૧ રાજા 8:64 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)64 તે જ દિવસે રાજાએ યહોવાના ઘરની આગળના ચોકના મધ્ય ભાગને પાવન કર્યો, કેમ કે ત્યાં તેણે દહનીયાર્પણ, ખાદ્યાર્પણ, તથા શાંત્યર્પણોનો મેદ, ચઢાવ્યાં, કારણ કે યહોવાની સમક્ષ જે પિત્તળની વેદી હતી, તે એટલી મોટી ન હતી કે તે પર દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા શાંત્યર્પણોનો મેદ, સમાઈ શકે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.64 તેણે તે જ દિવસે મંદિરના પ્રાંગણમાંના ચોકનો મધ્યભાગ પવિત્ર કર્યો; અને પછી ત્યાં પૂર્ણ દહનબલિ ધાન્યઅર્પણ અને સંગતબલિ માટે પ્રાણીઓની ચરબીનું અર્પણ ચઢાવ્યું. આ બધાં બલિદાનો માટે તામ્રવેદી નાની હોવાથી તેણે તેમ કર્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201964 તે જ દિવસે રાજાએ ભક્તિસ્થાનના આગળના ચોકના મધ્ય ભાગને પવિત્ર કરાવ્યો, કેમ કે ત્યાં તેણે દહનીયાર્પણ, ખાદ્યાર્પણો ઉપરાંત શાંત્યર્પણોમાં પશુઓના ચરબીવાળા ભાગો ચઢાવ્યા હતા, કેમ કે ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી તે ચરબીવાળા ભાગોને સમાવવા માટે નાની પડતી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ64 રાજાએ મંદિરની સામેના ખુલ્લા આંગણાને પાવન કરાવ્યું. પછી ત્યાં દહનાર્પણો, ખાદ્યાર્પણો ઉપરાંત શાંત્યર્પણોમાં પશુઓનાં ચરબીવાળા ભાગો ધરાવ્યા, કારણ; યહોવા આગળની કાંસાની વેદી આ બધી વસ્તુઓને સમાંવવા માંટે પૂરતી નહોતી. Faic an caibideil |