Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતર 1:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 કેમ કે, “સર્વ પ્રાણી ઘાસના સરખાં છે, અને તેઓનું તમામ ગૌરવ ઘાસના ફૂલ સરખું છે. ઘાસ સુકાઈ જાય છે, ને તેનું ફૂલ ખરી પડે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 શાસ્ત્રમાં લખેલું છે: “બધા માણસો જંગલમાંના ઘાસ જેવા છે, અને તેમનો મહિમા તેના ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદાકાળ ટકી રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 પવિત્રશાસ્ત્ર કહે છે કે, “લોકો અમર નથી, તેઓ તો ઘાસ જેવા છે. અને તેઓનુ સઘળુ ગૌરવ ઘાસના ફૂલ જેવું છે. ઘાસ સુકાઈ જાય છે. અને ફૂલ ખરી પડે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતર 1:24
15 Iomraidhean Croise  

તે કારણથી જ તેમના રહેવાસીઓ અશક્ત થઈ ગયા, તેઓ ગભરાઈને બાવરા બની ગયા. તેઓ ખેતરના ઘાસ, લીલોતરી, ધાબા પરના ઘાસ તથા પુખ્ત થયાં પહેલાં ચીમળાયેલા કર્ષળના જેવા થઈ ગયા.


તે ફૂલની જેમ ખીલે છે, અને તેને કાપી નાખવામાં આવે છે. વળી તે છાયાની જેમ જતું રહે છે, અને સ્થિર રહેતું નથી.


મારું હ્રદય તો ઘાસના જેવું કપાએલું તથા ચીમળાયેલું છે, એટલે સુધી કે હું રોટલી ખાવાનું ભૂલી જાઉં છું.


માણસના દિવસો ઘાસ જેવા છે; ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે.


તેઓ ધાબા પરના ઘાસ જેવા થાઓ કે, જે મોટું થયા પહેલાં કરમાઈ જાય છે;


કેમ કે તેઓ તો જલદી ઘાસની જેમ કપાઈ જશે, અને લીલી વનસ્પતિની માફક ચીમળાઈ જશે.


નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે; નિશ્ચે તે મિથ્યા ગભરાય છે; તે સંગ્રહ કરે છે, અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


તમે તેઓને રેલની માફક તાણી જાઓ છો; તેઓ નિદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતા ઘાસ જેવાં છે.


જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે, અને સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે જ છે;


[પ્રભુ કહે છે] “જે તમને દિલાસો દે છે, તે હું જ છું! તું કોણ છે કે, મરનાર માણસથી, અને માનવી જે ઘાસના જેવો થઈ જશે તેથી તું બી જાય છે?


એ માટે ખેતરનું ઘાસ જે આજે છે, ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહિ પહેરાવશે?


તોપણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધૂમર [જેવા] છો, તે થોડી વાર દેખાય છે, અને પછી અદ્રશ્ય થાય છે.


જગત તથા તેની લાલસા જતાં રહે છે, પણ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan