Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 11:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 શાઉલે એ વચનો સાંભળ્યા, ત્યારે તેના પર ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત આવ્યો, ને તે ઘણો ક્રોધાયમાન થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 એ સાંભળતાં ઈશ્વરના આત્માએ શાઉલનો એકાએક કબજો લીધો અને તેને ખૂબ ઝનૂન ચઢી આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓએ જે કહ્યું તે જયારે શાઉલે સાંભળ્યું, ત્યારે ઈશ્વરનો આત્મા સામર્થ્ય સહિત તેના પર આવ્યો અને તે ઘણો ક્રોધાયમાન થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 શાઉલે એ વાત સાંભળી, ત્યારે શાઉલમાં દેવનો આત્માં મહાશકિત સહિત આવ્યો, અને તેનો ક્રોધ ભભૂકી ઊઠયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 11:6
14 Iomraidhean Croise  

અને એમ થયું કે તે છાવણી આગળ પહોંચ્યા ત્યારે તેણે વાછરડું તથા નાચ જોયાં; ત્યારે મૂસાનો ક્રોધ તપી ઊઠયો, ને તેણે પોતાના હાથમાંથી પાટીઓ ફેંકી દીધી, તેથી તે પર્વતની હેઠળ ભાંગી ગિઇ.


હવે તે માણસ મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર હતો.


અને તેઓનાં હ્રદયની કઠણતાને લીધે તે દુ:ખી થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓ તરફ જોઈને તે માણસને કહે છે, “તારો હાથ લાંબો કર.” અને તેણે તે લાંબો કર્યો; ને તેનો હાથ સાજો થયો.


ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.


ત્યારે યહોવાનો આત્મા યિફતા પર આવ્યો, અને તે ગિલ્યાદ તથા મનાશ્શામાં થઈને ગયો, ને ગિલ્યાદના મિસ્પમાં થઈને ગયો, ને ગિલ્યાદના મિસ્પામાંથી આમ્‍મોનપુત્રોની પાસે ગયો.


અને સોરા તથા એશ્તાઓલની વચ્ચે માહનેહ-દાનમાં યહોવાનો આત્મા તેને પ્રેરણા કરવા લાગ્યો.


એ વખતે યહોવાનો આત્મા પરાક્રમસહિત તેના પર આવ્યો, ને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે એને ચીરી નાખ્યો, ને તેના હાથમાં કંઈ [પણ] ન હતું. પણ તેણે જે કામ કર્યું હતું તેની ખબર તેણે પોતાનાં માતાપિતાને આપી નહિ. ન હતું. પણ તેણે જે કામ કર્યું હતું તેની ખબર તેણે પોતાનાં માતાપિતાને આપી નહિ.


જ્યારે તે લેહીમાં પહોંચ્યો ત્યારે પલિસ્તીઓએ તેને જોઈને [હર્ષનો] પોકાર કર્યો. અને યહોવાનો આત્મા તેના પર પરાક્રમસહિત આવ્યો, અને તેને હાથે જે દોરડાં બાંધેલાં હતાં તે અગ્નિમાં બળેલા શણના જેવાં થઈ ગયાં, ને તેના હાથ પરથી તેનાં બંધન ખરી પડ્યાં.


અને યહોવાનો આત્મા તેના પર આવ્યો, ને તેણે ઇઝરાયલનો ન્યાય કર્યો. અને તે લડાઈ કરવા લાગ્યો, ને યહોવાએ અરામના રાજા કૂશાન-રિશાથાઇમને તેના હાથમાં સોંપ્યો. અને તેને હાથે કૂશાન-રિશાથાઈમનો પરાજય થયો.


પણ યહોવાનો આત્મા ગિદિયોન પર આવ્યો. અને તેણે રણશિંગડું વગાડ્યું, ત્યારે અબીએઝેર [ના માણસો] તેની પાછળ આવવાને એક્‍ત્ર થયા.


જ્યારે તેઓ પર્વત પાસે આવ્યા ત્યારે, જુઓ, પ્રબોધકોની મંડળી તેને મળી. અને ઈશ્વરનો આત્મા પરાક્રમસહિત તેના પર આવ્યો, ને તે તેઓની મધ્યે પ્રબોધ કરવા લાગ્યો.


એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તારા પર આવશે, ને તેઓની સાથે તું પણ પ્રબોધ કરશે, ને તું બદલાઈને જુદો જ માણસ થઈ જશે.


ત્યારે શમુએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો. અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો, પછી શમુએલ ઊઠીને રામામાં ગયો.


હવે યહોવાનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો, ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan