૧ શમુએલ 12:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 જો તમે યહોવાનો ભય રાખશો, તેમની સેવા કરશો, તેમની વાણી સાંભળશો, ને યહોવાની આજ્ઞા વિરુદ્ધ બંડ કરશો નહિ, અને તમે તથા જે રાજા તમારા પર રાજ કરતો હોય તે પણ, તમારા ઈશ્વર યહોવાના અનુયાયી થશો, તો [સારું] ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 તમે પ્રભુ તમારા ઈશ્વરનો ડર રાખો, તેમની સેવા કરો, એમનું સાંભળો અને તેમની આજ્ઞાઓ પાળો. તમે અને તમારો રાજા તેમને અનુસરો તો તમારું કલ્યાણ થશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જો તમે ઈશ્વરનો ભય રાખશો, તેની સેવા કરશો, તેની વાણી સાંભળશો અને ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધ બંડ નહિ કરો, ત્યારે તમે તથા જે રાજા તમારા ઉપર રાજ કરતો હોય તે પણ તમારા પ્રભુ ઈશ્વરનો અનુયાયી થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 જો તમે તમાંરા દેવ યહોવૅંથી ડરીને ચાલશો, તેની સેવા કરશો, તેની આજ્ઞાનું પાલન કરશો તેનો વિરોધ કરશો નહિ, તમે અને તમાંરો રાજા તેને અનુસરશો તો તમને આંચ પણ નહિ આવે. Faic an caibideil |
અને તે પ્રબોધકને અથવા તે સ્વપ્નખોરને મારી નાખવો; કેમ કે યહોવા તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, ને જેમણે બંદીખાનામાથી તને છોડાવ્યો, તેમની વિરુદ્ધ બંડખોર વાત તે બોલ્યો છે, એ માટે કે જે માર્ગમાં ચાલવાની યહોવા તારા ઈશ્વરે તને આ કરી છે તેમાંથી તે તને ભમાવી દે. એવી રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.