.


ત્યારે યર્મિયા પ્રબોધકે તેઓને કહ્યું, “મેં તમારું સાંભળ્યું છે. જુઓ, હું તમારા કહ્યા પ્રમાણે તમારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કરીશ. અને યહોવા તમને જે કંઈ ઉત્તર આપશે, તેની હું તમને ખબર આપીશ; હું કંઈ પણ તમારાથી છાનું રાખીશ નહિ.”


યહોવા આમ બોલે છે, “માર્ગોમાં ઊભા રહીને જુઓ, ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમારા જીવને વિશ્રાંતી મળશે. પણ તેઓએ કહ્યું, ‘અમે [તે માર્ગમાં] ચાલીશું નહિ.’


તેથી તેણે પિતરને બંદીખાનામાં રાખ્યો; પણ મંડળી તેને માટે આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરતી હતી.


વળી જે કાંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેરઘેર તમને બોધ કર્યો.


કેમ કે જે ઈશ્વરની સેવા હું મારા આત્માએ તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું,


જો હું સુવાર્તા પ્રગટ કરું, તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે; અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે.


દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેમની વાત પ્રગટ કરીએ છીએ, અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ [પ્રકારના] જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ.


તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.


અમે રાત દિવસ અતિશય પ્રાર્થના કરીએ છીએ કે, અમે તમને મોઢામોઢ જોઈએ, અને તમારા વિશ્વાસમાં જે કંઈ ન્યૂનતા હોય તે સંપૂર્ણ કરીએ.


વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર છે, જેમને હું શુદ્ધ અંત:કરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું નિત્ય સ્મરણ કરું છું.


અને બધા લોકોએ શમુએલને કહ્યું, “ [આ] તમારા સેવકોને માટે તમારા ઈશ્વર યહોવાને વિનંતી કરો કે અમે માર્યા ન જઈએ; કેમ કે અમારાં બધાં પાપમાં અમે [આ] ભૂંડાઈનો ઉમેરો કર્યો છે, કે અમે અમારે માટે રાજા માગ્યો.”


પણ ‘અમારો ન્યાય કરવા માટે અમને રાજા આપો.’ એમ તેઓએ કહ્યું ત્યારે તે વાતથી શમુએલને માઠું લાગ્યું. પછી શમુએલે યહોવાની પ્રાર્થના કરી.


Lean sinn:

Sanasan


Sanasan