Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 1:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તે પછી એલ્કાના પોતાના આખા કુટુંબસહિત યહોવાની આગળ વાર્ષિક યજ્ઞ તથા પોતાની માનતા ચઢાવવા ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 નિયત કરેલા વાર્ષિક બલિ તેમ જ પોતે માનેલાં ખાસ બલિ અર્પણ કરવા માટે એલ્કાના અને તેનું કુટુંબ શીલો ગયાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ફરીથી, એલ્કાના પોતાના આખા કુટુંબ સહિત, ઈશ્વરની આગળ વાર્ષિક બલિદાન તથા પોતાની માનતા ચઢાવવા ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 એક વર્ષ બાદ એલ્કાનાહ અને તેનું સમગ્ર કુટુંબ પ્રતિ વર્ષની જેમ યહોવા દેવને પ્રાર્થના અને યજ્ઞ કરવા અને તેણે દેવને આપેલું વચન પૂરુ કરવા શીલોહ ગયાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 1:21
7 Iomraidhean Croise  

કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દિકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે, તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે; એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે, તે તે તેને આપે.”


હું સીધા માર્ગનું ધ્યાન રાખીશ; તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંત:કરણથી મારા ઘરમાં વર્તીશ.


ત્યારે એમ થાય કે પોતાનું નામ રાખવા માટે યહોવા તમારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં, જે સર્વ વિષે હું તમને આ કરું છું તે તમારે લાવવું; એટલે તમારાં દહનીયાર્પણો, તથા તમારા યજ્ઞ તમારા દશાંશો, તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો અને જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવા પ્રત્યે માનો તે [તમારે લાવવાં].


અને ત્યાં તમારે તમારાં દહનીયાર્પણો તથા તમારા યજ્ઞ તથા તમારા દશાંશો, તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, તથા તમારી માનતાઓ, તથા તમારાં ઐચ્છિકાર્પણો, તથા તમારાં ઢોરઢાંકના તથા તમારાં ઘેટાંબકરાંનાં પહેલાં બચ્ચા લાવવાં.


અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું લાગતુમ હોય, તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો; એટલે નદીની પેલી બાજુ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની? પણ હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”


આ માણસ વરસોવરસ પોતાના નગરમાંથી શીલોમાં સૈન્યના ઈશ્વર યહોવાનું ભજન કરવા માટે તથા યજ્ઞ કરવા માટે જતો હતો. અને એલીના બે દીકરા હોફની તથા ફીનહાસ યહોવાના યાજક હતા.


વળી તેની મા પોતાના પતિની સાથે વાર્ષિક યજ્ઞ કરવાને આવતી, ત્યારે તેને માટે નાનો અંગરખો બનાવીને દર વર્ષે લાવતી.


Lean sinn:

Sanasan


Sanasan