Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 1:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ હાન્‍ના ગઈ નહિ; કેમ કે તેણે પોતાના પતિને કહ્યું, “છોકરાને ધાવણ છોડાવ્યા પછી હું તેને લઈ જઈશ કે, તે યહોવાની સમક્ષ હાજર થઈને સદા ત્યાં રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પણ હાન્‍ના ગઈ નહિ. તેણે તેના પતિને કહ્યું, “છોકરાને દૂધ મૂકાવ્યા પછી હું તેને તરત જ પ્રભુના ઘરમાં તેમની સમક્ષ લઈ જઈશ, અને તે જીવનભર ત્યાં જ રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ હાન્ના ગઈ નહિ; તેણે તેના પતિને કહ્યું, “બાળક દૂધ છોડે નહિ ત્યાં સુધી હું જઈશ નહિ; પછી હું તેને લઈ જઈશ, જેથી તે ઈશ્વરની સમક્ષ હાજર થઈને સદા ત્યાં જ રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પણ હાન્ના ગઈ નહિ, તેણે તેના પતિને કહ્યું, “પુત્ર ખાતો થાય પછી હું એને યહોવા સમક્ષ લઈ જઈશ, અને યહોવાને અર્પણ કરીશ પછી કાયમ માંટે તે ત્યાં જ રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 1:22
17 Iomraidhean Croise  

યહોવાએ સમ ખાધા, તે પસ્તાવો કરશે નહિ, “તમે મેલ્ખીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છો.”


નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ.


યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે, કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.


તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય, ને તે તેને દ્વાર પાસે કે બારસાખ પાસે લાવે; અને તેનો શેઠ તેનો કાન આરથી વીંધે; એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય.


દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે.


અને જમીન સદાને માટે વેચાય નહિ; કેમ કે જમીન મારી જ છે; કેમ કે મારે ત્યાં તો તમે પરદેશી તથા પ્રવાસી છો.


મૂસાના નિયમશાસ્‍ત્ર પ્રમાણે તેઓના શુદ્ધીકરણના દિવસ પૂરા થયા,


વર્ષમાં ત્રણ વાર તારા બધા પુરુષો જે સ્થળ યહોવા તારા ઈશ્વર પસંદ કરે ત્યાં તેમની હજૂરમાં રજૂ થાય; એટલે બેખમીર રોટલીના પર્વમાં, તથા અઠવાડિયાંના પર્વમાં, તથા માંડવાપર્વમાં અને તેઓ ખાલી હાથે યહોવાની હજૂરમાં હાજર ન થાય.


ત્યારે તમે તેઓને એમ કહો કે, ‘ [આનું કારણ એ છે કે] યહોવાના કરારકોશની આગળ યર્દનનાં પાણીના ભાગ થઈ ગયા. જ્યારે યર્દનને પાર તે ઊતરતો હતો ત્યારે યર્દનનાં પાણીના ભાગ થઈ ગયા. અને એ પથ્થરો ઇઝરાયલી લોકોના સ્મરણાર્થે સદાકાળ રહેશે.’”


તેણે માનતા માનીને કહ્યું, “હે સૈન્યોના ઈશ્વર યહોવા, જો તમે આ તમારી દાસીના દુ:ખ સામું નક્‍કી જોશો, મને સંભારશો, ને તમારી દાસીને વીસરશો નહિ, પણ તમારી દાસીને દીકરો આપશો, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ, ને તેના માથા પર અસ્‍ત્રો કદી ફરશે નહિ.”


માટે મેં પણ એને યહોવાને આપ્યો છે; તે જીવે ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે.” અને શમુએલ યહોવાનું ભજન કરવા ત્યાં રહ્યો.


ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “તેં મૂર્ખાઈ કરી છે; તારા ઈશ્વર યહોવાએ તને જે આજ્ઞા આપી, તે તેં પાળી નથી, નહિ તો હમણાં યહોવાએ ઇઝરાયલ પર તારું રાજ્ય સદાને માટે સ્થાપી આપ્યું હોત.


પછી એલ્કાના રામામાં પોતાને ઘેર ગયો. અને છોકરો એલી યાજકની આગળ યહોવાની સેવા કરતો હતો.


પણ શમુએલ બાલ્યાવસ્થામાં શણનો ઝભ્ભો પહેરીને યહોવાની હજૂરમાં સેવા કરતો હતો.


દાઉદે આખીશને કહ્યું, “ [સારું;] તે પરથી તમારો સેવક શું કરવાનો છે તે તમને માલૂમ પડશે.” પછી આખીશે દાઉદને કહ્યું, “એમ હોય તો હમેશને માટે હું તને મારો શિરરક્ષક બનાવીશ.”


બાળક શમુએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. તે સમયમાં યહોવાની વાણી દુલર્ભ હતી; પ્રગટ સંદર્શન થતાં નહોતાં.


Lean sinn:

Sanasan


Sanasan