Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 10:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી શમુએલે તેલની કુપ્‍પી લઈને તેમાંથી શાઉલના માથા પર તેલ રેડ્યું, ને તેને ચુંબન કરીને કહ્યું, “શુમ યહોવાએ પોતાના વતન પર અધિકારી થવા માટે તને અભિષિક્ત કર્યો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પછી શમુએલે તેની શીશી લઈને શાઉલના માથા પર તેલ રેડયું અને તેને ચુંબન કરતાં કહ્યું, “પ્રભુએ પોતાના ઇઝરાયલી લોકો પર રાજા તરીકે તારો અભિષેક કર્યો છે. તું પ્રભુના લોક પર રાજ કરીશ અને તેમને તેમના સર્વ શત્રુઓથી બચાવીશ. ઈશ્વરે પોતાના લોકો પર તને રાજા તરીકે પસંદ કર્યો છે તેનો આ પુરાવો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી શમુએલે તેલની કુપ્પી લઈને તેમાંનું તેલ, શાઉલના માથા ઉપર રેડયું અને તેને ચુંબન કર્યું. પછી કહ્યું, “શું ઈશ્વરે પોતાના વારસા પર અધિકારી થવા સારુ તને અભિષિક્ત કર્યો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી શમુએલે તેલની શીશી લઈને શાઉલના માંથા ઉપર રેડી અને તેને ચુંબન કર્યું. શમુએલે કહ્યું, “યહોવાએ તને ઇસ્રાએલી પ્રજાના રાજા તરીકે અભિષિકત કર્યો છે. તું યહોવાના લોકો પર શાસન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 10:1
38 Iomraidhean Croise  

દાઉદે તેને કહ્યું, “યહોવાના અભિષિક્તને મારી નાખવા માટે તારો હાથ ઉગામતાં તું કેમ ડર્યો નહિ?”


અને સર્વ લોકો યર્દન પાર ઊતર્યા, પછી રાજા ઊતર્યો. ત્યારે રાજાએ બાર્ઝિલ્લાયને ચુંબન કર્યુ, ને તેને આશીર્વાદ આપ્યો; અને તે પાછો પોતાને સ્થળે ગયો.


જેઓ ઇઝરાયલમાં શાંતિપ્રિય તથા વિશ્વાસુ છે તેઓમાંની હું પણ એક છું. તમે ઇઝરાયલમાં એક નગરનો તથા એક માતાનો નાશ કરવાની પેરવી કરો છો. યહોવાના વારસાને તમે શા માટે નાશ કરવા માગો છો?”


ગતકાળમાં શાઉલ રાજા અમારા પર રાજ કરતા હતા, ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તે તમે જ હતા; અને યહોવાએ તમને કહ્યું હતું, ‘તું મારા લોક ઇઝરાયલને પાળશે, ને તું ઇઝરાયલ પર અધિપતિ થશે.’”


ત્યાં સદોક યાજક તથા નાથાન પ્રબોધક તેને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કરે અને તમે રણશિંગડું વગાડીને કહેજો, ‘ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરો.’


તોપણ હું મારે માટે ઇઝરાયલમાં એવા સાત હજારને બચાવીશ કે જે સર્વના ઘૂંટણ બાલની આગળ કદી નમ્યાં નથી, ને જેઓમાંના કોઈના મુખે તેને ચુંબન કર્યું નથી”


“તું પાછો જઈને મારા લોકના અધિકારી હિઝકિયાને કહે કે, ’તારા પિતા દાઉદના ઈશ્વર યહોવા એમ કહે છે કે, મેં તારી પ્રાર્થના સાંભળી છે, તારાં આંસુ મેં જોયા છે. જો, હું તને સાજો કરીશ. અને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચઢી જશે.


એલિશા પ્રબોધકે પ્રબોધકોના પુત્રોમાંના એકને બોલાવીને તેને કહ્યું, “તારી કમર બાંધ, ને તારા હાથમાં આ તેલની સીસી લઈને રામોથ-ગિલ્યાદ જા.


તેઓએ તેને કહ્યું, “એ બધું ઠીક છે. ખરી વાત અમને કહે.” પછી તેણે તેઓને કહ્યું, ”એણે મને આમ આમ કહ્યું, એટલે કે યહોવા આમ કહે છે કે, મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.”


યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, તેમણે ઇઝરાયલને પોતાની ખાસ મિલકત થવા માટે [પસંદ કર્યો છે].


પુત્રને ચુંબન કરો, રખેને તેમને‍‍ રોષ ચઢે, અને તમે રસ્તામાં નાશ પામો, કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠશે. જેઓ તેમના પર ભરોસો રાખે છે, તે બધાને ધન્ય છે!


દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો ત્યાંથી તેમના લોક યાકૂબ [નાં સંતાન] નું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.


“તું તારી પાસે મુખ્ય સુગંધીઓ પણ લે, અડધો ભાગ એટલે અઢીસો શેકેલ સુગંધીદાર તજ, ને અઢીસો શેકેલ સુગંધીદાર બરુ,


યાકૂબનો હિસ્સો તેમના જેવો નથી, કેમ કે તે સર્વના બનાવનાર છે; અને ઇઝરાયલ તેમના વારસાની કોમ છે: તેમનુમ નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.


આવી રીતે મેં સોનારૂપાથી તને શણગારી હતી; અને તારો પોશાક ઝીણા શણનો તથા રેશમનો તથા બુટ્ટાદાર ભરતકામનો હતો. તું મેંદો, મધ તથા તેલ ખાતી હતી. તું અતિશય સુંદર હતી, ને તું આબાદ થઈને તને રાજપદવી મળી.


