Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 12:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તો હવે, જુઓ, તે રાજા તમારે મોખરે ચાલે છે; હું તો વૃદ્ધ થયો છું, ને માથે પળિયાં આવ્યાં છે; અને જુઓ, મારા દીકરા તમારી પાસે‌ છે. હું મારી યુવાવસ્થાથી તે આજ સુધી તમારી આગળ ચાલ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 હવે એ રાજા તમારો અગ્રેસર છે. હું તો વૃદ્ધ થયો છું અને મને માથે પળિયાં આવ્યાં છે. વળી, મારા પુત્રો તમારી સાથે છે. મારી બાલ્યાવસ્થાથી આજ સુધી તમારી સમક્ષ મેં મારું જીવન ગુજાર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જુઓ તે રાજા અહીં છે, તે તમારી આગળ ચાલે છે; હું તો વૃદ્ધ તથા નિસ્તેજ થયો છું; અને મારા દીકરા તમારી સાથે છે. હું મારી યુવાવસ્થાથી આજ દિવસ સુધી તમારી આગળ ચાલ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હવે એ રાજા તમને દોરશે; હું તો ઘરડો થયો છું અને મને પળિયાં આવ્યાં છે, પણ માંરા પુત્ર તમાંરી સૅંથે છે. હું માંરી યુવાવસ્થાથી તમાંરી સેવા કરતો આવ્યો છું,

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 12:2
17 Iomraidhean Croise  

હે ઈશ્વર, હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ! હું આવતી પેઢીને તમારું બળ જણાવું, અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.


જે તેઓની આગળ રહીને બહાર જાય ને તેઓની આગળ રહીને અંદર આવે, ને જે તેઓને બહર ચલાવે ને તેઓને અંદર લાવે, કે યહોવાના લોક પાળક વગરનાં ઘેટાંના જેવા થઈ ન જાય.”


કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું, અને મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે.


યહોવાએ ઇઝરાયલીઓને તેઓની ચારે તરફના સર્વ શત્રુઓથી વિશ્રાંતિ આપ્યા પછી ઘણે દિવસે. એટલે યહોશુઆ ઘણો વૃદ્ધ તથા વયધર થયો હતો,


ત્યારે યહોશુઆએ સર્વ ઇસ્‍ત્રાયલને તેઓના વડીલોને ને તેઓના મુખ્ય પુરુષોને, ને તેઓના ન્યાયાધીશોને, ને તેઓના અધિકારીઓને બોલાવીને તેઓને કહ્યું, “હવે હું ઘણો વૃદ્ધ તથા વયધર થયો છું;


કેમ કે મને માલૂમ છે કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કહી દેખાડયું, તે પ્રમાણે મારો માંડવો જલદી પડી જવાનો છે.


હવે એલી ઘણો વૃદ્ધ થયો હતો. અને તેના દીકરા સર્વ ઇઝરાયલની સાથે જે વર્તણૂક ચલાવતા, ને મુલાકાતમંડપના દ્વાર આગળ કામ કરનારી સ્‍ત્રીઓની સાથે કેવી રીતે કુકર્મ કરતા, તે બધું તેણે સાંભળ્યું.


તો મારો જે યજ્ઞ ને મારું જે અર્પણ [મારા] રહેઠાણમાં [કરવાની] મેં આજ્ઞા કરી છે, તેને તમે કેમ લાત મારો છો; વળી મારા ઇઝરાયલ લોકનાં સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતાં તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે?


પછી યહોવા આવીને ઊભા રહ્યા, ને પહેલાંની જેમ, “શમુએલે ઉત્તર આપ્યો, “બોલો; કેમ કે તમારો સેવક સાંભળે છે.”


કેમ કે મેં તેને કહ્યું છે કે, જે દુષ્ટતા તું જાણે છે તેને લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ, કેમ કે તારા દીકરાઓ પોતા પર શાપ લાવ્યા, છતાં તેં તેમને અડકાવ્યા નહિ.


એવામાં એલીએ શમુએલને હાંક મારી, “મારા દીકરા શમુએલ.” તેણે કહ્યું, “હું આ રહ્યો.”


શમુએલ વૃદ્ધ થયો ત્યારે એમ બન્યું કે તેણે પોતના દીકરાઓને ઇઝરાયલ પર ન્યાયાધીશ ઠરાવ્યા.


જેથી અમે પણ બીજી સર્વ પ્રજાઓના જેવા થઈએ. એટલે અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે, ને અમારી લડાઈઓ લડે.”


અને તેના દીકરા તેના માર્ગોમાં ચાલ્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા, ને તેઓએ લાંચ લઈને ન્યાયાને ઊંધો વાળ્યો.


તેઓએ તેને કહ્યું, “જુઓ, તમે વૃદ્ધ થયા છો, ને તમારા દીકરા તમારા માર્ગોમાં ચાલતા નથી; માટે બીજી સર્વ પ્રજાઓની જેમ અમારો ન્યાય કરવા મઅટે અમને રાજા ઠરાવી આપો.”


Lean sinn:

Sanasan


Sanasan