Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 કે જે દેશ તમે અમારા પિતૃઓને આપ્યો‌ છે તેમાં તેઓ જીવે તે બધા દિવસોમાં તેઓ તમારી બીક રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 જેથી તમારા લોક તમે તેમના પૂર્વજોને આપેલા દેશમાં રહે તે બધો સમય તમને આધીન રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ જીવે તે બધા દિવસોમાં તેઓ તમારી બીક રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 તમે અમાંરા પિતૃઓને આ જમીન આપી હતી જેથી તેઓ હંમેશા તમાંરો આદર કરે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:40
18 Iomraidhean Croise  

અને ઈશ્વરે કહ્યું, “તું તારો હાથ છોકરા પર ન નાખ, ને તેને કંઈ ન કર; કેમ કે દિકરાને, મારાથી પાછો રાખ્યો નથી; તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી બીહે છે.”


તો તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળી ક્ષમા આપીને [તે પ્રમાણે] કરજો. અને દરેક માણસનું હ્રદય તમે જાણો છો માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજો; (કેમ કે તમે, ફક્ત તમે જ, સર્વ મનુષ્યપુત્રોનાં હ્રદયો જાણો છો;)


વળી પરદેશીઓ કે જે તમારા ઇઝરાયલ લોકમાંના નથી તે જ્યારે તમારા નામની ખાતર દૂર દેશથી આવે;


હે યહોવાના ભક્તો, નાનાં મોટાં સર્વને તે આશીર્વાદ આપશે.


પરંતુ તમારી પાસે માફી છે, જેથી તમારું ભય રહે.


અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ; કેમ કે ઈશ્વર એ માટે આવ્યા છે કે તે તમારી પરીક્ષા કરે, ને તેમનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો, ”


પછીથી ઇઝરાયલી લોકો પાછા આવીને પોતાના ઈશ્વર યહોવાની તથા પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનું ભય રાખીને તેમની પાસે આવશે, ને તેમની ઉદારતાનો [આશ્રય] લેશે.


તે ધાર્મિક હતો, અને તે તથા તેના ઘરનાં સર્વ માણસો પણ ઈશ્વરનું ભય રાખતાં; લોકોને તે ઘણાં દાન આપતો, અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.


ત્યારે આખા યહૂદિયા, ગાલીલ તથા સમરૂનમાંની મંડળી દઢ થઈને શાંતિ પામી. અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને વધતી ગઈ.


જે દેશ યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને વતન તરીકે આપ્યો છે તેમાં પૃથ્વી પરના તમારા આખા આયુષ્ય પર્યંત તમારે જે વિધિઓ તથા કાનૂનો પાળવા તે આ છે:


યહોવા તારા ઈશ્વરનો ડર રાખ. અને તેમની જ સેવા કર, ને તેમના નામમાં પ્રતિજ્ઞા લે.


એ માટે કે તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા આયુષ્યભર યહોવા તારા ઈશ્વરનો ડર રાખીને તેમનાં સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તમને ફરમાવું છું તે પાળો; અને તારી આવરદા લાંબી થાય.


માટે કંપાવવામાં નહિ આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે [ઈશ્વરનો] આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્‍ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ;


એ માટે કે પૃથ્વી પરનાં સર્વ લોકો જાણે કે યહોવાનો હાથ બળવાન છે, ને તેઓ સર્વકાળ તમારા ઈશ્વર યહોવાનો ભય રાખે.”


હે પ્રભુ, [તમારાથી] કોણ નહિ બીશે, અને તમારા નામની સ્તુતિ કોણ નહિ ગાશે? કેમ કે એકલા તમે પવિત્ર છો. હા, સર્વ પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે. કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.”


પછી રાજ્યાસનમાંથી આવી વાણી થઈ, “આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનાથી બીનારા, નાના તથા મોટા, તેમની સ્તુતિ કરો.”


ફક્ત યહોવાની બીક રાખો, ને સત્યતાએ તમારા પૂરા હ્રદયથી તેમની સેવા કરો; કેમ કે તમારે માટે તેમણે કેટલાં મહાન કૃત્યો કર્યા છે તેનો વિચાર કરો.


Lean sinn:

Sanasan


Sanasan