Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 3:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાનાં ઘરેણાંનો અથવા [જાતજાતનાં] વસ્‍ત્ર પહેરવાનો એવો ન હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પોતાને સુંદર દેખાડવા બાહ્ય અલંકારોનો ઉપયોગ ન કરો, એટલે કે ગૂંથેલી વેણી, સોનાનાં ઘરેણાં કે જાતજાતનાં વસ્ત્રોથી પોતાને ન શણગારો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તમારો બાહ્ય શણગાર કલાત્મક રીતે ગુંથેલા કેશ, સોનાના ઘરેણાંનો કે સુંદર વસ્ત્રોનો એવો ના હોય.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 3:3
22 Iomraidhean Croise  

અને એમ થયું કે ઊંટો પી રહ્યાં, ત્યારે તે માણસે અડધા તોલાની સોનાની એક વાળી ને તેનઅ હાથને માટે દશ તોલાની સોનાની બે બંગડી કાઢી.


ત્યારે મેં તેને પૂછયું, તું કોની દીકરી છે?’ અને તેણે કહ્યું, ‘નાહોરનો દીકરો બથુએલ જે મિલ્કાને પેટે જન્મ્યો, તેની;’ અને મેં તેના નાકમાં વાળી ને તેના બન્‍ને હાથમાં બગડી પહેરાવી.


અને તે દાસે રૂપાના તથા સોનાના દાગીના તથા લૂગડાં કાઢીને રિબેકાને આપ્યાં; અને તેણે તેના ભાઈને તથા તેની માને પણ કિંમતી જણસો આપી.


યેહૂ ઇઝ્‍એલ આવ્યો, ત્યારે ઇઝબેલે એ સાંભળ્યું. તેણે પોતાની આંખોમાં અંજન આંજીને તથા પોતાનું માથું ઓળીને બારીમાંથી ડોકિયું કર્યું.


ત્રીજે દિવસે એસ્તેર રાજપોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં, રજાના નિવાસસ્થાનની સામે ઊભી રહી. રાજા રાજમહેલમાં બારણાની સામે, પોતાના રાજ્યાસન પર બિરાજેલો હતો.


તમારી માનીતી સ્ત્રીઓમાં રાજપુત્રીઓ છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી [શણગારેલાં] રાણીજી ઊભાં રહે છે.


પણ પ્રત્યેક સ્‍ત્રી તેની પડોશણ પાસેથી, તથા તેના ઘરમાં રહેનારી પાસેથી રૂપાનાં આભૂષણ તથા સોનાના આભૂષણ તથા વસ્‍ત્રો માગી લેશે. અને તે તમે તમારાં પુત્ર પુત્રીઓને પહેરાવશો. અને તમે મિસરીઓને લૂંટી લેશો.”


અને હારુને તેઓને કહ્યું, “તમારી સ્‍ત્રીઓના તથા તમારા દીકરાઓના તથા તમારી દીકરીઓના કાનોમાં જે સોનાની વાળીઓ છે, તે કાઢીને મારી પાસે લાવો.”


અને લોકોએ આ માઠી ખબર સાંભળીને વિલાપ કર્યો; અને કોઈએ પોતાનાં ઘરેણાં પહેર્યાં નહિ.


અને જેટલાં પુરુષો તથા સ્‍ત્રીઓ રાજી હતાં, તેટલાં નથનીઓ તથા વાળીઓ તથા મુદ્રિકાઓ તથા બંગડિઓ, એ બધા સોનાનાં ઘરેણાં લઈને આવ્યાં; એટલે યહોવાને સોનાનું અર્પણ ચઢાવનાર પ્રત્યેક માણસે એમ કર્યું.


અને તેણે મુલાકાતમંડપના દ્વાર આગળ સેવા કરનારી સ્‍ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં.


હે સિયોન જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ઠિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્ર પહેર; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પેસશે નહિ.


હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા પ્રભુમાં હરખાશે; કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે, ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્ર પહેરાવ્યાં છે, ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડયો છે.


શું કુંવારી પોતાનાં ઘરેણાં અથવા પરણનારી કન્યા પોતાના કમરપટા વીસરે? તોપણ મારા લોક અસંખ્ય દિવસો સુધી મને વીસરી ગયા છે.


હે લૂંટાયેલી, તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્ર પહેરે, ને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, ને કાજળથી તારી આંખો આંજે, તોપણ તું પોતાને ફોકટ સુશોભિત કરે છે! તારા આશકો તને ધિક્કારે છે, તેઓ તને મારી નાખવા માગે છે.


વળી તે ઉપરાંત તમે દૂરથી માણસોને તેડી મંગાવ્યા છે. તેમની પાસે સંદેશિયાને મોકલ્યો, એટલે જુઓ, તેઓ આવ્યા, તેઓને માટે તેં સ્નાન કરીને પોતાની આંખોમાં અંજન આંજીને શૃંગાર સજ્યો.


આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.


એટલે તમારાં મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને [સુવાર્તાનાં] વચન વગર મેળવી લેવાય.


Lean sinn:

Sanasan


Sanasan