૧ શમુએલ 11:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેણે બળદની એક જોડ લઈ કાપીને તેના ટુકડા કર્યા, ને સંદેશિયાઓનિ મારફતે ઇઝરાયલની સર્વ સીમોમાં તે મોકલીને કહેવડાવ્યું, “જે કોઈ શાઉલ તથા શમુએલની પાછળ નહિ આવે તેના બળદોને એમ કરવામાં આવશે.” અને લોકોને યહોવાનો ભય લાગ્યો, ને એક મતે તેઓ નીકળી આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તેણે બે બળદો લઇને તેમના ટુકડા કર્યા અને આવો સંદેશો લઈને ટુકડાઓ સાથે સંદેશકો મોકલ્યા, “જે કોઈ શાઉલ અને શમુએલની સાથે લડાઈમાં નહિ જાય તેમના બળદોની આવી દશા થશે.” ઇઝરાયલના લોકોને પ્રભુનો ભય લાગ્યો અને તેઓ સૌ એક મનના થઈને આવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેણે બળદની એક જોડ લઈને તેને કાપીને ટુકડાં કર્યા અને તેઓને સંદેશાવાહકો દ્વારા ઇઝરાયલના સર્વ પ્રદેશોમાં મોકલી આપ્યાં. તેણે કહ્યું, “જે કોઈ શાઉલની પાછળ તથા શમુએલની પાછળ આવશે નહિ તો તેના બળદોના હાલ આવા કરવામાં આવશે.” પછી લોકોને ઈશ્વરનો ભય લાગ્યો અને તેઓ એકમતે નીકળી આવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તેણે બળદની એક જોડ લઈને તેમને કાપી કાપીને ટૂકડા કરી નાખ્યા. અને એ ટૂકડા સાથે સમગ્ર ઇસ્રાએલમાં કાસદો મોકલી તેણે એવો સંદેશો કહેવડાવ્યો કે, “જે કોઈ શાઉલ તથા શમુએલની પાછળ નહિ આવે તેના બળદના આ હાલ થશે.” એટલે લોકોને યહોવાનો ભય લાગ્યો, ને એક મતે તેઓ સૌ નીકળી પડયા. Faic an caibideil |