Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 11:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 સવારે એમ થયું કે શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ કરી; અને સવારના પહોરમાં તેઓએ છવણીમાં પેસી જઈને મધ્યાહન થતાં સુધી આમ્મોનીઓને માર્યા. અને એમ થયું કે જેઓ બચી ગયા તેઓ એવા વિખેરાઈ ગયા કે કોઈ ઠેકાણે બ જણ ભેગા મળે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 બીજે દિવસે સવારે શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ પાડી અને વહેલી સવારે શત્રુની છાવણીમાં ધૂસી જઈ આમ્મોનીઓ પર હુમલો કર્યો. બપોર સુધી તેમણે તેમની ક્તલ કરી. બાકી રહી ગયેલા આમતેમ એકલાઅટૂલા ભાગી છૂટયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 બીજે દિવસે શાઉલે લોકોનાં ત્રણ જૂથ પાડ્યાં. સવારના સમયે તેઓ છાવણીના મધ્ય ભાગમાં આવ્યા, તેઓએ આમ્મોનીઓ પર હુમલો કરીને તડકો ચઢતાં સુધી તેઓને પરાજિત કર્યા. જેઓ બચી રહ્યા તેઓ એવા વિખરાઈ ગયા કે કોઈ જગ્યાએ તેઓમાંના બે એકસાથે ભેગા થઈ શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 બીજે દિવસે સવારે શાઉલે લશ્કરને ત્રણ ટુકડીમાં વહેંચી નાખ્યું. અને પરોઢ થતાં તેઓ દુશ્મનની છાવણીમાં ધસી ગયા અને બપોર થતાં સુધી આમ્મોનીઓની હત્યા કરી. જે લોકો બચી ગયા તેઓ એવા તો વેરવિખેર થઈ ગયા કે, બે જણ પણ ભેગા ન રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 11:11
14 Iomraidhean Croise  

અને તે જગાનું નામ ઇબ્રાહિમે યહોવા યિરેહ પાડયું; જેમ આજ સુધી કહેવાય છે તેમ કે, યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે.


દાઉદે ત્રીજા ભાગના લોકોને યોઆબના હાથ નીચે, ત્રીજા ભાગને યોઆબના ભાઈ એટલે સરુયાના દિકરા અબિષાયના હાથ નીચે, ને ત્રીજા ભાગને ઇત્તાય ગિત્તીના હાથ નીચે મોકલ્યા. અને રાજાએ લોકોને કહ્યું, “હું પોતે પણ નક્કી તમારી સાથે ચાલી નીકળીશ.”


ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.


અને એમ થયું કે સવારના પહોરમાં યહોવાએ અગ્નિ તથા મેઘસ્તંભમાંથી મિસરીઓના સૈન્ય ઉપર નજર કરીને મિસરીઓના સૈન્યનો પરાજય કર્યો.


કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. અને જે માપથી તમે માપી આપો છો, તેથી જ તમને માપી આપવામાં આવશે.


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.


ત્યારે અદોની બેઝેકે કહ્યું, “હાથના તથા પગના અંગૂઠા કાપી નંખાયેલા એવા સિત્તેર રાજાઓ મારી મેજ નીચેથી [ટુકડા] વીણી ખાતા હતા. જેવું મેં કર્યું છે, તેવો જ બદલો ઈશ્વર મને આપ્યો છે.” અને તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા, ને ત્યાં તે મરી ગયો.


પણ વિદેશીઓના હરોશેથ સુધી, બારાક તે રથોની તથા સૈન્યની પાછળ પડ્યો; અને સીસરાનું આખું સૈન્ય તરવારથી પડ્યું; એક પણ માણસ બચ્યું નહિ.


અને તે ત્રણસો માણસોની તેણે ત્રણ ટુકડીઓ કરી, ને તે સર્વના હાથમાં તેણે રણશિંગડાં તથા ખાલી ઘડા તથા ઘડામાં દીવા આપ્યાં.


પછી ત્રણે ટુકડીઓએ રણશિંગડાં વગાડ્યાં, તથા ઘડા ફોડી નાખ્યા, ને ડાબે હાથે દીવા પકડ્યા, ને જમણા હાથમાં વગાડવાનાં રણશિંગડાં લીધાં. અને તેઓએ એવો લલકાર કર્યો કે ‘યહોવાની તથા ગિદિયોનની તરવારની જે!”


ત્યારે લોકોને લઈને તેઓની ત્રણ ટોળીઓ કરીને મેદાનમાં તે સંતાઈ રહ્યો. તેણે જોયું, તો નગરમાંથી લોકો આવતા હતા; અને તેણે તેઓ પર હલ્‍લો કરીને તેઓને મારી નાખ્યા.


ત્યારે નાહાશ આમ્મોનીએ તેઓને કહ્યું, “હું આ શરતે તમારી સાથે કરાર કરું કે, તમ સર્વની જમણી આંખો ફોડી નાખવામાં આવે; અને એમ હું આખા ઇઝરાયલને નામોશી લગાડું.”


હવે ઇઝરાયલ પર રાજપદ ધારણ કર્યા પછી શાઉલ તેની ચારે તરફના સર્વ શત્રુઓની સાથે, એટલે મોઆબની સાથે, આમ્‍મોનપુત્રોની સાથે, અદોમની સાથે, સોબાના રાજાઓની સાથે તથા પલિસ્તીઓની સાથે લડ્યો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan