Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 2:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 સ્વતંત્ર હોવા છતાં દુષ્ટતાને છાવરવાને માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ ઈશ્વરના સેવકોને શોભે તેમ વર્તો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તમે સ્વતંત્ર માણસો તરીકે જીવન જીવો. પણ કોઈપણ દુષ્ટ કાર્યને ઢાંકવા માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ ઈશ્વરના ગુલામો તરીકે જીવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તમે સ્વતંત્ર છો પણ એ સ્વતંત્રતા તમારી દુષ્ટતાને છુપાવવા માટે ન વાપરો; પણ તમે ઈશ્વરના સેવકો જેવા થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 સ્વતંત્ર લોકોની જેમ જીવો. પરંતુ દુષ્ટ કાર્ય કરવા માટે સ્વતંત્રતાને બહાનું ન બનવા દેવની સેવામાં જીવન વિતાવો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 2:16
15 Iomraidhean Croise  

અને, ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. [


જો હું આવ્યો ન હોત, અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓનાં પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી.


એ પ્રમાણે પાપથી મુક્ત થઈને, તમે ન્યાયીપણાના દાસ થયા.


પણ હમણાં પાપથી મુક્ત થયેલા, અને ઈશ્વરના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાઓ છો, અને પરિણામે તમને અનંતજીવન [મળે છે].


કેમ કે જે દાસને પ્રભુએ તેડયો તે પ્રભુનો સ્વતંત્ર છે. અને એમ જ જે સ્વતંત્રને તેડવામાં આવ્યો તે ખ્રિસ્તનો દાસ છે.


ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને માટે સ્વતંત્ર કર્યા; માટે દઢ રહો, અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.


કેમ કે, ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.


માણસોને પ્રસન્‍ન કરનારાઓની જેમ દેખરેખ હોય ત્યાં સુધી જ ચાકરી કરનારાની રીતે નહિ, પણ ખ્રિસ્તના દાસોની જેમ, જીવથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરો.


કેમ કે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરો છો.


કેમ કે તમે જાણો છો કે, અમે કદી ખુશામતનાં વચનો બોલ્યા નહોતા, તેમ જ ઢોંગ કરીને દ્રવ્યનો લોભ કર્યો નહોતો [તે વિષે] ઈશ્વર સાક્ષી છે.


પણ જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે.


સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વર્તો.


તેઓને તેઓ સ્વતંત્રતા [મળવા] નું વચન આપે છે, પણ પોતે પાપના દાસ છે. કેમ કે માણસને જે કંઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ કરી લે છે.


કેમ કે જેઓને આ દંડાજ્ઞા માટે પ્રાચીનકાળથી નિર્માણ કરવામાં આવ્યા હતા, એવા કેટલાક માણસો ગુપ્ત રીતે અંદર આવ્યા છે. તેઓ અધર્મી છે, ને આપણા ઈશ્વરની કૃપાનો વિષયાસક્તિમાં દુરુપયોગ કરે છે, અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા સ્વામી તથા પ્રભુ છે તેમનો નકાર કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan