Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 10:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જ્યારે આ ચિહ્ન તને મળે ત્યારે એમ થાય કે તારે પ્રસંગનુસાર વર્તવું; કેમ કે ઈશ્વર તારી સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 આ ચિહ્નો પ્રમાણે બધું બને ત્યારે તને સૂઝે એ રીતે વર્તન કરજે, કારણ, ઈશ્વર તારી સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હવે, જયારે તને આ ચિહ્ન મળે, ત્યારે તારે પ્રસંગાનુસાર વર્તવું, કેમ કે ઈશ્વર તારી સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જ્યારે આ બધી ઘટનાઓ બને ત્યારે તને જે સૂઝે તે તારે કરવું. કારણ, તને દેવનો સાથ હશે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 10:7
20 Iomraidhean Croise  

અને ઈશ્વરે તે છોકરાની સાથે હતા, ને તે મોટો થયો; અને તે અરણ્યમાં રહીને તીરંદાજ થયો.


નાથાને રાજાને કહ્યું, “તમારા મનમાં જે કંઈ હોય તે સર્વ કરો. કેમ કે યહોવા તમારી સાથે છે.”


જો મારું ધન ઘણું હોવાને લીધે, તથા મારે હાથે ઘણું મેળવ્યું તેને લીધે હું કદી હરખાયો હોઉં;


અને જો તેઓ તારું કહેવું નહિ માને તથા પહેલા ચિહ્નની વાણી નહિ સાંભળે, તો એવું થશે કે બીજા ચિહ્નની વાણી ઉપર તેમને ભરોસો આવશે.


જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે.


“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને લૂગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો.”


માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું, “જે પ્રબોધક જગતમાં આવનાર છે, તે ખરેખર આ જ છે.”


જ્યારે તું તારા શત્રુઓની સામે લડવા જાય, ને ઘોડાઓને તથા રથોને તથા તારા કરતાં વધારે લોકોને જુએ, ત્યારે તેઓથી તું બીશ નહિ; કેમ કે યહોવા તારા ઈશ્વર જે તને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, તે તારી સાથે છે.


તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેમણે કહ્યું છે. “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”


તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો, તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહિ; ને મૂકી દઈશ નહિ.


શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્‍મતવાન થા. ભયભીત ન થા, ને ગભરાતો નહિ; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.”


અને યહોવાના દૂતે તેને દર્શન આપીને કહ્યું, “પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે.”


અને એમ થાય કે સવારે સૂર્ય ઊગતાં જ, તું વહેલો ઊઠીને નગર પર હુમલો કર. જ્યારે તે તથા તેની સાથેના લોક તારી સામે બહાર ધસી આવે, ત્યારે જેવો તને પ્રસંગ મળે તે પ્રમાણે તેમને કરજે.”


અને આ તારે માટે ચિહ્નરૂપ થશે, જે તારા બે દીકરા હોફની તથા ફીનહાસ પર આવશે; એટલે કે તે બન્‍ને એક જ દિવસે મરણ પામશે.


જો મારા પિતાની મરજી તને હાનિ પહોંચાડવાની હોય, તો જો હું તને ખબર ન આપું, ને શાંતિથી ચાલ્યા જવા માટે તને વિદાય ન કરું, તો યહોવા આ યોનાથાનને એવું ને એથી પણ વધારે વિતાડો. અને જેમ યહોવા મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે હો.


શમુએલ મોટો થયો, ને યહોવા તેની સાથે હતા, તે પ્રભુનું એકે વચન નિષ્ફળ જવા દેતો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan