Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 3:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 કેમ કે ખ્રિસ્તે પણ એક સમયે પાપોને માટે, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુ:ખ સહ્યું કે, જેથી તે આપણને ઈશ્વરની પાસે પહોંચાડે’. તેમને દેહમાં મારી નાખવામાં આવ્યા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે; તેમને દેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 ખ્રિસ્ત પોતે તમારા માટે મરણ પામ્યો. અને મરણ તે તમારા પાપની એક ચૂકવણી હતી. તે ગુનેગાર નહોતો. પણ ગુનેગાર લોકો માટે તે મરણ પામ્યો. તમને બધાને દેવની નજીક લાવવા તેણે આમ કર્યુ તેનું શરીર મરણ પામ્યું, પરંતુ આત્મા દ્ધારા તે સજીવન થયો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 3:18
34 Iomraidhean Croise  

એ બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્ત [સરદાર] કાપી નંખાશે, ને તેનું કંઈ પણ રહેશે નહિ. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે; અને તેનો અંત રેલથી આવશે, ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. [તેની] પાયમાલી નિર્માણ થયેલી છે.


હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].


દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.


અને ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની સ્‍ત્રીએ તેને કહેવડાવી મોકલ્યું કે, તે ન્યાયીને તમે કંઈ કરતા ના, કેમ કે આજે મને સ્વપ્નમાં તેમને લીધે ઘણું દુ:ખ થયું છે.”


અને પિલાતે જોયું કે મારું કંઈ જ‍ ચાલતું નથી, પણ ઊલટી વિશેષ ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના લોહી સંબંધી હું નિર્દોષ છું; તમે જાણો.”


ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જઉં છું; અને તમે હવેથી મને જોશો નહિ;


પછી તેણે મને કહ્યું, ‘તું તેમની ઇચ્છા જાણે, અને તે ન્યાયીને જુએ, અને તેમના મોંની વાણી સાંભળે, માટે આપણા પૂર્વજોના ઈશ્વરે તને પસંદ કર્યો છે.


પણ તમે તે પવિત્ર તથા ન્યાયીનો નકાર કર્યો, અને અમારે માટે એક ખૂનીને છોડી મૂકવામાં આવે એવું માગીને


પણ પવિત્ર આત્માને પ્રતાપે મૂએલાંઓમાંથી પાછા ઊઠ્યાથી પરાક્રમમાં ઈશ્વરના દીકરા ઠર્યા છે.


તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા, અને આપણા ન્યાયીકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા.


આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે [કૃપા] માં [ઈસુ] ને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે ઈશ્વરના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.


જેમણે ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, તેમનો આત્મા જો તમારામાં વસતો હોય, તો જેમણે ખ્રિસ્ત ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારાં મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.


કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે [કામ] તેને અશક્ય હતું તે ઈશ્વરે [કર્યું, એટલે] પોતના દીકરાને પાપી દેહની સમાનતામાં, અને પાપાર્થાર્પણને માટે મોકલીને તેમના દેહમાં પાપને શિક્ષા ફરમાવી,


તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમ કે વિશ્વાસથી તમે દઢ રહો છો.


કેમ કે જોકે તે નિર્બળતાને લીધે વધસ્તંભે જડાયા, તોપણ તે ઈશ્વરના સામર્થ્ય વડે જીવે છે. કેમ કે અમે પણ તેમનામાં નિર્બળ છીએ, પણ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે તમારે માટે જીવીશું.


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


તેમણે આપણાં પાપને માટે પોતાનું સ્વાપર્ણ કર્યું એ માટે કે આપણા ઈશ્વર તથા પિતાની ઇચ્છા પ્રમાણે, તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે.


ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને, નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખેલું છે, “જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે.”


તે [ખ્રિસ્ત ઈસુ] માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.


તો ખ્રિસ્ત, જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હ્રદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે?


કેમ કે જો એમ હોત, તો જગતના આરંભથી ઘણી વાર તેમને [દુ:ખ] સહન કરવાની અગત્ય પડત. પણ હવે છેલ્લા સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તે એક જ વખત પ્રગટ થયા.


તેમ ખ્રિસ્તે ઘણાઓનાં પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે.


ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો છે. તે તમારી સામો થતો નથી.


તે [આત્મા] માં પણ તેમણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો.


હવે ખ્રિસ્તે આપણે માટે દેહમાં દુ:ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને હથિયારબંધ થાઓ. કેમ કે જેણે દેહમાં [દુ:ખ] સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે;


કેમ કે મૂએલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી કે જેથી દેહમાં રહેનાર માણસોના જેવો ન્યાય થયા પછી તેઓ ઈશ્વરના જેવા આત્મામાં જીવે.


જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.


Lean sinn:

Sanasan


Sanasan