૧ રાજા 7:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
14 તે નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો, તે પિત્તળનો કારીગર હતો. તે પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલને ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં સર્વ કામ કર્યાં.
14 તેનો પિતા પણ તૂરનો હતો ને તાંબાના કામનો કુશળ કારીગર હતો. તે ત્યારે હયાત નહોતો. તેની માતા નાફતાલીના કુળની હતી. હુરામ બુદ્ધિશાળી અને અનુભવી કારીગર હતી. તાંબાના સર્વ કામની જવાબદારી ઉપાડવા તે શલોમોન રાજા પાસે આવ્યો.
14 હુરામ નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો. તે પિત્તળનો કારીગર હતો. હુરામ પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલ તથા ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં તમામ કામ કરી આપ્યાં.
14 તે નફતાલી કુળસમૂહની એક વિધવાનો પુત્ર હતો. અને તેનો પિતા તૂરનો એક કંસારો હતો. તે પોતે પણ બધી જાતના કાંસાના કામનો ઘણો બુદ્ધિશાળી અને કુશળ કારીગર હતો, તેણે આવીને સુલેમાંન રાજાનું તમાંમ કામ કરી આપ્યું.
તે દાન કુળની એક સ્ત્રીનો દીકરો છે, ને તેનો પિતા તૂરનો માણસ હતો. તે સોનાની, રૂપાની, પિત્તળની, લોઢાની, પથ્થરની તથા લાકડાંની, તેમ જ જાંબુડા, નીલા તથા ઝીણા શણની તથા કિરમજી રંગની કામગીરીમાં, સર્વ પ્રકારનું કોતરકામ કરવામાં, તથા હરકોઈ નમૂનાની યોજના કરવામાં નિપુણ છે; જેથી તમારા કારીગરોની તથા મારા મુરબ્બી તમારા પિતા દાઉદના કારીગરોની સાથે તેની નિમણૂક થાય.
પણ તેમને માટે મંદિર બાંધવાને કોણ સમર્થ છે? કેમ કે આકાશ ને આકાશોના આકાશોમાં તેમનો સમાવેશ થઈ શકે એમ નથી. તો હું કોણ માત્ર કે તેમને માટે મંદિર બાંધું? એ તો કેવળ તેમની આગળ ધૂપ બાળવાને માટે જ છે.
અને જે બુદ્ધિવંતો છે, એટલે જેઓને મેં બુદ્ધિના આત્માથી ભરપૂર કર્યા છે, તે બધાને તું કહે કે હારુનની પ્રતિષ્ઠા કરવા માટે તેનાં વસ્ત્રો તેઓ બનાવે, એ માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે.
તેઓનાં હ્રદયોમાં તેણે જ્ઞાન ભર્યું છે કે તેઓ કોતરનારની, તથા નિપુણ કારીગરની, અને નીલ તથા જાંબુડા, કિરમજી તથા ઝીણા શણમાં ભરત ભરનારની, અને વણકરની સર્વ પ્રકારની કારીગરી એટલે હરકોઈ પ્રકારની કારીગરી કરનારની તથા નિપુણ કાર્યો યોજનારાઓની [કારીગરી] કરે.
અને બસાલેલ તથા આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ પવિત્રસ્થાનની સેવાનું બધું કામ કરવાની બુદ્ધિ તથા અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાએ આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે.
અને તેઓમાંનો પ્રત્યેક બુદ્ધિમાન માણસ જે તે કામ કરતો હતો તેણે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાંતેલા શણના તથા નિપુણ કારીગરની કારીગરીના કરૂબોવાળા દશ પડદાનો મંડપ બનાવ્યો.