Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 8:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 તો તે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા લોક ઇઝરાયલના પાપની ક્ષમા કરજો, કેમ કે જે સુમાર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો; અને તમારો જે દેશ તમે તમારા લોકને વારસા તરીકે આપ્યો છે, તેમાં વરસાદ મોકલજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

36 તો આકાશમાંથી તમે તેમનું સાંભળજો. રાજાનાં તેમ જ ઇઝરાયલ લોકનાં પાપ ક્ષમા કરજો. તેમને સદાચરણ શીખવજો. પછી, ઓ પ્રભુ, કાયમી વતન તરીકે તમે તમારા લોકને આપેલા તમારા આ દેશ પર વરસાદ વરસાવજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 તો તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા લોકો ઇઝરાયલનાં પાપની ક્ષમા કરજો, જયારે તમે તેઓને ક્યા માર્ગે ચાલવું જોઈએ તે તેઓને શીખવો, ત્યારે તમારો જે દેશ તમે તમારા લોકોને વારસા તરીકે આપ્યો છે તેમાં વરસાદ મોકલજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 તો તમે આકાશમાંથી સાંભળજો, તમાંરા સેવકોને તમે માંફ કરજો, તેઓને જીવવા માંટેનો સાચો માંર્ગ શીખવજો અને તમાંરા લોકોને તમે આપેલી ભૂમિ પર વરસાદ વરસાવજો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 8:36
28 Iomraidhean Croise  

લાંબા સમય પછી એમ થયું કે, ત્રીજે વર્ષે એલિયા પાસે યહોવાની એવી વાણી આવી, “તું આહાબને મળવા જા; અને હું પૃથ્વી પર વરસાદ મોકલીશ.”


પછી એલિયાએ આહાબને કહ્યું, “ઉપર જઈને ખા તથા પી, કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ [સંભળાય] છે.”


થોડીવારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુથી અંધરાયું, ને વરસાદ બહું વરસ્યો. આહાબ [રથમાં] બેસીને યિઝ્‍એલ ગયો.


તમારા વચન પ્રમાણે મારી પાસે ડગલાં ભરાવો; અને કોઈ પણ અન્યાયને મારા પર ધણીપણું કરવા ન દો.


હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો; હું છેક સુધી તે પ્રમાણે ચાલીશ.


મને સવારે તમારી કૃપા જણાવો, કેમ કે હું તમારા પર વિશ્વાસ રાખું છું; જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કેમ કે હું તમારામાં મારું અંત:કરણ લગાડું છું.


જે યહોવાથી બીએ છે તે કયું માણસ છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને તે શીખવશે.


યહોવા ઉત્તમ અને ન્યાયી છે, માટે પાપીઓને તે [પોતાનો માર્ગ] બતાવશે.


હે યહોવા, તમારો માર્ગ મને શીખવો; અને મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગમાં દોરી જાઓ.


કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.


હે યહોવા, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો. મારી આગળ તમારો માર્ગ પાધરો કરો.


તેમાં તમારા ઘરનાં માણસો વસ્યાં; હે ઈશ્વર, તમે દુ:ખીઓના ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી.


હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ મોકલ્યો, તમારું વતન બેહોશ થયું હતું, ત્યારે તમે તેને તાજું કર્યું,


હે યહોવા, મને તમારો માર્ગ શીખવો; હું તમારા સત્ય માર્ગે ચાલીશ; તમારા નામનું ભય રાખવાને મારા હ્રદયને એકાગ્ર કરો.


હે યાહ, જેને તમે શિક્ષા કરો છો, અને જેને તમે તમારા નિયમશાસ્‍ત્રમાંથી શીખવો છો તે પુરુષને ધન્ય છે;


જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પાછળથી એવી વાત આવતી સાંભળશે, “માર્ગ આ છે, તે પર તમે ચાલો.”


ત્યાં રાજમાર્ગ થશે, અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેમાં થઈને [કોઈ પણ] અશુદ્ધ જશે નહિ. તે માર્ગ પ્રભુના લોકોને માટે થશે; અને મૂર્ખો પણ [તેમાં] ભૂલા પડશે નહિ.


વિદેશીઓની વ્યર્થ વસ્તુઓમાંથી કોઈ પણ વરસાદ વરસાવી શકે છે શું? અથવા આકાશ વૃષ્ટિ આપી શકે છે? હે યહોવા, શું તમે અમારા ઈશ્વર નથી? તેને લીધે અમે તમારી આશા રાખીશું; કેમ કે તમે જ આ સર્વ ઉત્પન્ન કર્યું છે.


કે અમારે કયે માર્ગે ચાલવું, ને અમારે શું કામ કરવું તે તારા ઈશ્વર યહોવા અમને જણાવે.”


યહોવા આમ બોલે છે, “માર્ગોમાં ઊભા રહીને જુઓ, ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમારા જીવને વિશ્રાંતી મળશે. પણ તેઓએ કહ્યું, ‘અમે [તે માર્ગમાં] ચાલીશું નહિ.’


એ માટે, હે સિયોનના પુત્રો, આનંદ કરો, ને તમારા ઈશ્વર યહોવામાં હરખાઓ, કેમ કે તે તમને આગલો વરસાદ જોઈએ તેટલો આપે છે, ને તે તમારે માટે વરસાદ, એટલે આગલો તથા પાછલો વરસાદ, પહેલાંની [માફક] વરસાવે છે.


ઘણી પ્રજાઓ કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિષે શીખવશે, ને આપણે તેમના પંથમાં ચાલીશું; કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.


પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું સાચો છે, ને સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવે છે, ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો.


વળી મારા વિષે [પૂછો તો] , તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ; પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ.


Lean sinn:

Sanasan


Sanasan