Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 1:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 શીલોમાં તેઓ ખાઈપી રહ્યા પછી હાન્‍ના ઊઠી, હવે એલી યાજક યહોવાના મંદિરની બારસાખ પાસે પોતાના આસન પર બેઠેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 એક વાર શીલોમાં તેઓ ભોજન કરી રહ્યા પછી હાન્‍ના ઊભી થઈ. પ્રભુના ભક્તિસ્થાનના પ્રવેશ દ્વાર પાસે યજ્ઞકાર એલી પોતાના આસન પર બેઠો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેઓ શીલોમાં ખાઈ પી રહ્યા પછી હાન્ના ઊઠી. એલી યાજક ઈશ્વરના ઘરનાં દરવાજા પાસે પોતાની બેઠક પર બેઠેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 એક વખત મંદિરમાં તેમણે પ્રસાદ ગ્રહણ કર્યા પછી હાન્ના પવિત્રમંડપમાં ગઈ યહોવાની સામે ઊભી રહી. તે વખતે યાજક એલી યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે પોતાના આસન ઉપર બેઠો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 1:9
9 Iomraidhean Croise  

રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું, “હવે જુઓ, હું એરેજવૃક્ષના લાકડાની ઈમારતમાં રહું છું, પણ યહોવાનો કોશ તંબુમાં રહે છે.”


યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે, કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.


યહોવાના સાદથી હરણીઓના ગર્ભ ગળી જાય છે અને ઝાડીઓનાં ડાળાંપાંખડાં તૂટી પડે છે. અને તેમના મંદિરમાં સર્વ કહે છે, “પ્રભુને મહિમા હો!”


પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા મંદિરમાં આવીશ; હું તમારી બીક રાખીને તમારા પવિત્ર મંદિર તરફ [ફરીને] ભજન કરીશ.


તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય, ને તે તેને દ્વાર પાસે કે બારસાખ પાસે લાવે; અને તેનો શેઠ તેનો કાન આરથી વીંધે; એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય.


હાન્‍નાનું દિલ બહુ દુખાતું હતું, ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી.


અને સવાર સુધી શમુએલ સૂઈ રહ્યો, પછી તેણે યહોવાના મંદિરનાં બારણાં ઉઘાડ્યાં. પણ એ સંદર્શન એલીને જણાવતાં શમુએલ બીધો.


અને યહોવાનો દીવો હજી હોલવાયો નહોતો, ને યહોવાના મંદિરમાં ઈશ્વરના કોશની પાસે શમુએલ સૂતેલો હતો, તે વેળાએ


તે આવ્યો ત્યારે જુઓ, એલી રસ્તાની બાજુએ પોતાના આસન પર બેસીને રાહ જોતો હતો; કેમ કે ઈશ્વરના કોશ વિષે તેનું હદય થરથરતું હતું. જ્યારે તે માણસે નગરમાં આવીને ખબર કહી, ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું.


Lean sinn:

Sanasan


Sanasan