Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 6:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેણે ઘરની એટલે મંદિરની તેમ જ પરમ પવિત્રસ્થાનની ભીંતોને લગતા ચારેબાજુ માળ બનાવ્યા, અને તેની બાજુએ ચોતરફ તેણે ઓરડીઓ બનાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 મંદિરની ભીંતને અડીને, મંદિરની બે બાજુએ અને તેની પાછળની બાજુએ 2.2 મીટર ઊંચી એવી ત્રણ માળવાળી ઓરડીઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેણે સભાસ્થાનની તેમ જ પરમપવિત્ર સ્થાનની દીવાલોની ચારેબાજુ માળ બનાવ્યા. તેણે તેની ચારેબાજુએ ઓરડીઓ બનાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેણે બરોબર મંદિરની દીવાલોની ફરતે એક બાંધકામનું માંળખું બનાવ્યું જેની અંદર નાની ઓરડીઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 6:5
26 Iomraidhean Croise  

મંદિરના પાછલા ભાગમાં તેણે ભોંયતળિયાથી તે પીઢો સુધી, એરેજવૃક્ષનાં પાટિયાંની વીસ હાથ ભીંત બનાવી, એટલે તેણે ઈશ્વરવાણી સ્થાનને માટે એટલે પરમપવિત્રસ્થાનને માટે, અંદરની બાજુએ તે બનાવી.


તેણે પરમપવિત્રસ્થાનમાં પેસવાનાં કમાડો જૈતકાષ્ટનાં બનાવ્યાં. ઊમરો તથા બારસાખ [ભીંતના] પાંચમા ભાગ જેટલાં હતાં.


સૌથી નીચેનો માળ પાંચ હાથ પહોળો, વચલો છ હાથ પહોળો, ને ત્રીજો સાત હાથ પહોળો હતો, કેમ કે મોભને માટે મંદિરની ભીંતમાં બાકોરા ન પાડવાં પડે માટે તેણે મંદિરની ભીંતની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી.


તેઓનું કામ યહોવાના મંદિરની સેવાને માટે હારુનના પુત્રોની ખિજમતમાં હાજર રહેવાનું હતું. એટલે આંગણાઓમાં, ઓરડાઓમાં તથા સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધીકરણમાં, એટલે ઈશ્વરના મંદિરની સેવાના કામમાં [હાજર રહેવું].


પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને [મંદિરની] ઓસરીનો, તેના ઓરડાઓનો, તેના ભંડારોનો, તેના માળ પરની ઓરડીઓનો, તેના અંદરના ઓરડાઓનો તથા દયાસનની જગાનો નકશો [આપ્યો.]


કેમ કે ચાર મુખ્ય દ્વારપાળો જે લેવીઓ હતા તેઓ અમુક કામ પર હતા, અને ઈશ્વરના મંદિરની ઓરડીઓ પર તથા ભંડારો પર નીમેલા હતા.


પછી હિઝકિયાએ યહોવાના મંદિરમાં ઓરડા તૈયાર કરવાની આજ્ઞા આપી; અને તેઓએ તે તૈયાર કર્યા.


વિધિ પ્રમાણે પરમપવિત્રસ્થાનની આગળ સળગાવવા માટે દીપવૃક્ષો;


યાજકોએ યહોવાના કરારકોશને તેની જગાએ, મંદિરના ઈશ્વરવાણીસ્થાનમાં, એટલે પરમપવિત્રસ્થાનમાં, કરુબોની પાંખો નીચે લાવીને મૂક્યો.


દાંડા એટલા લાંબા હતા કે તેના છેડા ઈશ્વરવાણીસ્થાનની આગળ કોશ પાસેથી દેખાતા હતા; પણ તે બહારથી દેખાતા ન હતા. ત્યાં તે આજ સુધી છે.


અમારા બાંધેલા લોટનો પહેલો હિસ્સો, તથા અમારા અર્પણો, ને સર્વ પ્રકારનાં વૃક્ષોના ફળો, દ્રાક્ષારસ તથા તેલ યાજકોની પાસે અમારા ઈશ્વરના મંદિરની ઓરડીઓમાં, ને અમારી જમીનની ઊપજના દશાંશો લેવીઓ પાસે, લાવવા માટે પણ ઠરાવ કર્યો. કેમ કે એ લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે.


તે દિવસે ભંડારો, ઉચ્છીલીયાર્પણો, પ્રથમ ફળો, તથા દશાંશોની ઓરડીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા કે, તેઓ નગરનાં ખેતરો પ્રમાણે, યાજકોને તથા લેવીઓને માટે નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા હિસ્સા ભેગા કરે, કેમ કે સેવામાં હાજર રહેનાર યાજકો તથા લેવીઓને લીધે યહૂદિયાના લોકોએ આનંદ કર્યો.


હું તમને અરજ કરું છું તથા તમારા પરમપવિત્રસ્થાન તરફ મારા હાથ જોડું છું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળો.


અને ત્યાં હું તને મળીશ, ને ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કોશ પરના દયાસન ઉપરથી, બે કરૂબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.


મારું આકર્ષણ કર; અમે તારી પાછળ દોડીશું; રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે; અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું, દ્રાક્ષારસ કરતાં તારા પ્રેમનાં અમે અધિક વખાણ કરીશું: તેઓ તને ચાહે છે તે વાજબી છે.


“તું રેખાબીઓના ગોત્રીઓની પાસે જા, ને તેઓને બોલાવીને યહોવાના મંદિરમાંના એક ઓરડામાં લાવ, ને તેઓને દ્રાક્ષારસ પા.”


હું યહોવાના મંદિરમાં લાવ્યો; સરદારોના ઓરડાની પાસે દરવાન શાલુમના પુત્ર માસેયાના ઓરડા ઉપર, ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં મેં તેઓને ભેગા કર્યા;


પછી તે મને બહારના આંગણામાં લાવ્યો, તે જુઓ, આંગણાની ચારે દિશાએ ઓરડીઓ તથા ફરસબંધી બનાવેલી હતી. ફરસબંધી પર ત્રીસ ઓરડીઓ હતી.


અંદરના દરવાજાની બહાર અંદરના ચોકમાં ગવૈયાઓને માટે ઓરડીઓ હતી, એ [ચોક] ઉત્તરના દરવાજાની બાજુએ હતો. તેમનાં મોં દક્ષિણ તરફ હતાં. પૂર્વના દરવાજાની બાજુએ જે [ઓરડી] હતી તેનું મોં ઉત્તર તરફ હતું.


તેણે મંદિરની આગળની લંબાઈ તથા પહોળાઈ માપી, તે વીસ વીસ હાથ હતી. તેણે મને કહ્યું, “આ તો પરમપવિત્રસ્થાન છે.”


અને યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે કે, તે પવિત્રસ્‍થાનમાં પડદાની અંદરની બાજુએ કોશ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે, રખેને તે માર્યો જાય; કેમ કે હું દયાસન પર મેધમાં દર્શન આપીશ.


અને મુલાકાતમંડપમાં મૂસા તેમની સાથે બોલવા ગયો, ત્યારે બે કરૂબો મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી પોતાની સાથે બોલનારની વાણી તેણે સાંભળી; અને તે તેની સાથે બોલ્યા.


Lean sinn:

Sanasan


Sanasan