Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 2:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા; પણ હવે તમારા જીવોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 તમે તો માર્ગ ભૂલેલાં ઘેટાંના જેવા હતા. પણ હવે તમે તમારા આત્માના ઘેટાંપાળક અને રક્ષકની પાસે પાછા વળ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા, પણ હમણાં તમારા આત્માનાં પાળક તથા રક્ષક ખ્રિસ્તની પાસે પાછા આવ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તમે ખોટા રસ્તે દોરવાઇ ગયેલા ઘેંટા જેવાં હતાં. પરંતુ હવે તમે તમારા જીવોના પાળક અને તમારા આત્માના રક્ષક પાસે પાછા આવ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 2:25
24 Iomraidhean Croise  

હું ભૂલા પડેલા મેંઢાની જેમ ભટક્યો છું; તમારા સેવકને શોધી કાઢો; કેમ કે હું તમારી આજ્ઞાઓ વીસરી જતો નથી.


હે ઇઝરાયલના પાળક, યૂસફને ટોળાની જેમ, દોરનાર, કાન ધરો; કરૂબીમ પર બિરાજનાર, પ્રકાશ કરો.


નસાડેલા હરણની જે, ને જેમને કોઈ ભેગા કરનાર નથી એવાં ઘેટાંની જેમ, તેઓ પોતપોતાના લોકોની તરફ વળશે, ને પોતપોતાના દેશમાં નાસી જશે.


ભરવાડની જેમ તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે, તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે.


પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો, આપણાં પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે.


આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપ [નો ભાર] મૂક્યો છે.


તે માટે જે પાળકો મારા લોકનું પાલન કરે છે, તેઓ વિષે યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમે મારું ટોળું વિખેરી નાખ્યું છે, ને હાંકી કાઢયું છે, અને તેઓની સંભાળ લીધી નથી. જુઓ, હું તમારાં દુષ્કર્મોનલે લીધે તમને જોઈ લઈશ, એમ યહોવા કહે છે.


મારાં ઘેટાં સર્વ પર્વતો પર તથા દરેક ઊંચા ડુંગર પર ભટકતાં ફર્યાં. હા, મારાં ઘેટાં, અને તેમને ખોળનાર કે શોધનાર કોઈ નહોતું.


મારો સેવક દાઉદ તેઓને શિર રાજા થશે. તે સર્વનો એક પાળક થશે. વળી તેઓ મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશે, મારા વિધિઓ પાળશે, ને તેમનો અમલ કરશે.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક વિરુદ્ધ તથા જે માણસ મારો સાથી છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ઘેટાં વિખેરાઈ જશે. અને હું મારો હાથ નાનાંઓ ઉપર ફેરવીશ.”


તમે શું ધારો છો? જો કોઈ માણસની પાસે સો ઘેટાં હોય, ને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને મૂકીને તે ભૂલા પડેલાને શોધવા તે પહાડ પર જતો નથી?


અને લોકોને જોઈને તેમને તેઓ પર દયા આવી. કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા.


તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી ઈશ્વરની જે મંડળી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો.


હવે શાંતિના ઈશ્વર, જેમણે ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વકાળના કરારના રક્તથી મૂએલાંમાંથી પાછા ઉઠાડયા,


એ માટે, ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.


અને તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે, તેથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તી શકે છે.


પ્રાચીન સમયમાં, એટલે નૂહના સમયમાં, જ્યારે વહાણ તૈયાર થતું હતું, અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જ્યારે વહાણમાં થોડાં, એટલે આઠ જણ પાણીથી બચી ગયાં, ત્યારે તેઓ અનાજ્ઞાંકિત હતા.


જ્યારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુગટ તમને મળશે.


Lean sinn:

Sanasan


Sanasan