૧ શમુએલ 10:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ત્યાર પછી ઈશ્વરનો પર્વત જ્યાં પલિસ્તીઓનું થાણું છે, ત્યાં તું આવશે; અને એમ થશે કે તું ત્યાં નગર પાસે પહોંચશે ત્યારે આગળ સિતાર, ડફ, વાંસણી ને વીણા વગાડનારા સહિત, પ્રબોધકોની એક મંડળી, ઉચ્ચસ્થાનેથી ઊતરતી તેની સામી મળશે, અને તેઓ પ્રબોધ કરતા માલૂમ પડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 પછી તું ગિબ્યામાં ઈશ્વરના પર્વતે જઈશ. જ્યાં પલિસ્તીઓની છાવણી હશે. નગરના પ્રવેશદ્વારે તને સિતાર, ડફ, વાંસળી અને વીણા વગાડતા અને પર્વત પરની વેદી પરથી ઊતરી આવતા સંદેશવાહકોની એક ટોળી મળશે. તેઓ ગાનતાનમાં તલ્લીન હશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ત્યાર પછી, તું જ્યાં પલિસ્તીઓની છાવણી છે, ત્યાં ઈશ્વરના પર્વત પાસે આવશે. જયારે તું ત્યાં નગર પાસે પહોંચશે, ત્યારે પ્રબોધકોની એક ટોળી, તેની આગળ સિતાર, ખંજરી, વાંસળી, વીણા વગાડનારા સહિત ઉચ્ચસ્થાનથી ઊતરતી તને મળશે; તેઓ પ્રબોધ કરતા હશે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 ત્યારબાદ તારે ‘ગિબેય ઇલોહિમ’ જવુ જયાં પલિસ્તી કિલ્લો છે, ત્યાં તને ઢોલ, શરણાઈ, વીણા અને વાંસળી વગાડતા ઉપાસનાસ્થાનેથી ઊતરતા પ્રબોધકોનો સંઘ મળશે, અને તેઓ પ્રબોધ કરતા ખબર પડશે, Faic an caibideil |