Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 3:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પ્રાચીન સમયમાં, એટલે નૂહના સમયમાં, જ્યારે વહાણ તૈયાર થતું હતું, અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જ્યારે વહાણમાં થોડાં, એટલે આઠ જણ પાણીથી બચી ગયાં, ત્યારે તેઓ અનાજ્ઞાંકિત હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 નૂહ વહાણ બનાવતો હતો ત્યારે જેમને માટે ઈશ્વરે ધીરજથી રાહ જોઈ અને જેઓ તેમને આધીન થયા નહોતા એવા લોકોના એ આત્માઓ હતા. વહાણમાંથી બહુ ઓછા, એટલે બધા મળીને આઠ માણસો પાણીથી બચી ગયાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 આ આત્માઓ, નૂહના સમયમાં અનાજ્ઞાંકિત હતા, જયારે વહાણ તૈયાર થતું હતું અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જયારે વહાણમાં થોડા લોકો, એટલે આઠ મનુષ્યો પાણીથી બચી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તે એ આત્માઓ હતા કે જેમણે ઘણો વખત પહેલા એટલે કે નૂહના સમયમાં દેવની અવજ્ઞા કરનારા હતા. જ્યારે નૂહ વહાણ બાંધી રહ્યો હતો ત્યારે દેવ ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તે વહાણમાં માત્ર થોડાક જ લોકોને બચાવવામાં આવ્યા હતા. તેઓ આઠ જણ હતા. તે લોકો પાણીથી બચાવી લેવાયા.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 3:20
28 Iomraidhean Croise  

અને ઈશ્વરે નૂહને કહ્યું, “મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે. કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે. અને જુઓ, હું તેઓનો પૃથ્વી સુદ્ધાં સંહાર કરીશ.


અને યહોવાએ કહ્યું, “મારો આત્મા માણસની સાથે સદા વાદ નહિ કરશે, કેમ કે તે માંસનું છે; તો પણ તેઓના દિવસો એક સો વીસ વર્ષ થશે.”


અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઇ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓનાં હ્રદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે.


પણ નૂહ યહોવાની દષ્ટિમાં કૃપા પામ્યો.


તે જ દિવસે નૂહ તથા તેના દિકરા, શેમ, હામ ને યાફેથ, તથા નૂહની પત્ની તથા તેના દિકરાઓની ત્રણ પત્નીઓ વહાણમાં ગયાં.


અને નૂહ તથા તેની સાથે જે સર્વ પ્રાણી તથા સર્વ પશુ વહાણમાં હતાં તેઓને ઈશ્વરે સંભાર્યાં; અને ઈશ્વરે પૃથ્વી પર પવન ચલાવ્યો, ને પાણી ઊતરી ગયાં.


અને નૂહ તથા તેની સાથે તેના દિકરા તથા તેની પત્ની તથા તેના દિકરાઓની પત્નીઓ નીકળ્યાં.


તે માટે યહોવા તમારા પર દયા કરવાની રાહ જોશે, ને તમારા પર રહેમ કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે; કેમ કે યહોવા ન્યાયીના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે, તેઓ સર્વને ધન્ય છે.


કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું નાનું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.


ઓ નાની ટોળી, ગભરાશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.


ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યાં, અને તે જ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયાં.


અને જો ઈશ્વરે પોતાનો કોપ બતાવવાની તથા પોતાનું સામર્થ્ય જણાવવાની ઇચ્છા રાખીને નાશને યોગ્ય થયેલાં કોપનાં પાત્રોનું ઘણી સહનશીલતાથી સહન કર્યું.


એ માટે કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત મંડળીને] પવિત્ર કરે,


નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને [ઈશ્વરનો] ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો.


તમે સત્યને આધીન રહીને ભાઈઓ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મન પવિત્ર કર્યા છે, માટે [ખરા] અંત:કરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રેમ કરો.


અને તમે તમારા વિશ્વાસનું ફળ, એટલે તમારા આત્માઓનું તારણ પામો છો.


કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા; પણ હવે તમારા જીવોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો.


તે [આત્મા] માં પણ તેમણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો.


માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ:ખસહન કરે છે, તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્‍ન કરનારને સોંપી દે.


તેમ જ [ઈશ્વરે] પુરાતન જગતને પણ છોડયું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં.


અને આપણા પ્રભુનું ધૈર્ય તારણ છે એમ માનો. આપણા વહાલા ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ જ પ્રમાણે લખ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan