Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 3:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્‍ત્રીઓ ઈશ્વર પર આશા રાખતી હતી, તેઓ પોતપોતાના પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 સૌમ્ય અને શાંત સ્વભાવનું સૌંદર્ય જ ઈશ્વરની દૃષ્ટિમાં મૂલ્યવાન છે અને સદા ટકી રહે છે. કારણ, ઈશ્વરમાં આશા ધરાવનાર ભૂતકાળની ભક્તિભાવી સ્ત્રીઓ પોતાના પતિને આધીન રહીને એ જ પ્રમાણે પોતાને શણગારતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી, તેઓ પોતપોતાનાં પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ઘણા વખત પહેલા દેવને અનુસરનારી પવિત્ર નારીઓ સાથે પણ આમ જ હતું. એજ રીતે તેમણે તેઓની જાતને સુંદર બનાવી હતી અને તેમના પતિઓની સત્તાને તેમણે સ્વીકારી હતી.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 3:5
17 Iomraidhean Croise  

સદગુણી સ્‍ત્રી કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં ઘણું જ વધારે છે.


લાવણ્ય ઠગારું છે, અને સૌંદર્ય વ્યર્થ છે; પણ યહોવાનો ડર રાખનાર સ્‍ત્રી વખાણ પામશે.


તારાં અનાથ છોકરાંઓને મૂકી જા, હું તેઓને જીવતાં રાખીશ; અને તારી વિધવાઓએ મારા પર ભરોસો રાખવો.


તે ચોર્યાસી વરસથી વિધવા હતી; તે મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી.


એ સર્વ સ્‍ત્રીઓ સહિત, તથા ઈસુની મા મરિયમ અને તેમના ભાઈઓ એકચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતાં હતાં.


હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું, તે બાઈ રૂડી કરણીઓમાં આગળ પડતી તથા પુષ્કળ દાનધર્મ કરતી હતી.


તોપણ તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે; અને પત્ની પોતાના પતિનું માન રાખે.


પણ ઈશ્વરની ભક્તિમાં નિમગ્ન રહેનારી સ્‍ત્રીઓને શોભે એવી રીતે, એટલે સારાં કામથી [પોતાને શણગારે].


તોપણ જો [સ્‍ત્રી] મર્યાદાસહિત વિશ્વાસ, પ્રેમ તથા પવિત્રતામાં રહે, તો તે પુત્રપ્રસવદ્વારા તારણ પામશે.


સત્કર્મ માટે ખ્યાતિ પામેલી, પોતાનાં છોકરાંનું પ્રતિપાલન કર્યું હોય, પરોણાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય, દુ:ખીઓને સહાય કરી હોય, અને દરેક સત્કર્મમાં ખંતીલી હોય એવી વિધવાનું નામ ટીપમાં દાખલ કરવું.


જે વિધવા ખરેખર નિરાધાર છે, તે ઈશ્વર પર આસ્થા રાખે છે, અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.


વિશ્વાસથી સારા પણ વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ, કેમ કે જેમણે વચન આપ્યું હતું, તેમને તેણે વિશ્વાસયોગ્ય ગણ્યા.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદ હો. તેમણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને માટે,


અને હાન્‍નાએ પ્રાર્થના કરતાં કહ્યું, “મારું અંત:કરણ યહોવામાં ઉલ્લાસ કરે છે, મારું શિંગ યહોવામાં ઊંચું કરાયું છે; મારું મુખ મારા શત્રુઓ સામે છૂટું થયું છે; કેમ કે હું તારા તારણમાં હરખાઉં છું.


Lean sinn:

Sanasan


Sanasan