Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 12:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને શમુએલે લોકોને કહ્યું, “બીહો નહિ; એ સર્વ ભૂંડું તમે કર્યું છે તો ખરું; તો પણ યહોવાને અનુસરવાથી આડઅવળા ફરી ન જતા, પણ તમારા પૂરા હ્રદયથી યહોવાની સેવા કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 શમુએલે જવાબ આપ્યો, “ગભરાશો નહિ; જો કે તમે આવું દુષ્કર્મ કર્યું છે તો પણ પ્રભુથી દૂર જશો નહિ, પણ તમારા પૂરા દયથી તેમની સેવા કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 શમુએલે કહ્યું, “બીહો મા, એ સર્વ દુષ્ટતા તમે કરી છે, પરંતુ ઈશ્વરની પાછળ ચાલવાથી ફરી જશો નહિ, પણ તમારા પૂર્ણ હૃદયથી તમે ઈશ્વરની સેવા કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 શમુએલે લોકોને કહ્યું, “ગભરાશો નહિ, એ વાત સાચી છે કે યહોવા વિરુદ્ધ તમે ઘોર પાપ કર્યુ છે, તેમ છતાં યહોવૅંથી વિમુખ થશો નહિ. પરંતુ સાચા અંત:કરણથી તેમની સેવા કરજો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 12:20
15 Iomraidhean Croise  

મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


હું કંઈ અધમ વસ્તુ મારી દષ્ટિમાં રાખીશ નહિ; પાછા હઠનારાના કામથી હું કંટાળું છું; [તેમની કંઈ અસર] મને થશે નહિ.


જેઓ પોતાને આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવા દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ ઉપર શાંતિ થાઓ.


જે માણસ યહોવા પર ભરોસો રાખે છે, અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તેને ધન્ય છે.


વળી તમે યહોવા તમારા ઈશ્વરની સેવા કરજો, ને તે તારા અન્‍નજળને આશીર્વાદ આપશે; અને હું તારી મધ્યેથી રોગ દૂર કરીશ.


અને બીજે દિવસે એમ થયું કે મૂસાએ લોકોને કહ્યું, “તમે મોટું પાપ કર્યું છે, મે પોતાને માટે સોનાનો દેવ બનાવ્યો છે.


તેઓ કહે છે, ‘જો પુરુષ પોતાની સ્ત્રીને કાઢી મૂકે, અને તે [સ્ત્રી] તેની પાસેથી જઈને બીજા પુરુષની [સ્ત્રી] થાય, તો શું તે તેની પાસે પાછો જાય? [જો એવું થાય] તો તે દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’ પણ તેં ઘણા આશકોની સાથે વ્યભિચાર કર્યો છે! તથાપિ મારી પાસે પાછી આવ, ” એવું યહોવા કહે છે.


જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા, ત્યારે તમારી સાથે કોલકરાર કરીને જે વચનો મેં કહ્યાં તે પ્રમાણે હું તમારી સાથે છું, ને મારો આત્મા તમારામાં રહે છે; તમે બીહો નહિ.


અને હવે, હે ઇઝરાયલ, તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખે, તેમના સર્વ માર્ગોમાં ચાલે, ને તેમના પર પ્રેમ કરે, ને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા બજાવે,


સાવચેત રહો, રખેને તમારું અંત:કરણ ઠગાઈ જાય, ને તમે ભટકી જઈને બીજાં દેવદેવીઓની સેવા કરો ને તેમને ભજો.


કેમ કે હું જાણું છું, કે મારા મરણ પછી તમે તદ્દન બગડી જશો, ને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી તમે ભટકી જશો. અને પાછલા દિવસોમાં તમારા પર દુ:ખ આવી પડશે; કેમ કે યહોવાની દષ્ટિમાં જે ભૂંડું છે તે કરીને તમારા હાથના કામથી તમે તેમને રોષ ચઢાવશો.”


માટે મૂસાના નિયમશાસ્‍ત્રના પુસ્તકમં જે જે લખેલું છે, તે સર્વ પાળવાને તથા અમલમાં લાવવાને ઘણા હિમ્મતવાન થાઓ કે, તમે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહિ;


શુદ્ધ અંત:કરણ રાખો કે, જેથી જે બાબત વિષે તમારું ભૂંડું બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય.


અને બધા લોકોએ શમુએલને કહ્યું, “ [આ] તમારા સેવકોને માટે તમારા ઈશ્વર યહોવાને વિનંતી કરો કે અમે માર્યા ન જઈએ; કેમ કે અમારાં બધાં પાપમાં અમે [આ] ભૂંડાઈનો ઉમેરો કર્યો છે, કે અમે અમારે માટે રાજા માગ્યો.”


Lean sinn:

Sanasan


Sanasan