Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:60 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

60 કે જેથી પૃથ્વીની સર્વ પ્રજાઓ જાણે કે યહોવા એ જ ઈશ્વર છે, બીજો કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

60 ત્યારે દુનિયાની બધી પ્રજાઓ જાણશે કે માત્ર યાહવે જ ઈશ્વર છે અને બીજો કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

60 એમ આખી પૃથ્વીના લોકો જાણે કે, ઈશ્વર તે જ પ્રભુ છે અને તેમના સિવાય બીજા કોઈ ઈશ્વર નથી!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

60 આથી આખી દુનિયાના લોકોને ખાતરી થશે કે, યહોવા એ જ આપણા દેવ છે અને તેના સિવાય બીજા કોઇ દેવ નથી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:60
17 Iomraidhean Croise  

સર્વ લોકોએ તે જોયું ત્યારે તેઓ ઊંધા પડ્યા, અને તેઓએ કહ્યું, “યહોવા એ જ ઈશ્વર છે. યહોવા એ જ ઈશ્વર છે.”


ત્યારે તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને જે સર્વ બાબત વિષે તે પરદેશી તમારી પ્રાર્થના કરે, તે પ્રમાણે તમે કરજો, કે જેથી પૃથ્વીના સર્વ લોક તમારું નામ જાણે, ને તમારા ઇઝરાયલી લોકોની જેમ તેઓ તમારી બીક રાખે, ને તેઓ જાણે કે આ મારું બાંધેલું મંદિર તમારા નામથી ઓળખાય છે.


આ મારા શબ્દો જે વડે મેં યહોવા આગળ યાચના કરી છે, તે રાતદિવસ આપણા ઈશ્વર યહોવાની હજૂરમાં રહો કે, દરરોજની અગત્ય પ્રમાણે, પોતાના સેવકના પક્ષની તથા પોતાના ઇઝરાયલ લોકોના પક્ષની હિમાયત કરે;


તો હવે હે અમારા ઈશ્વર યહોવા, હું તમને કાલાવાલા કરું છું કે, તમે અમને તેના હાથમાંથી બચાવો કે, પૃથ્વીના સર્વ રાજ્યો જાણે કે, તમે, હે યહોવા, એકલા તમે જ, ઈશ્વર છો.”


અને હું તમને મારા લોક કરી લઈશ, ને હું તમારો ઈશ્વર થઈશ. અને તમે જાણશો કે મિસરીઓની વેઠ નીચેથી તમને કાઢનાર તમારો ઈશ્વર યહોવા હું છું.


હવે, હે અમારા ઈશ્વર યહોવા, તેના હાથમાંથી અમારો બચાવ કરજો કે, પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા યહોવા છો.”


તારો ઉદ્ધાર કરનાર યહોવા, ને ગર્ભસ્થાનથી તારો બનાવનાર, એવું કહે છે, “હું યહોવા સર્વનો કર્તા છું. જે એકલો આકાશોને પ્રસારે છે, ને પોતાની મેળે પૃથ્વીને વિસ્તારે છે;


ઇઝરાયલનો રાજા, તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે, “હું આદિ છું, હું અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.


ગભરાશો નહિ, ને બીશો નહિ; શું મેં ક્યારનું સંભળાવીને તને જાહેર કર્યું નથી? તમે મારા સાક્ષી છો. શું મારા વિના બીજો કોઈ ઈશ્વર છે? કોઈ ખડક નથી; હું કોઈને જાણતો નતી.


હે પૃથ્વીના છેડા સુધીના સર્વ લોકો, મારી તરફ ફરો, ને તારણ પામો; કેમ કે હું ઈશ્વર છું, ને બીજો કોઈ નથી.


ત્યારે તમે જાણશો કે હું ઇઝરાયલમાં છું, ને હું તમારો ઈશ્વર યહોવા છું, ને બીજો કોઈ નથી; અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ.


એ બધું તને દર્શાવવાનું કારણ એટલું જ કે તું જાણે કે યહોવા તે જ ઈશ્વર છે; અને તે વિના બીજો કોઇ નથી.


માટે આજ તું જાણ તથા તારા અંત:કરણમાં ઠસાવ કે, આકાશમાં તથા નીચે પૃથ્વીમાં યહોવા તે જ ઈશ્વર છે. તેમના સિવાય બીજો કોઈ નથી.


એ માટે કે પૃથ્વી પરનાં સર્વ લોકો જાણે કે યહોવાનો હાથ બળવાન છે, ને તેઓ સર્વકાળ તમારા ઈશ્વર યહોવાનો ભય રાખે.”


આજે યહોવા તને મારા હાથમાં સોંપશે; અને હું તને મારીશ, ને તારું માથું તારા [ઘડ] થી જુદું કરીશ. અને આજે પલિસ્તીઓના સૈન્યનાં મુડદાં હું વાયુચર પક્ષીઓને તથા પૃથ્વી પરનાં રાની પશુઓને આપીશ, જેથી આખી દુનિયા જાણે કે ઇઝરાયલમાં ઈશ્વર છે.


Lean sinn:

Sanasan


Sanasan