Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 11:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્યારે નાહાશ આમ્મોનીએ તેઓને કહ્યું, “હું આ શરતે તમારી સાથે કરાર કરું કે, તમ સર્વની જમણી આંખો ફોડી નાખવામાં આવે; અને એમ હું આખા ઇઝરાયલને નામોશી લગાડું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પણ નાહાશે તેમને કહ્યું, “તમારા બધાની જમણી આંખ ફોડી નાખવામાં આવે અને એમ સમસ્ત ઇઝરાયલ પર કલંક લાગે, એ શરતે હું તમારી સાથે કરાર કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 નાહાશ આમ્મોનીએ જવાબ આપ્યો, “એક શરતથી હું તમારી સાથે સુલેહ કરીશ કે, તમારા બધાની જમણી આંખો ફોડી નાખવામાં આવે, એ રીતે સર્વ ઇઝરાયલીઓ પર કલંક લગાડું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 એટલે નાહાશે કહ્યું, “હું એક જ શરતે તમાંરી સાથે સંધિ કરું; હું તમાંરી બધાની જમણી આંખ કોતરી કાઢું અને સમગ્ર ઇસ્રાએલીની નામોશી કરું.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 11:2
11 Iomraidhean Croise  

અને તેઓએ તેઓને કહ્યું, “જે માણસની સુન્‍નત ન થઈ હોય તેને અમારી બહેન આપવી એ કામ અમે કરી નથી શકતા, કેમ કે તેથી અમારું અપમાન થાય.


તમારે હિઝકિયાનું સાંભળવું નહિ; કેમ કે આશૂરનો રાજા કહે છે કે, મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો. અને જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા પોતાના દેશ જેવો ધાન્ય તથા દ્રક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષવાડીઓનો, જૈતતેલનો તથા મધનો દેશ છે અને જ્યાં તમે જીવતા રહોને માર્યા ન જાઓ, ત્યાં તમને લઈ જઉં નહિ,


તમે અમને અમારા પડોશીઓની આગળ મહેણારૂપ, તથા આસપાસ રહેનારાઓની આગળ તિરસ્કાર તથા મશ્કરીરૂપ કરો છો.


વળી તેણે કહ્યું, “હું તારા પિતાનો ઈશ્વર, ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું” અને મૂસાએ પોતાનું મુખ સંતાડયું; કેમ કે ઈશ્વરની તરફ જોતાં તે બીધો.


નેકીવાન માણસ પોતાના પશુના જીવની દરકાર રાખે છે; પણ દુષ્ટની દયા ક્રૂરતા સમાન છે.


અને તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, ને તેને બાબિલમાં લઈ જવા માટે તેના પગમાં બેડીઓ નાખી.


વળી તું અમને દૂધમધની રેલછેલવાળા દેશમાં નથી લાવ્યો; અને તેં અમને ખેતરોનો તથા દ્રાક્ષાવાડીઓનો વારસો નથી આપ્યો શું તું આ માણસોની આંખો ફોડી નાખીશ? અમે ત્યાં આવનાર નથી.”


ત્યારે પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી; અને તેઓએ તેને ગાઝામાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી. અને તે બંદીખાનામાં દળતો હતો.


માટે યાબેશના માણસોએ કહ્યું, “કાલે અમે તમારી પાસે બહાર આવીશું, ને તમારી દષ્ટિમાં જે કંઈ સારું લાગે તે અમને કરજો.”


અને આમ્મોનપુત્રોનો રાજા નાહાશ તમારા પર ચઢી આવ્યો એ તમે જોયું ત્યારે, યહોવા તમારા ઈશ્વર તમારા રાજા હતા, તે છતાં તમે મને કહ્યું, ‘એમ નહિ, પણ અમારા પર તો એક રાજા અધિકાર ચલાવે.’


અને દાઉદે પાસે ઊભેલા માણસોને પૂછ્યું, “જે માણસ આ પલિસ્તીને મારી નાખે, ને ઇઝરાયલનું મહેણું દૂર કરે, તેને શું મળશે? કેમ કે આ બેસુન્‍નત પલિસ્તી કોણ કે તે જીવતા ઈશ્વરનાં સૈન્યનો તિરસ્કાર કરે?”


Lean sinn:

Sanasan


Sanasan