Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 3:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારાં અંત:કરણમાં પવિત્ર માનો. અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પણ તમારાં હૃદયોમાં ખ્રિસ્તને માન આપો. અને તેમને પ્રભુ તરીકે સ્વીકારો. તમારી પાસે જે આશા છે તે વિષે તમને કોઈ પ્રશ્ર્ન પૂછે તો નમ્રતાથી અને આદરભાવથી તેનો જવાબ આપવાને હંમેશાં તૈયાર રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ ખ્રિસ્તને પ્રભુ તરીકે તમારાં અંતઃકરણમાં પવિત્ર માનો; અને તમારી જે આશા છે તે વિષે જો કોઈ પૂછે તો તેને નમ્રતા તથા માન સાથે પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પરંતુ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારા હ્રદયમાં પવિત્ર માનો. તમારી આશા માટે સંદેહ કરે તેને પ્રત્યુત્તર આપવા હંમેશા તૈયાર રહો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 3:15
34 Iomraidhean Croise  

વળી રાજાઓની આગળ હું તમારાં સાક્ષ્યો કહી સંભળાવીશ, અને [તેમાં] શરમાઈશ નહિ.


સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે; પણ દુષ્ટ પોતાને મુખે ભૂંડી વાતો વહેતી મૂકે છે.


સત્યનાં વચનો તું ચોક્‍કસ જાણે, અને જે તને મોકલનાર‌ છે તેની પાસે જઈને સત્ય વચનોથી જ તું તેને ઉત્તર આપે?


યહોવા કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ:તમારાં પાપ જો કે લાલ [વસ્ત્રના] જેવાં હોય, તોપણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કીરમજના જેવાં રાતાં હોય, તોપણ તેઓ ઊન સરખાં થશે.


પણ તે પોતાની મધ્યે પોતાનાં છોકરાં એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે; અને તેઓ યાકૂબના પવિત્ર [ઈશ્વર] ને પવિત્ર માનશે, ને ઇઝરાયલના ઈશ્વરથી બીશે.


યહોવા કહે છે, “તમારો દાવો રજૂ કરો.” યાકૂબનો રાજા કહે છે, “તમારી દલીલો જાહેર કરો!”


પણ સૈન્યોના ઈશ્વર યહોવા તેમનાં ન્યાયકૃત્યોને લીધે મોટા મનાય છે, અને ઈશ્વર જે પવિત્ર છે તે ન્યાયથી પવિત્ર મનાય છે.


“આ લોકો જે સર્વને કાવતરું કહે છે તેને તમારે કાવતરું ન કહેવું; અને જેનાથી તેઓ બીએ છે તેનાથી તમારે બીવું નહિ, ને ડરવું નહિ.


અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “મારા પર વિશ્વાસ ન કરતાં ઇઝરાયલી લોકોની દષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે, તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.”


કેમ કે સીનના અરણ્યમાં પ્રજાના ઝઘડામાં, પાણીની પાસે (એટલે સીનના અરણ્યમાંના કાદેશમાં મરીબાનાં પાણી પાસે) તેઓની આગળ મને પવિત્ર માનવા વિષે મારી આજ્ઞાની વિરુદ્ધ તમે ફિતૂર કર્યું.”


પણ પાઉલે કહ્યું, “હું કિલીકિયાના તાર્સસનો યહૂદી છું. હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી. હું તમને વિનંતી કરું છું કે લોકોની આગળ મને બોલવાની રજા આપો.”


[પાઉલ] સદાચાર તથા સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે તેને સમજાવતો હતો, ત્યારે ફેલિકસે ભયભીત થઈને ઉત્તર આપ્યો, “હમણાં તો તું જા. મને અનુકૂળ પ્રસંગ મળેથી હું તને બોલાવીશ.”


એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દઢ રહો, અને જે સુવાર્તા તમે સાંભળી છે, તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ, તો; એ સુવાર્તા આકાશ નીચેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે; અને હું પાઉલ તેનો સેવક થયો છું.


વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત શી છે, તે તેઓને જણાવવા ઈશ્વરે ચાહ્યું. તે [મર્મ] એ છે કે, તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે.


તે [આશા] વિષે તમે સુવાર્તાના સત્ય સંદેશમાં પૂર્વે સાંભળ્યું હતું.


તમારું બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય કે, જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.


અનંતજીવન વિષેનું જે વચન, જે ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી તેમણે અનાદિકાળથી આપ્યું, તે [અનંતજીવન] ની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ [દઢ કરવાને] માટે તથા ભક્તિભાવ પ્રમાણેના જ્ઞાન [ના પ્રચાર] ને અર્થે, [હું પ્રેરિત થયેલો છું].


પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે [ઈશ્વરના] ઘર પર વિશ્વાસુ હતા. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન દઢ રાખીએ, તો આપણે તેમનું ઘર છીએ.


એ માટે, ખ્રિસ્ત વિષેનાં મૂળતત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ; અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો,


અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો વખત બીકમાં કાઢો.


એટલે તમારાં મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને [સુવાર્તાનાં] વચન વગર મેળવી લેવાય.


પણ અંત:કરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, જે ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે, તેના અવિનાશી અલંકારનો થાય.


તો હવે તમે છાનામાના ઊભા રહો કે, યહોવાએ જે યથાર્થ કૃત્યો તમારી પ્રત્યે ને તમારા પિતૃઓ પ્રત્યે કર્યા, તે સર્વ વિષે હું યહોવાની આગળ તમને સમજાવું.


Lean sinn:

Sanasan


Sanasan