Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 6:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મંદિર બાંધતી વખતે ખાણમાંથી તૈયાર કરીને [લાવેલા] પથ્થરોથી તે બાંધવામાં આવતું હતું, અને મંદિર બાંધતી વખતે તેમાં હથોડી કે કુહાડી કે લોઢાના કોઈ પણ હથિયાર [નો અવાજ] સંભળાતો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ખાણમાં જ ઘડેલા પથ્થરો મંદિરના બાંધકામમાં વપરાતા હતા, તેથી મંદિર બંધાતું હતું ત્યારે તેમાં હથોડીઓ, કુહાડીઓ કે અન્ય કોઈ લોખંડી ઓજારનો અવાજ થતો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ભક્તિસ્થાન બાંધતી વખતે પથ્થરો ખાણમાંથી તૈયાર કરીને લાવવામાં આવતા; અને તેને બાંધતી વખતે તેમાં હથોડી, કુહાડી કે લોઢાના કોઈપણ હથિયારનો અવાજ સંભળાતો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મંદિર બાંધવામાં જે પથ્થરો વપરાતા હતા, તેને ખાણમાંજ કાપીને ચમકદાર બનાવાતાં હતા. તેથી મંદિર બંધાતુ હતુ ત્યારે હથોડા કુહાડી કે બીજા કોઈપણ લોખંડના ઓજારનો અવાજ સંભળાયો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 6:7
14 Iomraidhean Croise  

સૌથી નીચેનો માળ પાંચ હાથ પહોળો, વચલો છ હાથ પહોળો, ને ત્રીજો સાત હાથ પહોળો હતો, કેમ કે મોભને માટે મંદિરની ભીંતમાં બાકોરા ન પાડવાં પડે માટે તેણે મંદિરની ભીંતની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી.


બાજુ પરની વચલી ઓરડીનું બારણું મંદિરના જમણા પાસામાં હતું અને લોકો ફેરવાળી સીડી વડે વચલી કોટડીઓમાં ને વચલીઓમાંથી ત્રીજીઓમાં ચઢતા હતા.


અને જો તું મારે માટે પથ્થરની વેદી બાંધે, તો તારે તે ઘડેલા પથ્થરની બાંધવી નહિ; કેમ કે જો તું તે પર તારું હથિયાર વાપરે, તો તેં તેને અશુદ્ધ કરી જાણજે.


તારું બહારનું કામ તૈયાર રાખ, તારા ખેતર [નું કામ] તૈયાર કર; અને ત્યાર પછી તારું ઘર બાંધ.


તે બૂમ પાડશે નહિ, ને પોતાનો અવાજ ઊંચો કરશે નહિ, ને રસ્તામાં પોતાની વાણી સંભળાવશે નહિ.


ત્યારે આખા યહૂદિયા, ગાલીલ તથા સમરૂનમાંની મંડળી દઢ થઈને શાંતિ પામી. અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને વધતી ગઈ.


અને જો મહિમાને માટે આગળ તૈયાર કરેલાં દયાનાં પાત્રો પર,


હવે જેમણે અમને એને અર્થે તૈયાર કર્યા તે ઈશ્વર છે. તેમણે અમને આત્માનું બાનું પણ આપ્યું છે.


અને [ઈશ્વર] પિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે, તેમની આભારસ્તુતિ કરો.


કેમ કે માણસના ક્રોધથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી.


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


Lean sinn:

Sanasan


Sanasan