Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 3:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 એ દ્દષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હ્રદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 તે તો બાપ્તિસ્માના પ્રતીકરૂપ હતું, જે હાલ તમને બચાવે છે. એમાં શારીરિક મલિનતાથી સ્વચ્છ થવાની વાત નથી, પણ શુદ્ધ પ્રેરકબુદ્ધિની મારફતે ઈશ્વરને આપવામાં આવેલા વચનની વાત છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તે દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનાં પાણીથી શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા ઈશ્વર પાસે શુદ્ધ અંતઃકરણની માગણીથી હમણાં તમને બચાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 એ દષ્ટાત પ્રમાણે તે પાણી બાપ્તિસ્મા સમાન છે જે તમને અત્યારે બચાવે છે. બાપ્તિસ્મા એ શરીરનો મેલ દૂર કરવાની પ્રક્રિયા નથી. બાપ્તિસ્મા તો ઈશ્વર પાસે શુદ્ધ હ્રદય માટેની એક યાચના છે. તે તમને બચાવે છે કારણ કે ઈસુ ખ્રિસ્ત મૂએલામાંથી પુનરૂત્થાન પામ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 3:21
30 Iomraidhean Croise  

સૈન્યોના ઈશ્વર પ્રભુ કહે છે: “તે દિવસે દાઉદના વંશજોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં પાપ તથા અશુદ્ધતા [દૂર કરવા] ને માટે એક ઝરો ઉઘાડવામાં આવશે.


એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.


જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.


સિમોન પિતર તેમને કહે છે, “પ્રભુ એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા માથું પણ ધૂઓ.”


પછી રાત્રે તે જ ઘડીએ તેણે તેઓને લઈ જઈને તેઓના સોળ ધોયા. અને તરત તે તથા તેનાં બધાં માણસો બાપ્તિસ્મા પામ્યાં.


ત્યારે પિતરે તેઓને [કહ્યું,] “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે, તમારાં પાપનું નિવારણ થાય, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે.


હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ, અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, અને તારાં પાપ ધોઈ નાખ.’


તેઓ માર્ગે ચાલતાં એક જળાશય પાસે આવી પહોંચ્યા, ત્યારે ખોજાએ કહ્યું, “જો, [અહીં] પાણી છે. મારે બાપ્તિસ્મા પામવાને શો વાંધો છે?”


ત્યારે ફિલિપે કહ્યું, “જો તમે તમારા પૂરા મનથી વિશ્વાસ કરો છો તો એ ઉચિત છે.” તેણે ઉત્તર આપ્યો, “ઈસુ ખ્રિસ્ત તે ઈશ્વરનો દીકરો છે, એવું હું માનું છું.”


તોપણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું, [હા,] જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું, તેઓના ઉપર પણ રાજ કર્યું. [આદમ] તો તે આવનારની એંધાણીરૂપ હતો.


કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા; અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે.


હવે, ભાઈઓ, તમારે માટે મેં એ વાતો દ્દષ્ટાંતરૂપે મને પોતાને તથા આપોલસને લાગુ પાડી છે, જેથી તમે અમારા દાખલા પરથી શીખો કે જે લખેલું છે તેની હદ ઓળંગીને જવું નહિ, અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ ન મારે


કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રાઈથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા.


તેથી, વહાલાઓ, આપણને એવા વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.


કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા.


એ માટે કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત મંડળીને] પવિત્ર કરે,


તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા, અને તેમાં પણ જે ઈશ્વરે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડવામાં આવ્યા.


એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુદ્ધ હ્રદયથી તથા સારા અંત:કરણથી તથા ઢોંગ વગરના વિશ્વાસથી પ્રેમ રાખવો એ છે.


વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર. એને માટે તને તેડવામાં આવ્યો છે, અને એને વિષે તેં ઘણા સાક્ષીઓની સમક્ષ સારી કબૂલાત કરી છે.


માટે દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને, આપણે શુદ્ધ હ્રદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને [ઈશ્વરની] સન્‍નિધ જઈએ.


કેમ કે મૂએલાંઓને પણ ઉઠાડવાને ઈશ્વર સમર્થ છે, એમ તે માનતો હતો. અને પુનરુત્થાનના દ્દષ્ટાંત પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો.


તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંત:કરણ નિર્મળ છે, એવી અમને ખાતરી છે. અને અમે સર્વ બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.


તો ખ્રિસ્ત, જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હ્રદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે?


કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્રસ્થાન, જે ખરાનો નમૂનો છે, તેમાં ગયા નથી. પણ આકાશમાં જ ગયા કે, તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદ હો. તેમણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને માટે,


શુદ્ધ અંત:કરણ રાખો કે, જેથી જે બાબત વિષે તમારું ભૂંડું બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય.


Lean sinn:

Sanasan


Sanasan