Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 1:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 મોટી પરોઢે ઊઠીને તેઓએ યહોવાનું ભજન કર્યું, ને પાછાં વળીને તેઓ રામામાં પોતાને ઘેર આવ્યાં; અને એલ્કાનાએ પોતાની પત્ની હાન્‍નાનો અનુભવ કર્યો; અને યહોવાએ તેને સંભારી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 બીજે દિવસે સવારે એલ્કાના અને તેના કુટુંબે વહેલા ઊઠીને પ્રભુની ભક્તિ કરી. પછી તેઓ પોતાને ઘેર રામા ગયાં. એલ્કાનાએ પોતાની પત્ની હાન્‍નાનો સમાગમ કર્યો અને પ્રભુએ હાન્‍નાને યાદ કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સવારે વહેલા ઊઠીને તેઓએ ઈશ્વરની આગળ ભજન કર્યું, પછી તેઓ રામામાં પોતાને ઘરે પાછા આવ્યાં. એલ્કાના પોતાની પત્ની હાન્નાની સાથે સૂઈ ગયો અને ઈશ્વરે તેને સંભારી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 બીજે દિવસે સવારમાં તેઓ વહેલાં ઊઠયાં અને મંદિરે ગયાં. ત્યાં તેઓએ સર્વસમર્થ યહોવાનું ભજન કર્યુ. પછી તેઓ તેમના ઘરે પાછા રામાં ગયા. એલ્કાનાહ તેની પત્ની હાન્ના સાથે સૂતો, અને દેવે તેને યાદ કરી અને તેની ઇચ્છા પૂરી થઇ.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 1:19
23 Iomraidhean Croise  

અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદષ્ટિ કરી, જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેમણે સારાને કર્યું.


અને ઈશ્વરે રાહેલને યાદ કરી, ને ઈશ્વરે તેનું સાંભળ્યું, ને તેનું ગર્ભસ્થાન ઉઘાડયું.


અને આદમે પોતાની પત્ની હવાને જાણી, અને તે ગર્ભવતી થઈ, ને કાઈનને જાણી, અને તે ગર્ભવતી થઈ, ને કાઈનને જન્મ આપ્યો, ને તેણે કહ્યું, “યહોવા [ની કૃપા] થી મને પુત્ર મળ્યો છે.”


અને નૂહ તથા તેની સાથે જે સર્વ પ્રાણી તથા સર્વ પશુ વહાણમાં હતાં તેઓને ઈશ્વરે સંભાર્યાં; અને ઈશ્વરે પૃથ્વી પર પવન ચલાવ્યો, ને પાણી ઊતરી ગયાં.


પછી તે સ્ત્રીને ગર્ભ રહ્યો, ને એલિશાએ તેને કહ્યું હતું તેમ, તે સમયે વખત આવ્યો ત્યારે તેને પુત્રનો પ્રસવ થયો.


પ્રભાત થયા પહેલાં મેં અરજ કરી; મેં તમારી વાતની આશા રાખી.


જેમણે આપણી દીનાવસ્થામાં આપણને સંભાર્યાં [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


મારી જુવાનીનાં પાપ તથા મારા અપરાધોનું સ્મરણ ન કરો. હે યહોવા, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો.


હે યહોવા, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં તે સિદ્ધ કરીને [ઉત્તરને માટે] હું તાકી રહીશ.


સાંજે, સવારે તથા બપોરે હું શોક તથા વિલાપ કરીશ; તે મારો સાદ સાંભળશે.


અને સવારે મળસ્કું થતાં પહેલાં ઘણા વહેલા ઊઠીને તે બહાર ગયા, ને ઉજ્જડ સ્થળે જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.


તેણે કહ્યું, “હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભારજો.”


ગિબ્યોન તથા રામા તથા બેરોથ;


એફ્રાઈમના પહાડી પ્રદેશના રામાથાઈમ સોફીમનો એક માણસ હતો, તેનું નામ એલ્કાના હતું; તે એફ્રાઈમી સૂફના દીકરા તોહૂના દીકરા અલીહૂના દીકરા યરોહામનો દીકરો હતો.


તેણે માનતા માનીને કહ્યું, “હે સૈન્યોના ઈશ્વર યહોવા, જો તમે આ તમારી દાસીના દુ:ખ સામું નક્‍કી જોશો, મને સંભારશો, ને તમારી દાસીને વીસરશો નહિ, પણ તમારી દાસીને દીકરો આપશો, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ, ને તેના માથા પર અસ્‍ત્રો કદી ફરશે નહિ.”


ત્યાર પછી શમુએલ રામામાં ગયો; અને શાઉલ પોતાને ઘેર ગિબયામાં ગયો.


ત્યારે શમુએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો. અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો, પછી શમુએલ ઊઠીને રામામાં ગયો.


હવે દાઉદ નાસી છૂટ્યો, ને રામામાં શમુએલ પાસે આવીને શાઉલે તેને જે કંઈ વિતાડ્યું હતું તે બધું તેમને કહ્યું. પછી તે તથા શમુએલ જઈને નાયોથમાં રહ્યા.


પછી એલ્કાના રામામાં પોતાને ઘેર ગયો. અને છોકરો એલી યાજકની આગળ યહોવાની સેવા કરતો હતો.


શમુએલ મરણ પામ્યો; અને સર્વ ઇઝરાયલે એકત્ર થઈને તેને માટે શોક કર્યો, ને તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના રાનમાં ગયો.


અને રામામાં તે પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું. ત્યાં તે ઇઝરાયલનો ન્યાય કરતો હતો; અને ત્યાં તેણે યહોવાને માટે એક વેદી બાંધી.


આથી ઇઝરાયલના સર્વ વડીલો એક્ત્ર થઈને રામામાં શમુએલની પાસે આવ્યા.


તેઓ પરોઢિયે ઊઠ્યા; અને સુમારે સૂર્યાદયને સમયે એમ થયું કે શમુએલે શાઉલને ઘરના ધાબા ઉપર હાંક મારી કે, ઊઠ, હવે હું તને વિદાય કરું. શાઉલ ઊઠ્યો, ને તે તથા શમુએલ બન્‍ને બહાર ચાલી નીકળ્યા.


Lean sinn:

Sanasan


Sanasan