Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 7:48 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 સુલેમાને યહોવાના મંદિરમાંનાં સર્વ પાત્રો બનાવ્યાં; એટલે સોનાની વેદી, અને જેના પર અર્પિત રોટલી રહેતી તે સોનાની મેજ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

48 શલોમોને પ્રભુના મંદિર માટે સોનાની સાધનસામગ્રી પણ બનાવી હતી: વેદી, ઈશ્વરને અર્પિત રોટલી માટેની મેજ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 સુલેમાને યહોવાહના ભક્તિસ્થાન માટે પાત્રો બનાવ્યાં એટલે સોનાની વેદી અને જેના પર અર્પિત રોટલી રહેતી હતી તે સોનાનો બાજઠ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

48 સુલેમાંને યહોવાના મંદિર માંટેનાં સાધનો બનાવ્યા: સોનાની વેદી અને જેના પર અપિર્ત રોટલી રાખી હતી તે સોનાનો બાજઠ,

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 7:48
22 Iomraidhean Croise  

પણ યહોવાના મંદિરમાં લવાયેલા પૈસાથી યહોવાના મંદિરને માટે રૂપાના પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં, સોનાનાં કોઈ પાત્રો કે રૂપાનાં પાત્રો બનાવવામાં આવ્યાં ન હતાં;


યહોવાએ કહ્યું હતું તે પ્રમાણે યહોવાના મંદિરનો બધો ભંડાર તથા રાજાના મહેલનો ભંડાર તે ઊપાડી લઈ ગયો, વળી જે સોનાના પાત્રો ઇઝરાયલના રાજા સુલેમાને યહોવાના મંદિરને માટે બનાવ્યાં હતાં, તે સર્વના તેણે કાપીને ટુકડા કર્યા.


રક્ષક ટુકડીનો સરદાર સર્વ સોનાની તથા રૂપાની સગડીઓ તતા કૂંડીઓ લઈ ગયો.


સુલેમાને ઈશ્વરના મંદિરના સર્વ પાત્રો, વેદી તથા અર્પિત રોટલીની મેજો ચોખ્ખા સોનાની બનાવી.


વળી તેણે દશ મેજ બનાવી, ને તેમને મંદિરમાં પાંચ જમણી બાજુએ તથા પાંચ ડાબી બાજુએ મૂકી. તેણે સોનાનાં એકસો તપેલાં બનાવ્યાં.


રૂપાને માટે તો ખાણ હોય છે, અને સોનાને ગાળવા માટે પણ જગા હોય છે.


મેજ, તેનાં સર્વ પાત્રો, તથા અર્પેલી રોટલી;


તથા સોનાની વેદી, તથા અભિષેક કરવાનું તેલ, તથા ખુશબોદાર ધૂપ, તથા મંડપના દરવાજાનો પડદો;


અને સોનાની વેદીને તેણે મુલાકાત મંડપમાં પડદાની સામે મૂકી.


દરવાજાની પરસાળમાં આ બાજુએ બે મેજ ને પેલી બાજુએ બે મેજ મુકેલી હતી, તેમના ઉપર દહનીયાર્પણો, પાપાર્થપણો તથા દોષાર્થાર્પણો કાપવામાં આવતાં હતાં.


ટાંકેલા પથ્થરની દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી ને એક હાથ ઊંચી એવી ચાર મેજ દહનીયાર્પણોને માટે હતી. તે પર દહનીયાર્પણો તથા બલદાનો કાપવાના ઓજારો મુકતા હતાં.


વેદી લાકડાની હતી, તે ત્રણ હાથ ઊંચી હતી ને તેની લંબાઈ બે હાથ હતી અને તેના ખૂણા, તેનું તળિયું તથા તેની દિવાલો લાકડાનાં હતાં. તેણે મને કહ્યું, “આ તો યહોવાની હજૂરની મેજ છે.


તેઓ મારા પવિત્રસ્થાનમાં પેસે, ને મારી સેવા કરવાને તેઓ મારી મેજ પાસે આવે, ને તેઓને સોંપેલી મારી સેવા બજાવે.


૫ણ “યહોવાની મેજ અપવિત્ર છે, અને તેનું ફળ, એટલે તેનું અન્ન, તિરસ્કારપાત્ર છે, ” એવું કહીને તમે તેનું અપમાન કરો છો.


તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.


તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટદેવતાઓનો પ્યાલો પી શકતા નથી, તેમ જ તમે પ્રભુની મેજની સાથે દુષ્ટદેવતાઓની મેજના ભાગીદાર થઈ શકતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan