Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 2:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 નવા જન્મેલાં બાળકોની જેમ નિર્મળ આત્મિક દૂધ પીવાને સદા તત્પર રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 નવાં જન્મેલાં બાળકોની જેમ શુદ્ધ આત્મિક દૂધની ઇચ્છા રાખો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધ (શિક્ષણ) માટે ભૂખ્યા રહી આતુર બનો. આનું પાન કરવાથી તમારો વિકાસ અને તારણ થશે.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 2:2
21 Iomraidhean Croise  

નિશ્ચે મારું કુટુંબ ઈશ્વર પ્રત્યે એવું નથી; તો પણ મારી સાથે તેમણે સદાનો કરાર કર્યો છે, તે સર્વ વાતે વ્યવસ્થિત તથા નિશ્ચિત છે. કેમ કે તે મારું સર્વ તારણ, તથા સર્વ ઇચ્છા છે, તે તેને વધારતા નથી, તો પણ [એ પ્રમાણે છે].


તોપણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે, અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો જશે.


પણ સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહન થતાં સુધી વધતો ને વધતો જાય છે.


હું ઇઝરાયલના હકમાં ઝાકળરૂપ થઈશ; તે કમળની જેમ ખીલશે, ને લબાનોનની જેમ પોતાનાં મૂળ ઊંડાં નાખશે.


તેની છાયા નીચે રહેનારા પાછા આવશે. તેઓ ધાન્યની જેમ સજીવન થશે, ને દ્રાક્ષાવેલાની જેમ ખીલશે; તેઓની વાસ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.


આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.


પણ તમે મારા નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયીપણાનો સૂર્ય ઊગશે, અને તેની પાંખોમાં આરોગ્ય હશે; તમે બહાર આવીને કોઢમાંના વાછરડાઓની જેમ કૂદશો.


કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, જો તમે નહિ ફરો, ને બાળકોના જેવા નહિ થાઓ, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો.


પણ ઈસુએ કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ, કેમ કે આકાશનું રાજ્ય એવાંઓનું જ છે.”


હું તમને ખચીત કહું છું કે જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે એમાં પ્રવેશ કરશે જ નહિ.”


હું તમને સાચે જ કહું છું કે, જે કોઈ ઈશ્વરનું રાજ્ય બાળકની જેમ નહિ સ્વીકારે, તે તેમાં નહિ જ પેસશે.”


તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દટાયા કે, જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ.


ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.


તેમનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે.


પણ પ્રેમથી સત્યને અનુસરીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.


ભાઈઓ, અમારે તમારા વિષે હમેશાં ઈશ્વરની આભારસ્તુતિ કરવી જોઈએ, અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે, અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો.


કેમ કે વિનાશી બીજથી નહિ, પણ અવિનાશીથી, ઈશ્વરના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે, તમને નવું જીવન આપવામાં આવ્યું છે.


પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ. તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.


Lean sinn:

Sanasan


Sanasan