Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 7:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને ચોકઠાંની વચ્ચેની તખતીઓ પર સિંહો, ગોધા તથા કરુબો [પાડેલા] હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા ગોધાઓની નીચે લટકતા કામની ઝાલરો હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 તક્તીઓ પર સિંહ, આખલા અને કરુબોની આકૃતિઓ હતી. વળી, સિંહો અને આખલા ઉપર તથા નીચે ચોકઠા પર તોરણની ભાત કોતરેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 ચોકઠાંની વચ્ચેની તકતીઓ પર, સિંહો, બળદો તથા કરુબો કોતરેલા હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા બળદોની નીચે ઝાલરો લટકતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 અને એ તખતીઓ પર, સિંહો, બળદો અને કરૂબો ચીતરેલા હતા. એ સિંહો, બળદો અને કરૂબોની પર અને નીચે વેલ અને ફુલની કોતરણીવાળી ઝાલરો હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 7:29
15 Iomraidhean Croise  

અને તે માણસને હાંકી કાઢીને જીવનનાં વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વે બાજુએ મૂકી.


તેણે કરુબોને ભીતરના ઘરમાં મૂકયા. કરુબોની પાંખો પ્રસારેલી હતી, તેથી એકની પાંખ એક ભીંતે અડતી હતી; ને બીજા કરુબની પાંખ બીજી ભીંતે અડતી હતી; અને તેમની પાંખો ઘરના મધ્ય ભાગે એકબીજીને અડતી હતી.


તે બાર ગોધા પર મૂકેલો હતો. ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં મુખ પશ્ચિમ તરફ, ત્રણનાં મુખ દક્ષિણ તરફ ને ત્રણનાં મુખ પૂર્વ તરફ હતાં.સમુદ્ર તેમના પર મૂકેલો હતો, અને તે બધાની પૂઠો અંદરની બાજુએ હતી.


તે ચોતરાઓની બનાવટ આ પ્રમાણે હતી; તેઓની તખતીઓ હતી; અને તખતીઓ ચોકઠાની વચ્ચે હતી.


તે દરેક ચોતરાને પિત્તળના ચાર પૈડા ને પિત્તળની ધરીઓ હતી. તેના ચાર પાયાને ટેકા હતા. એ ટેકા કૂંડાની નીચે ભરતરના બનાવેલા હતા, ને દરેકની બાજુએ ઝાલરો હતી.


અને તું સોનાના બે કરૂબો બનાવ. તેઓ દયાસનના બે છેડા પર, ઘડતર કામના થાય.


અને તેણે સોનાના બે કરૂબો બનાવ્યા : તેણે તેમને દયાસનને બન્‍ને છેડે ઘડતર કામના બનાવ્યા.


તેઓનાં મુખની સિકલ આ પ્રમાણે હતી:દરેક [નાં ચાર મુખમાં] નું એક મુખ માણસનું હતું; અને ચારેને જમણી બાજુએ સિંહનું મુખ હતું; અને એ ચારેને ડાબી બાજુએ બળદનું મુખ હતું; એ ચારેને વળી ગરૂડનું મુખ પણ હતું.


તે દરેકને ચાર મુખ હતાં:પહેલું મુખ કરુબનું હતું, ને બીજું મુખ મનુષ્યનું હતું, ને ત્રીજું સિંહનું હતું, ને ચોથું ગરૂડનું હતું.


કેમ કે હું એફ્રાઈમ પ્રત્યે સિંગરૂપ તથા યહૂદિયાના લોક પ્રત્યે જુવાન સિંહરૂપ થઈશ. હું, હા, હું જ ફાડી નાખીને જતો રહીશ; હું પકડી લઈ જઈશ, ને કોઈ છોડાવી શકશે નહિ.


અને તેના પર મહિમાદર્શક કરૂબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તર કહેવાય એમ નથી.


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, “તું રડ નહિ, જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની સાત મુદ્રા [તોડવાને] વિજયી થયો છે.”


Lean sinn:

Sanasan


Sanasan