૧ રાજા 7:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 વળી તેણે ભરતરનો સમુદ્ર બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુથી દશ હાથ હતો. તે ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 હુરામે 2.2 મીટર ઊંડો, 4.4 મીટરના વ્યાસવાળો અને 13.2 મીટર પરિધનો તાંબાનો ગોળ જળકુંડ બનાવ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 હુરામે ભરતરનો હોજ બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુધી દસ હાથ હતો. તેનો આકાર ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ23 પછી તેણે ગાળેલા કાંસામાંથી “સમુદ્ર” નામનો હોજ બનાવ્યો, એનો આકાર ગોળાકાર હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. તેની ઊંચાઇ 5 હાથ; તેનો પરિઘ 30 હાથનો હતો. Faic an caibideil |
આહાઝ રાજાએ ઊરિયા યાજકને આજ્ઞા કરી, “મોટી વેદી પર સવારના દહનીયાર્પણનું, સાંજના દહનીયાર્પણનું, રાજાના દહનીયાર્પણનું, તથા તેના ખાદ્યાર્પણનું, તેમજ દેશના સર્વ લોકનાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમનાં પેયાર્પણનું દહન કરવું. દહનીયાર્પણનું બધું રકત તથા યજ્ઞનું બધું રક્ત તે પર છાંટવું. પણ પિત્તળની વેદી તો મારે સલાહ પૂછવાનું સાધન થશે.”