Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 જો દેશમાં દુકાળ હોય, જો મરકી હોય, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે, જો તેઓના શત્રુ તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓને ઘેરી લે; ગમે તે મરકી કે, ગમે તે રોગ હોય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 “દેશમાં દુકાળ પડે, રોગચાળો ફાટી નીકળે અથવા લૂ કે તીડોનાં ટોળાંથી પાક નાશ પામે અથવા તમારા લોક પર તેમના શત્રુઓ આક્રમણ કરીને ઘેરો ઘાલે અથવા તેમનામાં કોઈ રોગ કે માંદગી આવે તો તેમની પ્રાર્થનાઓ સાંભળજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 જો દેશમાં દુકાળ પડે, જો મરકી ફાટી નીકળે, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે; જો તેઓના દુશ્મનો તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓના પર હુમલો કરે અથવા ગમે તે મરકી કે રોગ હોય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 “જો દેશમાં દુકાળ પડે કે મરકી ફાટી નીકળે, પાક લૂથી બળી જાય, કે મસી આવે, તીડ કે કાતરા પડે; એ લોકોના કોઈ દુશ્મનો એમના કોઈ શહેરને ઘેરો ઘાલે કે કોઈ આફત ઊતરે કે, રોગચાળો ફાટી નીકળે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:37
20 Iomraidhean Croise  

અને જો કોઈ માણસ કે તમારા બધા ઇઝરાયલી લોક પોતપોતાના હ્રદયનો રોગ જાણીને જે કંઈ પ્રાર્થના કે યાચના કરે, ને પોતાના હાથ આ મંદિર તરફ પ્રસારે;


ત્રણ વર્ષ દુકાલ પડે; અથવા તારા શત્રુઓની તરવાર તારા પર આવી પડવાથી તેઓના હાથે ત્રણ મહિના સુધી તારા લોકોનો ક્ષય થાય; અથવા તો ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર, એટલે દેશમાં મરકી ચાલે, તથા ઇઝરાયલના આખા પ્રદેશમાં યહોવાનો દૂત વિનાશ કરતો ફરે. માટે હવે મારા મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તમે વિચાર કરો.”


જો કંઈ પણ આપત્તિ, એટલે તરવાર કે ન્યાયાસન કે મરકી કે દુકાળ અમારા ઉપર આવ્યાથી અમે આ મંદિર આગળ તથા તમારી હજૂરમાં ઊભા રહીએ, (કેમ કે આ મંદિરમા તમારું નામ છે, ) ને અમારી આપત્તિમાં અમે તમારી પ્રાર્થના કરીએ, તો તમે તે સાંભળીને અમારો બચાવ કરશો.


તેમણે તેઓની પેદાશ કાતરાને તથા તેઓની મહેનતનું [ફળ] તીડને આપી દીધું.


કેમ કે તે પારધીના પાશથી અને નાશકારક મરકીથી તને બચાવશે.


તે સમયે તો બાબિલના રાજાનું સૈન્ય યરુશાલેમને ઘેરાવ કરતું હતું, ને યહૂદિયાના રાજાના મહેલમાં યહેરેગીરોની ચોકીમાં યર્મિયા પ્રબોધકને કેદ કરી રાખેલો હતો.


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, યરુશાલેમમાંથી માણસ તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ, એટલે તરવાર, દુકાળ, હિંસક પશુઓ તથા મરકી મોકલીશ, ત્યારે કેટલો બધો [ભારે સંહાર થશે?]


તો હું પણ તમને આ પ્રમાણે કરીશ; હું તમારે માટે ભયજનક ઠરાવ કરીશ, એટલે ક્ષય તથા તવ કે જેથી તમારી આંખો ક્ષીણ થશે, ને તમારાં હ્રદય ઝૂર્યાં કરશે, અને તમે તમારાં બી વૃથા વાવશો, કેમ કે તમારા શત્રુઓ તે [ની ઊપજ] ખાઈ જશે.


તમારા હાથોનાં સર્વ કામોમાં મેં તમને લૂથી, મસીથી તથા કરાથી શિક્ષા કરી, તોપણ, ” યહોવા કહે છે, “તમે મારી તરફ ફર્યા નહિ.


યહોવા તારા શત્રુઓની સામે તને માર ખવડાવશે. તું એક માર્ગે તેઓની સામે ધસી જઈશ. ને સાત માર્ગે તેઓની સામેથી નાસી જઈશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં તું અહીંથી તહીં નાસાનાસ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan