૧ રાજા 8:66 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)66 આઠમે દીવસે તેણે લોકોને વિદાય કર્યા, ને તેઓએ રાજાને આશીર્વાદ આપ્યો, ને જે સર્વ ભલાઈ યહોવાએ પોતાના સેવક દાઉદને તથા પોતાના ઇઝરાયલી લોકને દર્શાવી હતી તેને લીધે મનમાં હરખાતા તથા આનંદ કરતા તેઓ પોતપોતાના ઘેર ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.66 આઠમે દિવસે શલોમોને લોકોને ઘેર વિદાય કર્યાં. સૌએ તેની પ્રશંસા કરી અને પોતાના સેવક દાવિદને અને તેના ઇઝરાયલી લોકને પ્રભુએ આપેલા સઘળા આશીર્વાદોને લીધે તેઓ ખુશખુશાલ થઈને પોતપોતાને ઘેર ગયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201966 આઠમે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા અને તેઓએ રાજાને આશીર્વાદ આપ્યો. જે સર્વ ભલાઈ પોતાના સેવક દાઉદ અને પોતાના ઇઝરાયલી લોકો પર ઈશ્વરે કરી હતી તેથી મનમાં હર્ષ તથા આનંદ કરતા તેઓ પોતપોતાને ઘરે ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ66 આઠમે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા, અને તેઓ રાજાને આશીર્વાદ આપીને, યહોવાએ પોતાના સેવક દાઉદનું અને પોતાના ઇસ્રાએલી લોકોનું જે કલ્યાણ કર્યુ હતું તેથી આનંદ અને હર્ષથી છલકાતાં હૈયે તેઓ પોતપોતાને ઘેર ગયા. Faic an caibideil |