Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 1:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેના પતિ એલ્કાનાએ તેને કહ્યું, “હાન્‍ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું મન કેમ ઉદાસ રહે છે? દશ દીકરા કરતાં શું હું તને અધિક નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 આવું વર્ષો સુધી ચાલ્યું. તેનો પતિ એલ્કાના તેને પૂછતો: “હાન્‍ના, તું શા માટે રડે છે? તું કેમ ખાતી નથી? તારું દિલ શા માટે ઉદાસ રહે છે? શું હું તારે માટે દસ પુત્રો કરતાં વિશેષ નથી?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 માટે તેનો પતિ એલ્કાના હંમેશા તેને કહેતો, “હાન્ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું હૃદય કેમ ઉદાસ છે?’ હું તને દસ પુત્ર કરતાં અધિક નથી શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેનો પતિ હઁમેશા તેણીને પૂછતો, “હાન્ના, તું શા માંટે રડે છે? અને તું ખાતી કેમ નથી? તું શા માંટે આટલી ઉદાસ છે? હું દસ પુત્રો કરતાં સારો છું તેમ તારે વિચારવું.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 1:8
11 Iomraidhean Croise  

હઝાએલે તેને પૂછ્યું, “મારા મુરબ્બી શા માટે રડો છો?” એણે ઉત્તર આપ્યો, “તું ઇઝરાયલી લોકો પર જે વિપત્તિ લાવવાનો છે તે હું જાણું છું માટે. તેઓના કિલ્લાઓને તું આગ લગાડીશ, તેમના જુવાનોને તું તરવારથી કતલ કરીશ, તેમના બાળકોને તું પછાડીને ટુકડા કરીશ, ને તેમની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખીશ.”


નિરાશ થયેલા માણસ પર તેના મિત્રએ કરુણા રાખવી જોઈએ; રખેને તે સર્વશક્તિમાનનો ત્યાગ કરી દે.


ત્યારે હું ઈશ્વરની વેદી પાસે, ઈશ્વર જે મારો અત્યાનંદ છે તેમની પાસે જઈશ; હે ઈશ્વર, હે મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ.


“હે સંતાનવિહોણી, જેણે બાળકને જન્મ આપ્યો નથી તે તું હર્ષનાદ કર; જેણે પ્રસવવેદના સહન કરી નથી તે તું હર્ષનાદ કરીને જયઘોષ કર; કેમ કે યહોવા કહે છે કે, તજાયેલીનાં છોકરાં પરણેલીનાં છોકરાં કરતાં ઘણાં છે.


તજેલી તથા મનમાં ઉદાસ રહેતી પત્નીની જેમ, એટલે જુવાનીમાં પરણેલી પણ પછીથી ધિક્કારપાત્ર થયેલી પત્નીની જેમ, યહોવાએ તને બોલાવી છે. એવું તારા ઈશ્વર કહે છે.


તેઓ તેને પૂછે છે, “બહેન, તું કેમ રડે છે?” તે તેઓને કહે છે, “તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે [હું રડું છું].”


ઈસુ તેને કહે છે, “બહેન, તું કેમ રડે છે? તું કોને શોધે છે?” તે માળી છે એમ ધારીને તેણે તેમને કહ્યું, “સાહેબ, જો તમે તેમને અહીંથી ઉઠાવી લીધા હોય, તો તમે તેમને ક્યાં મૂક્યા છે એ મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.”


વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે તોફાનીઓને બોધ કરો, બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, બધાંની સાથે સહનશીલ થાઓ.


તે તારા જીવને તાજગી આપનાર તથા ઘડપણમાં તારી ચાકરી કરનાર થશે; કેમ કે તારા પુત્રની પત્ની જે તારા પર પ્રેમ રાખે છે, જે તને સાત દીકરા કરતાં પણ વધારે છે, તેણે તેને જન્મ આપ્યો છે.”


જ્યારે તે યહોવાના મંદિરમાં જતી, ત્યારે વરસોવરસ તે [નો પતિ] એમ કરતો, માટે તે તેને ચીડવતી હતી; તેથી તે રડતી, ને ખાતી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan