Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 10:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પછી તું ત્યાંથી આગળ ચાલતાં તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે, ત્યાં એક જણ બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકી જતો, એક જણ ત્રણ રોટલી ઊંચકી જતો, ને એક જણ દ્રાક્ષારસની કૂંડી ઊંચકી જતો, એવા ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ત્યાંથી તું આગળ તાબોરના પવિત્ર એલોનવૃક્ષ સુધી જઈશ અને ત્યાં તને બેથેલમાં ઈશ્વરને અર્પણ ચઢાવવા જતા ત્રણ માણસો મળશે. એમાંના એકની પાસે બકરીના ત્રણ બચ્ચાં, બીજાની પાસે ત્રણ રોટલી અને ત્રીજાની પાસે દ્રાક્ષાસવ ભરેલી ચામડાની મશક હશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી ત્યાંથી આગળ ચાલતા, તું તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે. ત્યાં ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે. તેમાંના એકે બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકેલા હશે, બીજા પાસે ત્રણ રોટલી હશે. અને ત્રીજાએ દ્રાક્ષાસવની કુંડી ઊંચકેલી હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 શમુએલ કહ્યું, “પછી ત્યાંથી તું તાબોરના મોટા ઓક વૃક્ષ સુધી ચાલ્યો જજે. ત્યાં જતાં તને યહોવાની ઉપાસના કરવા જતા ત્રણ માંણસો મળશે. તેઓ આ વસ્તુઓ લઇ જતા હશે: પહેલા જુવાને બકરીઓ ઉપાડેલી હશે, બીજાએ ત્રણ રોટલા ઉપાડ્યા હશે અને ત્રીજાએ દ્રાક્ષારસની એક શીશી ઉપાડેલી હશે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 10:3
22 Iomraidhean Croise  

અને તેણે તે જગાનું નામ બેથેલ પાડયું! પણ પહેલાં તે નગરનું નામ લૂઝ હતું.


અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે, તે ઈશ્વરનું ઘર થશે; અને જે તમે મને આપશો તે સર્વનો દશાંશ હું તમને ખચીત આપીશ.”


અને ઈશ્વરે યાકૂબને કહ્યું, “ઊઠ, બેથેલમાં જા, ને ત્યાં રહે; અને તું તારા ભાઈ એસાવની આગળથી નાઠો હતો, ત્યારે જે ઈશ્વરે તને દર્શન આપ્યું હતું, તેને માટે ત્યાં તું વેદી બાંધ.”


અને આપણે ઊઠીને બેથેલ જઈએ; અને જે ઈશ્વરે મારા દુ:ખના દિવસે મારું સાંભળ્યું, ને જે રસ્તે હું ચાલ્યો તેમાં જે મારી સાથે રહ્યા, તેમને માટે ત્યાં હું વેદી બાંધીશ.”


ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયેલાં છે; તાબોર અને હેર્મોન તમારે નામે હર્ષનાદ કરે છે.


યહોવાના વચન પ્રમાણે મારા કાકાના પુત્ર હનામેલે ચોકીમાં મારી પાસે આવીને કહ્યું, ‘બિન્યામીનના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે; કેમ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક તારો છે. તે તારે પોતાને માટે વેચાતું લે.’ ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાનું વચન છે.


અને જો દહનીયાર્પણને માટે તેનું અર્પણ ટોળામાંથી એટલે ઘેટાંમાંથી કે બકરામાંથી હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે.


અને તેને માટે તેલમાં મોહેલા બે દશાંશ [એફાહ] મેંદાના ખાદ્યાર્પણનો સુવાસિત હોમયજ્ઞ યહોવાને ચઢાવવોલ અને તેની સાથે પા હિન દ્રાક્ષારસનું પેયાર્પણ કરવું.


અને જો તેનું અર્પણ બકરાનું હોય તો તે યહોવાને ચઢાવે;


અને જો યહોવાની આગળ શાંત્યર્પણના યજ્ઞને માટે તેનું અર્પણ ઘેટાબકરાનું હોય, પછી તે નર હોય કે નારી હોય, તો પણ તે ખોડખાંપણ વગરનું ચઢાવે.


આભારસ્તુતિને અર્થે પોતાનાં શાંત્યર્પણોના યજ્ઞ સાથે ખમીરી રોટલીની પોળીઓનું અર્પણ તે ચઢાવે.


અને સારીદથિઓઇ પૂર્વ બાજુએ વળીને સૂર્યોદય તરફ કિસ્લોથ-તાબોરની સરહદ સુધી ગઈ; અને ત્યાંથી નીકળીને દાબરાથ આગળ આવીને યાફીઆ સુધી ઉપર ગઈ;


અને તે સીમા તાબોર ને શાહસુમા ને બેથ-શેમેશ સુધી પહોંચી; અને તેઓની સીમાનો છેડો યર્દનની પાસે હતો; સોળ નગરો તેઓનાં ગામો સહિત.


ઇઝરાયલપુત્રો ઊઠીને બેથેલ ગયા, ને ઈશ્વરની સલાહ પૂછી; અને તેઓએ કહ્યું, “બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા માટે અમારા તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” યહોવાએ કહ્યું, “યહૂદા પહેલો [જાય].”


(અને ઇઝરાયલી લોકો યહોવાની હજૂરમાં જઈને સાંજ સુધી રડ્યા. તેઓએ યહોવાની સલાહ પૂછી, “શું હું મારાભાઈ બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા ફરીથી જાઉં?” અને યહોવાએ કહ્યું, “તેની સામે ચઢાઈ કર.”)


પછી ઇઝરાયલી લોકોએ યહોવાની સલાહ પૂછી, (કેમ તે વખતે ઈશ્વરનો કરારકોશ ત્યાં હતો,


અને સીસરાને કોઈએ ખબર આપી, “અબીનોઆમનો દીકરો બારાક તાબોર પર્વત પર ગયો છે.”


તેણે કેદેશ-નફતાલીથી અબીનો-આમના દીકરા બારાકને બોલાવી મંગાવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાએ શું [તને] એવી આ અપી નથી કે તું તાબોર પર્વતની પાસે ચાલ્યો ને નફતાલીપુત્રોમાંથી તથા ઝબુલોનપુત્રોમાંથી દશ હજાર પુરુષને તારી સાથે લે?


ત્યાર પછી તેણે ઝેબા તથા સાલ્મુન્‍નાને કહ્યું, “તાબોરમાં જે લોકોને તમે કતલ કર્યા, તે કેવા માણસો હતા?” તેઓએ ઉત્તર આપ્‍યો, “જેવો તું છે તેવા તેઓ હતા. પ્રત્યેક જણ રાજકુંવર જેવો હતો.”


તેઓ તને પ્રણામ કરીને બે રોટલી આપશે, તે તું તેઓના હાથમાંથી લેશે.


Lean sinn:

Sanasan


Sanasan