હવે તેઓ અધિકાધિક પાપ કર્યે જાય છે, તેઓએ પોતાને માટે પોતાના રૂપાનાં ઢાળેલાં પૂતળાં, એટલે પોતાની અક્કલ પ્રમાણે મૂર્તિઓ બનાવી છે, એ બધું કારીગરના હાથનું કામ છે. તેઓ તેમના વિષે કહે છે, ‘બલિદાન આપનારા માણસો, તમે વાછરડાઓને ચુંબન કરો.’


ત્યાર પછી તેઓએ રાજા માગ્યો. ત્યારે ઈશ્વરે ચાળીસ વરસ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને [રાજા તરીકે] આપ્યો.


કેમ કે યહોવાનો હિસ્સો તે તેમના લોક છે; યાકૂબ તેમના વારસાનો ભાગ છે.


પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને ક્ષેમકુશળ કહેજો.


કેમ કે જેમને અર્થે બધું છે તથા જેમનાથી બધાં [ઉત્પન્‍ન] થયાં છે, તેમને એ ઘટિત હતું કે, તે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતાં તેઓના તારણના અધિકારીને દુ:ખદ્વારા પરિપૂર્ણ કરે.


અને જ્યારે તેણે તે ઓળિયું લીધું, ત્યારે પ્રાણી તથા ચોવીસ વડીલો હલવાનને પગે પડ્યાં; અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલાં સોનાનાં પ્યાલાં હતાં, એ [ધૂપ] સંતોની પ્રાર્થનાઓ છે.


હું આ રહ્યો:શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? અથવા મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? અથવા મેં કોઈને ઠગ્યો છે? મેં કોઈના પર જુલમ કર્યો છે? અથવા મારી આંખે પાટો બાંધવાને મેં કોઈની પાસેથી લાંચ લીધી છે? એમ હોય તો યહોવાની સમક્ષ તથા તેના અભિષિક્તની આગળ મારી વિરુદ્ધ સાક્ષી પૂરો, અને તે હું તમને પાછું આપીશ.”


પણ હવે તારું રાજ્ય કાયમ રહેશે નહિ; યહોવાએ પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે, ને યહોવાએ પોતાના લોક પર અધિકારી તરીકે તેની નિમણૂક કરી છે; કેમ કે યહોવાએ તને જે આજ્ઞા આપી તે તેં પાળી નથી.”


શમુએલે શાઉલને કહ્યું “યહોવાએ પોતાના લોક પર એટલે ઇઝરાયલ પર રાજા થવા માટે તને અભિષિક્ત કરવાને મને મોકલ્યો હતો; માટે હવે યહોવાનાં વચન સાંભળ.


શમુએલે કહ્યું, “તું તારી દષ્ટિમાં તુચ્છ જેવો હતો, તોપણ તને ઇઝરાયલનાં કુળોનો સર્વોપરી બનાવવામાં આવ્યો નહિ શું? અને યહોવાએ તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો,


અને યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને ઇઝરાયલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને માટે શોક કરશે? તારું શિંગ તેલથી ભરીને જા, યિશાઈ બેથલેહેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે માટે રાજા નિર્માણ કરી રાખ્યો છે.”


ત્યારે શમુએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો. અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો, પછી શમુએલ ઊઠીને રામામાં ગયો.


યહોવાની સામે ટક્‍કર લેનારાઓના ટુકડે ટુકડા કરી નંખાશે; તેમની સામે આકાશમાંથી તે ગર્જના કરશે; યહોવા પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે; તે પોતાના રાજાને બળ આપશે. અને પોતાના અભિષિક્તનું શિંગ ઊંચું કરશે.”


તેણે પોતાના માણસોને કહ્યું, “મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને મારા મુરબ્બી એટલે યહોવાના અભિષિક્ત પ્રત્યે હું એવું કામ કરું, એવું યહોવા ન થવા દો, કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે.”


યહોવા એવું ન થવા દો કે હું મારો હાથ યહોવાના અભિષિક્ત પર ઉગામું. પણ હાલ તો કૃપા કરીને તેમના માથા પાસેનો ભાલો તથા પાણીનો ચંબુ લઈ લે, ને પછી આપણે ચાલ્યા જઈએ.”


દાઉદે અબીશાયને કહ્યું. “તેનો નાશ ન કર. કેમ કે યહોવાના અભિષિક્ત પર પોતાનો હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે?”


એમ છતાં લોકોએ શમુએલની વાણી સાંભળવાની ના પાડી. તેઓએ કહ્યું, “ના, ના; અમારે તો અમારા પર રાજા જોઇએ જ;


તો હવે તેઓનું કહેવું સાંભળ. તથાપિ ગંભીર રીતે તેમની આગળ વાંધો કાઢજે, અને તેઓ પર કેવા પ્રકારનો રાજા ચલાવશે તે તેમને કહી બતાવજે.”


“કાલે આસરે આ સમયે, બિન્યામીનના દેશમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ. મારા ઇઝરાયલ લોક પર અધિકારી તરીકે તું તેનો અભિષેક કરજે, તે પલિસ્તીઓના હાથમાંથી મારા લોકને છોડાવશે; કેમ કે મારા લોકનો પોકાર મારી પાસે આવ્યો છે, માટે મેં તેમના પર [રહેમ] નજર કરી છે.”


નગરની ભાગળ આગળ તેઓ ઊતરતા હતા, ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “ચાકરને કહે કે તે આપણી આગળ ચાલ્યો જાય, (અને તે ચાલ્યો ગયો, ) પણ તું હમણાં જરા ઊભો રહે, કે હું તને ઈશ્વરનું વચન કહી સંભળાવું.”


Lean sinn:

Sanasan


Sanasan