Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 6:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા પછી ચાર સો ને એંશીની સાલમાં ઇઝરાયલ પર સુલેમાનના રાજ્યના ચોથા વર્ષમાં, ઝીવ એટલે બીજા માસમાં એમ થયું કે, તેણે યહોવાનું મંદિર બાંધવું શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા પછી ચારસો એંસી વરસે, શલોમોનના ઇઝરાયલ ઉપરના અમલના ચોથા વરસે, વર્ષના બીજા એટલે ઝીવ માસમાં શલોમોને મંદિર બાંધવાનું શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલીઓ મિસર દેશમાંથી ચારસો એંશી વર્ષ પૂરાં થયા પછી ત્યાંથી બહાર આવ્યા. રાજા સુલેમાનના ઇઝરાયલ પરના શાસનના ચોથા વર્ષના ઝીવ માસમાં એટલે બીજા માસમાં તેણે ઈશ્વરના સભાસ્થાનનું બાંધકામ શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલીઓ મિસરમાંથી 480 વર્ષ પછી બહાર આવ્યા પછી, રાજા સુલેમાંનના ઇસ્રાએલ પરના શાસનનું ચોથું વર્ષ હતું, બીજા મહિનામાં એટલે કે ઝીવ માંસમાં તેણે યહોવાના મંદિરનું બાંધકામ શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 6:1
26 Iomraidhean Croise  

જે મંદિર સુલેમાન રાજાએ યહોવાને અર્થે બાંધ્યું તેની લંબાઈ સાઠ હાથ, તેની પહોળાઈ વીસ હાથ ને તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી.


ચોથા વર્ષના ઝીવ માસમાં યહોવાના મંદિરનો પાયો નંખાયો.


મારા પુત્ર સુલેમાનને એવું અંત:કરણ આપો કે તે તમારી આજ્ઞાઓ, તમારા નિયમો તથા તમારા વિધિઓ પાળે તથા આ બધાં કામ કરે અને જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે તે બાંધે.”


યોહાનાનથી અઝાર્યા થયો (સુલેમાને યરુશાલેમમાં જે મંદિર બાંધ્યું, તેમાં જે યાજકપદ ભોગવતો હતો તે જ એ છે.)


હવે મંદિર બાંધવા માટે સુલેમાને આ પ્રમાણે પાયા નાખ્યા. તેની લંબાઈ સાઠ હાથ, તથા પહોળાઈ વીસ હાથ હતી.


તેઓએ અમને ઉત્તર આપ્યો, ‘અમે આકાશ તથા પૃથ્વીના ઈશ્વરના સેવકો છીએ; જે મંદિર આજથી ઘણા વર્ષો ઉપર ઇઝરાયલના એક મહાન રાજાએ બાંધીને પૂરું કર્યું હતું, તે જ અમે ફરીથી બાંધીએ છીએ.


અને પર્વતો જેવું, અને સદાને માટે સ્થાપન કરેલી પૃથ્વીના જેવું તેમણે પોતાનું પવિત્રસ્થાન બંધાવ્યું.


અને એમ થયું કે ચારસો ત્રીસ વર્ષ પૂરાં થયાં, તે જ દિવસે એમ થયું કે યહોવાનાં સર્વ સૈન્યો મિસર દેશમાંથી નીકળી ગયાં.


અને તે દિવસે એમ થયું કે, યહોવા ઇઝરાયલી લોકોને તેમનાં સૈન્યો સહિત મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા.


પછી તે મને મંદિરમાં લાવ્યો, ને તેણે ખાંભો બાંધ્યા.તે એક બાજુએ છ હાથ પહોળા હતા, એટલે મંડપ જેટલા જ પહોળા હતા.


પર્વત પર જાઓ, ને લાકડાં લાવીને મંદિર બાંધો. અને તેથી હું રાજી થઈશ, ને હું મહિમાવાન મનાઈશ, ” એમ યહોવા કહે છે.


જેઓ ઘણે દૂર છે તેઓ આવીને યહોવાના મંદિરમાં બાંધકામ કરશે, ત્યારે તમે જાણશો કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશો તો [એ] ફળીભૂત થશે.”


અને ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી બીજા માસને પહેલે દિવસે સિનાઈના અરણ્યમામ મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,


અને કનાન દેશમાંનાં સાત રાજ્યોના લોકોનો નાશ કરીને તેમણે તેઓનો દેશ આશરે ચારસો પચાસ વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો.


પણ સુલેમાને તેમને માટે મંદિર બાંધ્યું.


તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી.


ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? કેમ કે જેમ ઈશ્વરે ક્હ્યું છે, “હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ; હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોકો થશે.” તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ.


અને તેમનામાં જડ નાખેલા તથા સ્થપાયેલા થઈને, તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દઢ રહીને તેમની વધારે ને વધારે આભારસ્તુતિ કરો.


કેમ કે જે શહેરને પાયો છે, જેના યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેની આશા તે રાખતો હતો.


પણ ખ્રિસ્ત, હવે પછી થનારી સારી બાબતો સંબંધી પ્રમુખયાજક થઈને, હાથથી બનાવેલો નહિ, એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહિ, એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને,


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


ઇઝરાયલ હેશ્બોનમાં તથા તેનાં ગામોમાં, અરોએરમાં તથ તેનાં ગામોમાં, તથા આર્નોનના કાંઠા ઉપરનાં સર્વ નગરોમાં ત્રણસો વર્ષ સુધી રહ્યા. તો તે દરમિયાન તમે કેમ તે પાછાં ન લીધાં?


Lean sinn:

Sanasan


Sanasan